થરાદ તાલુકાની નર્મદાની મુખ્ય કેનાલમાં જમડા પુલ નજીક એક અજાણ્યા યુવકનો મૃતદેહ તરતો મળી આવ્યો છે. રાહદારીઓએ મૃતદેહ જોયા બાદ તરત જ થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર ઓફિસર વિરમજી રાઠોડે માહિતી આપી હતી કે, કોલ મળતાં જ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢ્યો હતો. મૃતક યુવકના ગળામાંથી માત્ર માતાજીનો ફોટો મળ્યો છે. તેની ઓળખ થાય તેવા કોઈ અન્ય પુરાવા કે દસ્તાવેજ મળ્યા નથી. ફાયર વિભાગે લોકોને અપીલ કરી છે કે જો કોઈ આ યુવકને ઓળખતું હોય તો તેના પરિવારજનોને જાણ કરવા વિનંતી છે. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.