ગુજરાતમાં એપ્રિલના પહેલા અઠવાડિયામાં જ ગરમીએ લોકોને તોબા પોકારાવી દીધા છે. હવામાન વિભાગે આજે પણ કચ્છમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે જ્યારે અન્ય 10 જિલ્લામાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરી આકરી ગરમીની આગાહી કરી છે. આજે પણ રાજ્યમાં ગરમીનો પારો 40ને પાર થઈ 45 સુધી જવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આજે બહાર નીકળતા પહેલાં ચેતજો કારણ કે ગુજરાતમાં બપોરે બારથી ત્રણના સમયમાં ધગધગતી ભઠ્ઠી જેવી ગરમી પડી શકે છે. સોમવારે (7 એપ્રિલે) 10 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. તમામ સેન્ટરો પર સામાન્ય કરતાં 1 થી 5 ડિગ્રી વધારો થયો હતો. આજે વિવિધ શહેરમાં મહત્તમ તાપમાની આગાહી સોમવારે 44.2 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ અગનભઠ્ઠી બન્યું હતું
રાજ્યમાં હીટવેવની આગાહી વચ્ચે આજ પણ કચ્છ-સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં સોમવારે આકાશમાંથી જાણે આગ વરસી હતી. રાજકોટ શહેરમાં 44.2 ડિગ્રીએ તાપમાનનો પારો પહોંચતા લોકો અકળાયા હતા. તે સિવાય 10 સેન્ટર પર ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. 7 એપ્રિલે વિવિધ શહેરોમાં નોંધાયેલું મહત્તમ તાપમાન તમામ સેન્ટરો પર સામાન્ય કરતા 1 થી 5 ડિગ્રી વધુ તાપમાન
રાજ્યમાં હાલ આકરી ગરમી પડી રહી છે. હવામાન વિભાગ દ્વારા સોમવારે (7 એપ્રિલે) સાંજે જાહેર કરેલા આંકડા મુજબ તમામ સેન્ટરો પર સામાન્ય કરતાં 1 થી 5 ડિગ્રી વધુ તાપમાન નોંધાયું હતું. રાજકોટની વાત કરીએ તો, રાજકોટમાં સામાન્ય કરતાં 5.2 ડિગ્રી વધુ તાપમાન નોંધાતા હીટવેવની અસર વર્તાઈ હતી. અમદાવાદમાં 10 દિવસમાં હીટસ્ટ્રોક સહિત 232 કેસ નોંધાયા શહેરમાં સતત બીજા દિવસે ગરમીનો પારો 43 ડિગ્રી રહ્યો હતો. ગરમીને કારણે છેલ્લા 10 દિવસમાં 108ને હીટસ્ટ્રોક ડિહાઈડ્રેશન, હાઈગ્રીડ ફીવર, ઝાડા-ઊલટી અને પેટમાં દુખાવાના 232 કોલ મળ્યા હતા. ગત વર્ષની સરખામણીએ ગરમી 11 દિવસ વહેલી 43 ડિગ્રીએ પહોંચી ગઈ છે. રાજકોટમાં બપોરે ટ્રાફિક સિગ્નલો બંધ, સરકારી શાળાનો સમયે સવારનો કરાયો
રાજકોટમાં આજે ઉનાળાની સિઝનનું રેકોર્ડ બ્રેક 44.2 ડિગ્રી તાપમાન નોંધાતા આકાશમાંથી જાણે અગનજ્વાળા વરસી રહી હોય તેવો અનુભવ શહેરીજનો કરી રહ્યા છે ત્યારે હીટવેવને લઈને આજે કલેક્ટરની અધ્યક્ષતામાં ડિસ્ટ્રિક્ટ હીટ ફોર્સ કમિટીની બેઠક યોજાઇ હતી. જેમાં બપોરે તમામ ટ્રાફિક સિગ્નલો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જ્યારે શાળાઓનો સમય સવારની પાળીનો રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે એટલે કે બપોરની પાળીમાં ચાલતી શાળાઓનો સમય સવારનો કરવા નિર્ણય લેવાયો છે. જ્યારે જાહેર સ્થળોએ લોકો માટે ઓઆરએસ અને છાશ વિતરણ કેન્દ્ર શરૂ કરવા માટે નિર્દેશ કરાયો છે. સુરતની સ્મીમેર હોસ્પિટલમાં દર્દીઓ માટે એકસ્ટ્રા પંખાની વ્યવસ્થા કરવામાં આવી
સુરત શહેરમાં હાલમાં ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી હોવાથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. આ પરિસ્થિતિઓ અને હીટવેવની સંભાવનાઓ ધ્યાને રાખીને સુરત મહાનગર પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ તંત્ર દ્વારા દર્દીઓ અને તેમના સંબંધીઓને કોઈ તક્લીફ નહીં પડે તે માટે એરકૂલરો અને એક્સ્ટ્રા પંખાઓ મૂકીને અલાયદી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. લૂ કે હીટવેવ શું છે?
જવાબ- IMD (ભારત હવામાન વિભાગ) અનુસાર, જ્યારે મેદાની વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ અને પહાડી વિસ્તારોમાં તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે છે, ત્યારે ગરમ હવા ફૂંકાવા લાગે છે. જો કોઈપણ વિસ્તારમાં તાપમાન 47 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે છે, તો તેને હીટવેવની ખતરનાક શ્રેણી માનવામાં આવે છે. હીટ સ્ટ્રોકનું કારણ શું છે?
આપણા શરીરનું સામાન્ય તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ છે. પરંતુ ઉનાળા દરમિયાન આસપાસના વાતાવરણનું તાપમાન 40 થી 45 ડિગ્રી સુધી પહોંચી જાય છે. આવી સ્થિતિમાં જ્યારે આપણે તીવ્ર સૂર્યપ્રકાશ અથવા ગરમ હવામાં બહાર જઈએ છીએ, ત્યારે આસપાસનું વાતાવરણ આપણા શરીરનું તાપમાન વધારી દે છે. જ્યારે આપણા શરીરનું તાપમાન સામાન્ય શરીરના તાપમાન એટલે કે 37 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધી જાય છે, ત્યારે આ સ્થિતિને હીટ સ્ટ્રોક કહેવામાં આવે છે. હીટ સ્ટ્રોકના કિસ્સામાં કયા પ્રકારના ઘરગથ્થુ ઉપચાર કરી શકાય?
હીટ સ્ટ્રોકના કિસ્સામાં, સૌ પ્રથમ શરીરના વધેલા તાપમાનને કંટ્રોલ કરવાની અને ડિહાઇડ્રેશન દૂર કરવાની જરૂર છે. આવી સ્થિતિમાં આ ઉપાયો અપનાવી શકાય છે. જેમ કે- જો કોઈ વ્યક્તિ માનસિક સમસ્યાઓથી પીડિત હોય, જેમ કે સ્ટટરિંગ, બેભાન થવું અથવા માનસિક ધ્રુજારી. આ સ્થિતિ ખતરનાક લેવલના હીટ સ્ટ્રોકની છે. આવી સ્થિતિમાં દર્દીને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવો જોઈએ. કારણ કે આમાં શરીરનાં અંગોને નુકસાન થવાનું જોખમ રહેલું છે. વ્યક્તિએ પોતાની જાતે કોઈપણ પ્રકારની સારવાર ન કરવી જોઈએ. કારણ કે આવી સ્થિતિમાં થોડી બેદરકારી પણ દર્દીના મૃત્યુનું કારણ બની શકે છે. હીટ સ્ટ્રોકથી બચવા માટે કેવા પ્રકારની સાવચેતી રાખવી જોઈએ? હીટ સ્ટ્રોકથી બચવા માટે કેવો આહાર હોવો જોઈએ?
નિષ્ણાત તબીબના જણાવ્યા મુજબ, હીટ સ્ટ્રોકથી બચવા માટે ઘરની બહાર નીકળતા પહેલાં કંઈક ખાઓ. દાદા અને દાદી કહે છે કે ઘરની બહાર ક્યારેય ખાલી પેટ ન નીકળવું જોઈએ, તેની પાછળ વિજ્ઞાન છે. જ્યારે તમે ખાલી પેટે બહાર જાઓ છો, ત્યારે તમે ઝડપથી થાકી જાઓ છો અને ઇલેક્ટ્રોલાઇટ્સ ગુમાવો છો, જે ડિહાઇડ્રેશનનું કારણ બને છે. ગરમી અને સનસ્ટ્રોકથી બચવા માટે તમે નારિયેળ પાણી પી શકો છો. આ ઉપરાંત, તડકામાંથી આવ્યા પછી અથવા વધુ પડતો પરસેવો આવ્યા પછી તરત જ ઠંડું પાણી પીવું જોઈએ નહીં. ઉનાળામાં પાણીમાં લીંબુ અને મીઠું ભેળવીને દિવસમાં બે-ત્રણ વાર પીવું જોઈએ. આ હીટ સ્ટ્રોકનું જોખમ ઘટાડે છે. જે લોકો હીટ સ્ટ્રોકથી પરેશાન છે તેઓ માટે જવનો લોટ અને ડુંગળી પીસીને પેસ્ટ બનાવો અને તેને શરીર પર લગાવો, તેનાથી તેમને ઘણી રાહત થશે. તડકામાંથી બહાર આવ્યા પછી ડુંગળીનો થોડો રસ મધમાં ભેળવીને ચાટવાથી હીટ સ્ટ્રોકનું જોખમ ઓછું થાય છે. ઉનાળાની ઋતુમાં જમ્યા પછી ગોળ ખાવાથી હીટ સ્ટ્રોકનું જોખમ પણ ઓછું થઈ જાય છે. ઉનાળામાં હળવો ખોરાક લેવો જોઈએ અને ડાયટમાં દહીંનો સમાવેશ કરવો જોઈએ.