વૈશ્વિક અને સ્થાનિક પરિબળોના પગલે ભારતીય શેરબજાર ભારે વોલેટાઈલ બન્યું છે. અમેરિકાએ ચાઈના પર વધુ ટેરિફ લાદતાં અને હજુ 50% ટેરિફ લાદવાની ચેતવણી આપતાં વૈશ્વિક સ્તરે ટ્રેડવૉરની ભીતિ અને અમેરિકામાં ફુગાવો વધવાની શક્યતાએ વૈશ્વિક બજારોમાં કડાકાની સ્થિતિ સામે સ્થાનિક સ્તરે આરબીઆઈ દ્વારા વ્યાજના દરમાં 25 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કરતાં ફુગાવામાં ઘટાડો અને વપરાશ માંગ વધવાના અંદાજ છતાં આજે ભારતીય શેરબજાર વૈશ્વિક સંકેતોની અસરે ઘટાડા સાથે બંધ રહ્યું હતું. કરન્સી માર્કેટની વાત કરીએ તો, ટ્રમ્પના ટેરિફ વૉરના કારણે રૂપિયો ડોલર સામે મજબૂત બન્યો હતો, જો કે આજે વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ તથા બોન્ડ યીલ્ડ ઉંચકાતાં અને આરબીઆઈ દ્વારા રેપો રેટમાં ઘટાડો કરતાં રૂપિયો ડોલર સામે 30 પૈસા તૂટી 86.56 પર ટ્રેડ થઈ રહ્યો હતો, જયારે ક્રુડ ઓઈલના ભાવમાં નીચા મથાળેથી રીકવરી જોવા મળી હતી. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 0.73% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 1.08% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એફએમસીજી, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઓટો શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4030 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 2359 અને વધનારની સંખ્યા 1529 રહી હતી, 142 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 10 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 10 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં નેસ્લે ઇન્ડિયા 3.24%, હિન્દુસ્તાન યુનિલીવર 2.63%, ટાઈટન કંપની લિ. 1.66%, પાવર ગ્રીડ કોર્પોરેશન 1.56%, અલ્ટ્રાટેક સિમેન્ટ 1.03%, આઈટીસી લિ. 0.87%, એશિયન પેઈન્ટ 0.67%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 0.27% અને આઈસીઆઈસીઆઈ બેન્ક 0.14% વધ્યા હતા, જયારે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા 3.43%, ટેક મહિન્દ્ર 3.35%, લાર્સેન લિ. 3.23%, ટાટા સ્ટીલ 2.30%, સન ફાર્મા 2.18%, ઇન્ફોસિસ લિ. 1.76%, ઝોમેટો લિ. 1.74%, એચસીએલ ટેકનોલોજી 1.65% અને એકસિસ બેન્ક 1.47% ઘટ્યા હતા. નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ ⦁ નિફ્ટી ફ્યુચર બંધ :- ( 22479 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 22606 પોઈન્ટના પ્રથમ અને 22676 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે 22434 પોઈન્ટ થી 22373 પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં 22606 પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!! બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ
⦁ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 50468 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 50676 પોઈન્ટ પ્રથમ અને 50808 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે 50373 પોઈન્ટ થી 50232 પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં 50808 પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!
⦁ ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ
⦁ એચડીએફસી બેન્ક ( 1772 ) :- એચડીએફસી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.1744 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.1727 ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.1789 થી રૂ.1795 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.1808 ઉપર તેજી તરફી ધ્યાન…!!
⦁ હેવેલ્સ ઈન્ડિયા ( 1471 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1430 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1417 ના સપોર્ટથી આ સ્ટોક રૂ.1488 થી રૂ.1494 ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
⦁ ટાટા કોમ્યુનિકેશન્સ ( 1550 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.1594 આસપાસ વેચવાલી થકી રૂ.1523 થી રૂ.1508 ના નીચા મથાળે ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.1606 નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
⦁ એસબીઆઈ લાઈફ ( 1487 ) :- રૂ.1508 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.1523 ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.1470 થી રૂ.1434 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1530 ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!! બજારની ભાવિ દિશા…
મિત્રો, ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ વૉરની શરૂઆત કરતાં વૈશ્વિક શેરબજારોમાં ભારે કડાકો નોંધાયો છે ત્યારે આરબીઆઈએ મોનિટરી પોલિસીની મહત્ત્વપૂર્ણ બેઠકના અંતે રેપો રેટમાં 0.25 બેસિસ પોઇન્ટનો ઘટાડો કરી 6% સાથે મોટી રાહત આપી છે. એટલે કે હવે આવનારા દિવસોમાં લોન સસ્તી થશે અને ઈએમઆઈમાં પણ ઘટાડો નોંધાશે. ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે સતત બીજી વખત આરબીઆઈએ રેપો રેટમાં ઘટાડો કર્યો છે. અગાઉ નાણાકીય વર્ષ 2024-25ની ફેબ્રુઆરી માસની છેલ્લી ફાયનાન્શિયલ મીટિંગમાં આરબીઆઈએ રેપો રેટને 6.50% થી ઘટાડીને 6.25% કર્યો હતો. આ ઘટાડો લગભગ પાંચ વર્ષ બાદ કરવામાં આવ્યો હતો. રેપો રેટમાં ઘટાડો થતાં બેન્કો પણ હાઉસિંગ અને ઓટો જેવી લોન સામેના વ્યાજદરમાં ઘટાડો કરી શકે છે. જ્યારે વ્યાજદરો ઘટશે તો હાઉસિંગની ડિમાંડ વધશે અને મોટાભાગના લોકો રિયલ એસ્ટેટમાં રોકાણ કરવા પ્રોત્સાહિત થશે. આગામી દિવસોમાં કોર્પોરેટ ત્રિમાસિક પરિણામો પણ જાહેર થશે જેના પગલે માર્કેટમાં સ્ટોક સ્પેસિફિક સુધારો જોવા મળી શકે છે. જો કે, ચીન અને અમેરિકા વચ્ચે શરૂ થયેલું ટ્રેડવૉર ગંભીર સ્વરૂપ ધારણ કરે તેવી ભીતિ વર્તાઈ રહી છે, ઉપરાંત યુરોપના અન્ય દેશો પણ ટ્રેડવૉરમાં ભાગ લેવા સજ્જ બન્યા છે, ત્યારે દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે.