સંગીતકાર વિશાલ દદલાણીએ ‘ઇન્ડિયન આઇડલ’ શો છોડવાનો નિર્ણય લીધો છે. તેણે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી. તેણે કહ્યું કે હવે તે પોતાના કામ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે. ખરેખર, ‘ઇન્ડિયન આઇડલ 15’નો ફિનાલે 7 એપ્રિલે થયો હતો. આ દરમિયાન વિશાલ દદલાણીએ શ્રેયા ઘોષાલ અને બાદશાહ સાથેનો એક વીડિયો શેર કર્યો હતો. તેના કેપ્શનમાં તેણે લખ્યું છે કે તે ફરીથી સંગીત બનાવવા અને કોન્સર્ટ કરવા માગે છે, તે વર્ષના 6 મહિના મુંબઈમાં રહી શકતો નથી. આ શોને કારણે હક કરતાં વધુ પ્રેમ મળ્યો છે. આ શોમાં શામેલ દરેકનો હંમેશા આભારી રહીશ. મને આશા છે કે આ શો મને એટલો જ યાદ કરશે જેટલો હું તેને યાદ કરું છું. હું સાચ્ચે જ ફક્ત એટલા માટે જ જઈ રહ્યો છું કારણ કે મને મારો સમય પાછો જોઈએ છે. હું દર વર્ષે છ મહિના મુંબઈમાં રહી શકતો નથી.’ આ સિવાય વિશાલે શ્રેયા ઘોષાલ, બાદશાહ, આદિ, આરાધના, ચિત્રા, આનંદ જી, સોનલ, પ્રતિભા, સાહિલ, સલોની, મુસ્કાન અને સમગ્ર પ્રોડક્શન ક્રૂનો પણ આભાર માન્યો છે. વિશાલે સતત 6 સિઝન સુધી જજ તરીકે સેવા આપી હતી.
વિશાલ દદલાણીએ સિઝન 10 થી સિઝન 15 સુધી ઈન્ડિયન આઈડોલને જજ કર્યો હતો. આ પહેલા તેઓ ઈન્ડિયન આઈડોલ જુનિયર સિઝન 1 અને 2 ને પણ જજ કરી ચૂક્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિશાલને શોને જજ કરવા માટે પ્રતિ એપિસોડ 4.5 લાખ રૂપિયા મળતા હતા.