back to top
Homeભારતબ્રહ્માકુમારીનાં મુખ્ય પ્રશાસક દાદી રતન મોહિનીનું નિધન:101 વર્ષની ઉંમરે અમદાવાદની હોસ્પિટલમાં અંતિમ...

બ્રહ્માકુમારીનાં મુખ્ય પ્રશાસક દાદી રતન મોહિનીનું નિધન:101 વર્ષની ઉંમરે અમદાવાદની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા; 2 દિવસ પછી 10 એપ્રિલે અંતિમ વિદાય અપાશે

બ્રહ્માકુમારી સંસ્થા (આબુ રોડ)ના મુખ્ય વહીવટકર્તા 101 વર્ષના દાદી રતન મોહિનીનું સોમવારે રાત્રે 1.20 વાગ્યે અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં અવસાન થયું. સંસ્થાના પીઆરઓ બીકે કોમલે જણાવ્યું હતું કે દાદીના પાર્થિવ શરીરને મંગળવારે અમદાવાદથી આબુ રોડ સ્થિત બ્રહ્માકુમારી સંસ્થાના આંતરરાષ્ટ્રીય મુખ્યાલયમાં લાવવામાં આવશે. બધા જ ભાઈઓ-બહેનો દાદીજીના પાર્થિવ દેહના દર્શન કરી શકે તે માટે તેમના પાર્થિવ દેહને 2 દિવસ માટે શાંતિવનમાં રાખવામાં આવશે. તારીખ 10 એપ્રિલ 2025, ગુરુવારે સવારે 10 વાગ્યે તેમને અંતિમ વિદાય આપવામાં આવશે. તેઓ 13 વર્ષની ઉંમરે સંસ્થામાં જોડાયાં હતાં દાદીનો જન્મ 25 માર્ચ 1925ના રોજ હૈદરાબાદ, સિંધ (હાલના પાકિસ્તાન)માં થયો હતો. તેમનું નામ લક્ષ્મી હતું. માત્ર 13 વર્ષની ઉંમરે તેઓ બ્રહ્માકુમારી સંસ્થાના સંપર્કમાં આવ્યાં. બાળપણથી જ આધ્યાત્મિકતામાં રસ ધરાવતા દાદીએ સંસ્થાની સ્થાપનામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. દાદીજીનું પદ:
1. મુખ્ય સંચાલક, પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય 2. ગવર્નિંગ મેમ્બર મેનેજિંગ કમિટી, રાજયોગ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર, વર્લ્ડ રિન્યુઝ સ્પિરિચ્યુઅલ ટ્રસ્ટ અને બ્રહ્માકુમારીઝ એજ્યુકેશનલ સોસાયટી 3. યુવા વિભાગના અધ્યક્ષ, રાજયોગ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન 4. ડિરેક્ટર, પર્સનલ એડમિનિસ્ટ્રેશન વિભાગ, બ્રહ્માકુમારી 5. ડિરેક્ટર, બ્રહ્માકુમારી ટિચર્સ ટ્રેનિંગ કાર્યક્રમ, ભારત 70 હજાર કિલોમીટરથી વધુ પગપાળા મુસાફરી કરી દાદી રતન મોહિની તેમના જીવનના છેલ્લા દિવસો સુધી સક્રિય રહ્યાં. તેઓ બ્રહ્મમુહૂર્ત દરમિયાન દરરોજ સવારે 3.30 વાગ્યે ઊઠતાં અને રાત્રે 10 વાગ્યા સુધી દૈવી સેવાઓમાં વ્યસ્ત રહેતાં હતાં. તેમણે ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યોનો પ્રચાર કરવા માટે અનેક પદયાત્રાઓ કરી. 1985માં તેમણે 13 ટ્રેકિંગ કર્યા અને 2006માં તેમણે 31 હજાર કિલોમીટરની યાત્રા પૂર્ણ કરી. કુલ મળીને તે 70 હજાર કિલોમીટરથી વધુ ચાલ્યાં. સંસ્થામાં બહેનોની તાલીમ અને નિયુક્તિનો કાર્યભાર પણ સંભાળ્યો સ્વ. રાજયોગિની દાદી રતન મોહિનીએ સંસ્થામાં આવતી બહેનોની તાલીમ અને નિમણૂકનો હવાલો પણ સંભાળ્યો. બ્રહ્માકુમારી સંસ્થામાં સમર્પિત થતાં પહેલાં યુવાન બહેનોને દાદીના માર્ગદર્શન હેઠળ તાલીમ આપવામાં આવી હતી. આ પછી જ તેઓ “બ્રહ્મકુમારી” કહેવાતાં હતાં. તેમણે દેશભરનાં 4600 સેવાકેન્દ્રોમાંથી 46 હજારથી વધુ બહેનોને તાલીમ આપી. આ ઉપરાંત તે યુવા વિભાગના રાષ્ટ્રીય પ્રમુખ પણ રહી ચૂક્યાં છે. દાદી ખાસ કરીને યુવાનોમાં માનવીય મૂલ્યો કેળવતા અને તેમને વધુ સારું જીવન જીવવા માટે પ્રેરણા આપતાં. દાદીનાં 100 વર્ષ પૂરાં થવા પર આબુમાં પાચ દિવસીય શતાબ્દી મહોત્સવ યોજાયો હતો ડો. દાદી રતન મોહિનીજીનાં 100 વર્ષ 25 માર્ચ 2024ના રોજ પૂર્ણ થયાં હતાં. ત્યારે 5 દિવસનો વૈશ્વિક શતાબ્દી મહોત્સવ આબુ શાંતિવન ખાતે યોજાયો હતો. જેમાં વિશ્વના 70 દેશોના 25000 વિવિધ ક્ષેત્રના મહાનુભાવોએ ભાગ લીધો હતો. સર્વ સેવાકાર્ય સાથે બ્રહ્માકુમારીનું નેતૃત્વ સંભાળી રહ્યાં હતાં, સતત આદિ સનાતન ધર્મની સ્થાપના વિશ્વ શાંતિ સદભાવ માટે નિઃસ્વાર્થ સેવા કરતાં દાદીજીને અનેક વૈશ્વિક સન્માનથી નવાજવામાં આવ્યાં હતાં. દાદી રતન મોહિનીના ફોટોઝ… મુખ્યમંત્રીએ પણ દુઃખ વ્યક્ત કર્યું

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments