પંચમહાલ જિલ્લાની કાલોલ વિધાનસભા ક્ષેત્રમાં ભાજપના સક્રિય સદસ્યતા કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે વકફ બિલ અંગે એક નિવેદન આપ્યું છે, જે હાલ વાયરલ થઈ રહ્યું છે. તેમણે જણાવ્યું કે જો કોઈ જગ્યાએ મુસ્લિમો ચાર દિવસ સુધી નમાજ પઢે તો તે જમીન વકફ બોર્ડની થઈ જાય છે. નેહરુએ 123 સંપત્તિઓ વકફ બોર્ડને સોંપી, કોંગ્રેસનું કલ્ચર મુસ્લિમ તરફી
ચૌહાણે ઐતિહાસિક ઉદાહરણ આપતા કહ્યું કે નેહરુએ પોતાની સત્તા દરમિયાન 123 સંપત્તિઓ વકફ બોર્ડને સોંપી દીધી હતી. તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે વકફ બીલ આવ્યું તો સૌથી વધુ તકલીફ કોંગ્રેસને થઈ. કોંગ્રેસનું કલ્ચર મુસ્લિમ તરફી રહ્યું છે અને કોંગ્રેસે ક્યારેય હિંદુઓ માટે અવાજ ઉઠાવ્યો નથી. કોંગ્રેસે સરકારી ધનથી મસ્જિદો બનાવી
ધારાસભ્યએ આગળ જણાવ્યું કે કોંગ્રેસે પોતાના શાસનકાળ દરમિયાન ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને મહારાષ્ટ્રમાં સરકારી ધનથી લાખો મસ્જિદો બનાવી, પરંતુ એક પણ મંદિર માટે ઈંટ મૂકી નથી. તેમણે વર્તમાન સમયનો ઉલ્લેખ કરતા કહ્યું કે ભાજપ સરકારમાં કુંભ મેળાની સફળતા જોઈને કોંગ્રેસને લાગે છે કે હિંદુઓ જાગૃત થયા છે. ફતેસિંહ ચૌહાણનું આ નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે. તેમણે સ્થાનિક સ્તરનું ઉદાહરણ આપતા કહ્યું કે જે ગામમાં મીટિંગ યોજાઈ રહી છે, ત્યાંના તળાવની માલિકી પણ વકફ બોર્ડ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસનું મહાઅધિવેશન અમારી તાલુકા પંચાયતની મિટિંગ જેવું
ફતેસિંહ ચૌહાણે કહ્યું કે કોંગ્રેસના 100 જેટલા લોકો એસી ડોમમાં બેઠા બેઠા ચર્ચા કરે છે અને કહી રહ્યા છે કે કોંગ્રેસમાં પરિવર્તન આવવાનું છે. આટલા 100 લોકો તો અમારી એક તાલુકા પંચાયતની બેઠકમાં થઈ જાય છે. આટલી તાકાત ભારતીય જનતા પાર્ટીમાં છે.