back to top
Homeગુજરાતઅમદાવાદમાં ગુજરાતે જીતનો ચોગ્ગો ફટકાર્યો:રાજસ્થાનને હરાવી ટીમ ટેબલ ટૉપર બની, 58 રનથી...

અમદાવાદમાં ગુજરાતે જીતનો ચોગ્ગો ફટકાર્યો:રાજસ્થાનને હરાવી ટીમ ટેબલ ટૉપર બની, 58 રનથી જીતી; સુદર્શને 82 રનની ઇનિંગ રમી

IPLની 23મી મેચમાં ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને 58 રને હરાવ્યું. રાજસ્થાને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટૉસ જીતીને પહેલા બોલિંગ કરવાનું પસંદ કર્યું. ગુજરાતે 6 વિકેટ ગુમાવીને 217 રન બનાવ્યા. જવાબમાં, રાજસ્થાન રોયલ્સ ટીમ 159 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. આ સીઝનમાં સતત ચોથી જીત સાથે ગુજરાત ટેબલ ટૉપર બની ગઈ છે. ગુજરાત તરફથી સાઈ સુદર્શને 82 રનની ઇનિંગ રમી. જોસ બટલર અને શાહરૂખ ખાને 36-36 રન બનાવ્યા. બોલિંગમાં પ્રસિદ્ધ ક્રિષ્નાએ 3 વિકેટ ઝડપી હતી. સાઈ કિશોર અને રાશિદ ખાને 2-2 વિકેટ લીધી. રાજસ્થાન તરફથી મહિશ થિક્સાનાએ અને તુષાર દેશપાંડેએ 2-2 વિકેટ લીધી. કેપ્ટન સંજુ સેમસને 41 રન બનાવ્યા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments