back to top
Homeભારતજમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ:ઉધમપુરમાં એન્કાઉન્ટર ચાલુ, 2-3 આતંકવાદીઓ છુપાયા; સેનાનું...

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ:ઉધમપુરમાં એન્કાઉન્ટર ચાલુ, 2-3 આતંકવાદીઓ છુપાયા; સેનાનું સર્ચ ઓપરેશન

જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. રામનગર પોલીસ સ્ટેશન હેઠળના જોફર ગામમાં બે-ત્રણ આતંકવાદીઓ છુપાયેલા હોવાના અહેવાલ છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, જ્યારે એન્કાઉન્ટર શરૂ થયું ત્યારે જમ્મુ અને કાશ્મીર પોલીસ (JKP) અને અન્ય સુરક્ષા દળોની સંયુક્ત ટીમ સર્ચ ઓપરેશન ચલાવી રહી હતી. ઉધમપુર પોલીસે X પર જણાવ્યું, પોલીસ અને અન્ય સુરક્ષા દળો દ્વારા સર્ચ ઓપરેશન દરમિયાન ઉધમપુરના રામનગર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના જોફર ગામમાં ત્રણ આતંકવાદીઓ સાથે એન્કાઉન્ટર થયું છે.
ગોળીબાર ચાલુ છે. આ પહેલા 1 એપ્રિલના રોજ, સેનાએ જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા (LoC) પર 4-5 પાકિસ્તાની ઘુસણખોરોને ઠાર માર્યા હતા. આ ઘટના પૂંછમાં નિયંત્રણ રેખા (LoC) પર કૃષ્ણા ઘાટી સેક્ટરના આગળના વિસ્તારમાં બની હતી. 1 એપ્રિલના રોજ પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામનો ભંગ કરવામાં આવ્યો હતો 1 એપ્રિલના રોજ, LoC નજીક આવેલા વિસ્તારમાં 2 માઈન બ્લાસ્ટ થયા હતા અને પાકિસ્તાન તરફથી પણ ગોળીબાર કરવામાં આવ્યો હતો. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ દરમિયાન આતંકવાદીઓએ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો. ભારતીય સેનાએ ગોળીબાર કરીને જવાબી કાર્યવાહી કરી હતી. જેમાં 4 થી 5 ઘુસણખોરો માર્યા ગયા હતા. કઠુઆમાં 15 દિવસમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે 3 એન્કાઉન્ટર છેલ્લા 11 દિવસમાં કઠુઆમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ત્રણ એન્કાઉન્ટર થયા છે. પહેલું એન્કાઉન્ટર 23 માર્ચે હીરાનગર સેક્ટરમાં થયું હતું. સુરક્ષા દળોને જૈશ-એ-મોહમ્મદના પ્રોક્સી સંગઠન પીપલ્સ એન્ટી ફાસીસ્ટ ફ્રન્ટના પાંચ આતંકવાદીઓની હાજરીની માહિતી મળી હતી, પરંતુ તેઓ ભાગી જવામાં સફળ રહ્યા. બીજું એન્કાઉન્ટર 28 માર્ચે થયું હતું. જેમાં 2 આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ દરમિયાન સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ના ચાર જવાનો, તારિક અહેમદ, જસવંત સિંહ, જગબીર સિંહ અને બલવિંદર સિંહ શહીદ થયા. 28 માર્ચ: એન્કાઉન્ટરમાં 2 આતંકવાદીઓ માર્યા ગયા, 4 જવાન પણ શહીદ થયા સુરક્ષા દળો આતંકવાદીઓ પર નજર રાખી રહ્યા છે કઠુઆ જિલ્લાના સનયાલ વિસ્તારમાં 24 માર્ચે ઓપરેશન શરૂ થયા બાદ ત્રણ એન્કાઉન્ટર પછી, પોલીસ અને સુરક્ષા દળો છેલ્લા 17 દિવસથી એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં જઈ રહેલા આતંકવાદીઓ પર નજર રાખી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments