back to top
Homeગુજરાતરાહુલ, સોનિયા અને પ્રિયંકા ગાંધી આજથી બે દિવસ અમદાવાદમાં:80 નેતાઓ સાથે બે...

રાહુલ, સોનિયા અને પ્રિયંકા ગાંધી આજથી બે દિવસ અમદાવાદમાં:80 નેતાઓ સાથે બે ચાર્ટર્ડ પ્લેનમાં આવશે, CWCની બેઠકમાં હાજરી આપ્યા બાદ સાંજે સાબરમતી આશ્રમ જશે

64 વર્ષ બાદ ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળવા જઈ રહ્યું છે. અમદાવાદમાં યોજાઈ રહેલા રાષ્ટ્રીય અધિવેશન અને CWC (કોંગ્રેસ વર્કીંગ કમિટી)ની બેઠકમાં હાજરી આપવા માટે દેશભરના કોંગ્રેસીઓ ગુજરાત પહોંચ્યા છે. સોનિયા, રાહુલ અને પ્રિયંકા ગાંધી પણ કોંગ્રેસના અન્ય ટોંચના નેતાઓ સાથે આજે બે ચાર્ટર્ડ પ્લેનમાં અમદાવાદ આવી પહોંચશે. તેઓ એરપોર્ટથી હયાત હોટલ પર અને ત્યાંથી સરદાર સ્મારક ખાતે યોજાનારી CWCની બેઠકમાં હાજરી આપશે. સોનિયા, રાહુલ અને પ્રિયંકા ગાંધીના સ્વાગત માટે અમદાવાદ એરપોર્ટથી લઈ કાર્યક્રમ સ્થળ સુધી સ્વાગતની જોરદાર તૈયારી કરવામાં આવી છે. એરપોર્ટથી હોટલ અને હોટલથી કાર્યક્રમ સ્થળ સુધી સ્વાગત માટે સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા છે. સવારે 11:30 વાગ્યે CWC સરદાર પટેલ સ્મારક ખાતે યોજાશે
8 એપ્રિલે સવારે 11:30 વાગ્યે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા સરદાર પટેલ સ્મારક ખાતે CWCની બેઠક યોજાશે. જેમાં અલગ અલગ રાજ્યોના પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ, CWCના સભ્યો, વિધાયક દળના નેતા, CLP નેતા આવશે. સાંજે 6 વાગે ગાંધી આશ્રમમાં પ્રાર્થના સભા મળશે. ત્યારબાદ સાંજે 7 વાગે અમદાવાદ રિવરફ્રન્ટ પર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગુજરાતની પરંપરાને ઉજાગર કરવામાં આવશે. નેતાઓના રહેવા માટે અલગ અલગ હોટલમાં રૂમ બુક કરાયા
દેશભરમાંથી ગુજરાતમાં પધારેલા કોંગ્રેસીઓના રોકાણ માટે 35 હોટલમાં રૂમો બુક કરાયા છે. 35 હોટલો પૈકી આશ્રમ રોડની હયાત હોટલમાં 150 રૂમ બુક કરાવ્યા છે. જ્યારે વસ્ત્રાપુરની હયાત હોટલમાં 75 રૂમ બુક છે, ITC નર્મદામાં 105 રૂમ બુક છે. આ ઉપરાંત એસ. જી. હાઈવેની તાજ, વિવાંતા હોટલમાં 100 રૂમો બુક કરાવ્યા છે. 9 એપ્રિલે સવારે 9:30 વાગ્યે અધિવેશનની બેઠક થશે
9 એપ્રિલે સવારે 9:30 વાગ્યે અધિવેશનની બેઠક થશે. સૌપ્રથમ ફ્લેગ હોસ્ટિંગ થશે, ત્યારબાદ એજન્ડા પર ચર્ચા થશે. એક બાદ એક ઠરાવ પર ચર્ચા થશે. જે નેતાને વિષય પર અભિપ્રાય આપવો હોય તે ચિઠ્ઠી મોકલીને મોકલશે તો તેને તક આપવામાં આવશે. કોંગ્રેસમાં પણ GHIBLI ફીવર છવાયો
સોશિયલ મીડિયા પર હાલ GHIBLI ફીવર છવાયેલો છે. ત્યારે ગુજરાત પધારી રહેલા કોંગ્રેસના ટોંચના નેતાઓને આવકારવા માટે ઠેર ઠેર લગાવવામાં આવેલા પોસ્ટરમાં પણ GHIBLI ઈમેજની ઝલક જોવા મળી હતી. 1500થી વધુ પોલીસ અધિકારી અને કર્મચારીઓ બંદોબસ્તમાં રહેશે
દેશભરમાંથી કોંગ્રેસના ટોંચના નેતાઓ ગુજરાતના મહેમાન બન્યા છે. ગુજરાતમાં CWCની બેઠક અને રાષ્ટ્રીય અધિવેશનના કાર્યક્રમને લઈ પોલીસે પણ એકશન પ્લાન તૈયાર કર્યો છે. બે દિવસીય કાર્યક્રમ માટે બંદોબસ્તમાં 8 DCP, 20 ACP, 60 PI, 120 PSI, 1200 પોલીસ કર્મચારી, 250 મહિલા પોલીસકર્મી અને 2 SRPની ટુકડી હાજર રહેશે. જ્યારે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને તેમને મળેલી સિક્યુરિટી પ્રમાણે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. શહેરમાં કોંગ્રેસના મોટા નેતા આવ્યા હોવાથી પ્રોટોકોલ પ્રમાણે તમામને એસ્કોર્ટ અને અન્ય વ્યવસ્થા પણ પોલીસ દ્વારા કરવામાં આવી છે. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોઈ જગ્યાએ ડાયવર્ઝન આપવામાં આવ્યું નથી. નવમી તારીખે અમદાવાદના રિવરફ્રન્ટ પર કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવાનું છે. આ ઉપરાંત બુધવારે અમદાવાદમાં IPLની મેચ પણ હોય પોલીસ દ્વારા તેને લઈ પણ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments