સુરતના સચિન કપલેથા ચેકપોસ્ટ ખાતેથી ચાર મહિના પહેલા ત્રણ આરોપીઓની 55.48 લાખના એમડી ડ્રગ્સ સાથે ધરપકડ કરવામાં આવી હતી. આ ડ્રગ્સ અલ્ફાઝ ઉર્ફે ભુરીયો ઈકબાલ ગુંડલીયાએ મંગાવ્યો હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસ અલ્ફાઝને શોધી રહી હોવાથી આરોપી પોલીસથી ભાગતો ફરી રહ્યો હતો. દુબઈ, સાઉથ આફ્રિકા, મુંબઈ, અમદાવાદ અને ત્યારબાદ ધોરાજી પોતાના માસીના ઘરે બે મહિનાથી છુપાઈને રહેતો હતો. આ અંગે સુરત એસઓજી પોલીસને બાતમી મળતા અલ્ફાઝની ધોરાજી ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, અલ્ફાજ પોલીસથી બચવા માટે કોઈપણ જગ્યાએ હોટલમાં રોકાતો ન હતો અને દરગાહમાં રહેતો હતો. 55.48 લાખનું MD ડ્રગ્સ અને અન્ય મુદ્દામાલ કબજે કર્યો હતો
મળતી માહિતી પ્રમાણે, સુરત શહેર ક્રાઈમ બ્રાંચ દ્વારા ગઈ તા.26/11/2024ના રોજ સચીન કપ્લેથા ચેકપોસ્ટ જાહેર રોડ ઉપરથી આરોપીઓ ઈરફાનખાન મોહમદખાન પઠાણ (રહે.સૈયદપુરા સુરત) મો.તોસીફ ઉર્ફે તૌસીફ કોકો મોહમદરફીક શા (રહે.ભરીમાતા રોડ ચોકબજાર સુરત) અને અસફાક ઈર્ષાદ કુરેશી (રહે.ખ્વાજા દાનાની દરગાહ પાસે અઠવા સુરત)ને 55.48 લાખના 554.82 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ અને અન્ય મુદ્દામાલ કબ્જે કરી તમામ આરોપીઓ વિરૂદ્ધમાં ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ધોરાજી ખાતે છેલ્લા બે મહિનાથી છુપાઈને રહેતો હતો
આ ગુનામાં કબ્જે કરવામાં આવેલો ડ્રગ્સનો જથ્થો અલફાઝે મંગાવેલો હોવાથી પોલીસ તેને શોધતી હોવાથી પોતે દુબઈ ખાતે ભાગી ગયો હતો. ત્યાંથી સાઉથ આફ્રીકાના ઇથોપિયા દેશમાં ગયેલો જ્યાં થોડા દિવસ રોકાયા બાદ ત્યાંથી મુંબઈ આવી ડોંગરી વિસ્તારમાં આવેલી હજી અબ્દુલ રહેમાન શા બાબ દરગાહ ખાતે રોકાયો હતો. બાદમાં ત્યાંથી પણ ભાગી આવી અમદાવાદ ખાતે શાહ-એ-આલમ દરગાહમાં રોકાયેલો અને ત્યારબાદ તેના માસીના ઘરે ધોરાજી ખાતે છેલ્લા બે મહિનાથી છુપાઈને રહેતો હતો. પોલીસ ટ્રેક કરી ન શકે તે માટે મોબાઈલ ફોનનો ઉપયોગ પણ કરતો ન હતો. પોલીસથી બચવા ચારેક મહિનામાં આશરે 7676 કિ.મી.નો પ્રવાસ કર્યો
કોઈ હોટલમાં રોકાય તો ત્યાં આઈડી પ્રૂફ આપવું પડે તો તેના આધારે પોલીસ તેને શોધી કાઢે તે માટે તે અલગ અલગ વિસ્તારમાં આવેલા દરગાહોમાં રોકાતો હતો. આરોપીએ ગુનો બન્યા બાદ પોલીસથી બચવા માટે છેલ્લા ચારેક મહિનામાં આશરે 7676 કિ.મી.નો પ્રવાસ કરી ધોરાજી ખાતે પહોંચ્યો હતો. આરોપી દુબઈ નાસી ગયો હોવાની જાણ થયા બાદ આરોપી ભારત આવે ત્યારે તેને દબોચી લેવા એસ.ઓ.જી.ને સૂચના આપી હતી. પોલીસે આરોપીને માસીના ઘરેથી ઉંઘતો દબોચ્યો
એસ.ઓ.જી. ના ASI જલુભાઈ મગનભાઈ અને HC રામજીભાઈ મોહનભાઈને આરોપી અલફાઝ ઉપર હ્યુમન સોર્સીસ અને ટેક્નીકલ સર્વેલન્સ આધારે સતત વોચ રાખી રહ્યા હતા. દરમિયાન આરોપી રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે આવેલો હોવાની હકીકત મળી હતી. જેના આધારે SOGની ટીમ તુરંત જ ધોરાજી ખાતે પહોંચી ગઈ હતી. ધોરાજી તાલુકાના ASPના નાસતા ફરતા સ્કોડની મદદ લઈ આરોપી અલ્ફાઝ ઉર્ફે ભુરીયો ઈકબાલ ગુંડલીયા (રહે.ફ્લેટ નં.101 અમન એપાર્ટ. નગરદાસની વાડી તાંતવાડ, શાહપુર લાલગેટ, સુરત)ને તેના સંબંધીના ઘરેથી ઊંઘતો દબોચી લીધો હતો. આરોપી વિરૂદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ અર્થે ડી.સી.બી. પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યો હતો.