અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાઈ રહ્યું છે, ત્યારે દેશભરમાંથી 2 હજારથી વધુ લોકો અધિવેશન માટે આવ્યા છે. બહારથી આવેલા ડેલિગેટ માટે અધિવેશનના સ્થળે જ જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. બે હજાર ડેલિગેટ આજે (9 એપ્રિલ, 2025) સાબરમતી રિવરફ્રન્ટ પર ઇટાલિયન, મેક્સિકન, ઇન્ડિયન સહિત 28 અલગ-અલગ વાનગીઓની જમશે. બપોરે 1 વાગ્યા બાદ અધિવેશનમાં બ્રેક પડશે. બ્રેક દરમિયાન બહારથી આવેલા ડેલિગેટ, અધિવેશનમાં ભાગ લેવા આવેલા કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો રિવરફ્રન્ટ પર અલગ-અલગ દેશની વાનગીઓ જમશે. આ વાનગીઓમાં ગુજરાતી વાનગી પણ છે. મહત્વનું છે કે, સવારની શરૂઆત પણ ફાફડા-જલેબી સહિતના ગુજરાતી નાસ્તાથી થઈ હતી. બપોરનું જમવાનું મેનુ ચાટ ખમણ ઇટાલિયન સૂપ ઇન્ડિયન સ્વીટ મેઇન પ્લેટ ડેઝર્ટ