રાજ્યની દરેક હોસ્પિટલમાં દવાનો જથ્થો ઉપલબ્ધ કરવાથી લઈ દર્દીને ચોક્કસ દવાઓ મળે તે માટે ફાર્માસિસ્ટની ચાવીરૂપ ભૂમિકા હોય છે, પરંતુ છેલ્લાં 13 વર્ષથી વધુ સમયથી સરકાર દ્વારા ફાર્માસિસ્ટની ભરતી જ કરી નથી, જેને કારણે રાજ્યના આરોગ્ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ વિભાગમાં જુનિયરથી લઇને ચીફ ફાર્માસિસ્ટની મંજૂર થયેલી 1266માંથી 738 જગ્યાઓ ખાલી હોવાની સાથે સિનિયર-ચીફ ફાર્માસિસ્ટને પ્રમોશન આપવાને બદલે કોન્ટ્રાક્ટના ફાર્માસિસ્ટથી કામ ચલાવાતું હોવાથી હોસ્પિટલોમાં દવાઓ અને સાધનો અછત સર્જાવાના વારંવાર ફરિયાદો ઊઠતી હોય છે. આ અંગે ગુજરાત રાજ્ય ફાર્માસીસ્ટ મંડળ દ્વારા આરોગ્ય કમિશ્નરથી લઇને આરોગ્ય મંત્રી સુધી રજુઆતો કરવા છતાં કોઇ જ પગલાં લેવાતાં નથી. રાજ્ય સરકાર દ્વારા રાજ્યના વિવિધ પ્રાથમિક અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, હોસ્પિટલો અને મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલોમાં સારવાર માટે આવતાં દર્દીને દવાઓમળી રહે તે માટે જુનિયરથી લઇને ચીફ ફાર્માસિસ્ટની કુલ 1236 જેટલી જગ્યાઓ મંજૂર કરાયેલી છે, પરંતુ 13 વર્ષથી ભરતી જ થઈ નથી, જેને કારણે હાલમાં રાજ્યના આરોગ્ય, તબીબી સેવા તેમજ તબીબી શિક્ષણ અને સંશોધન વિભાગોમાં જુનિયરથી ચીફ ફાર્માસિસ્ટની 738 જગ્યાઓખાલી છે. રાજ્યમાં સૌથી વધુ ચીફ ફાર્માસિસ્ટની 26માંથી 23 જગ્યા ખાલી છે અને તબીબી શિક્ષણ-સંશોધન વિભાગમાં એક પણ ચીફ ફાર્માસીસ્ટ નથી. સરકાર દ્વારા ફાર્માસિસ્ટની ભરતી કરવાને બદલે રૂ. 12થી 15 હજારમાં કોન્ટ્રાક્ટ પર ફાર્માસિસ્ટ રાખે છે, ઓછો પગાર હોવાથી નાના સેન્ટરોમાં આવેલાં પીએચસી અને સીએચસી સેન્ટરમાં ફાર્માસિસ્ટ મળતા નથી. જગ્યાઓખાલી હોવાથી સિનીયર ફાર્માસિસ્ટને એકથી વધુ જગ્યાના ચાર્જ સોંપાયો છે. જેથી મોટી હોસ્પિટલોમાં સિનિયર અને ચીફ બંને ફાર્માસીસ્ટની જરૂર પડતી હોય છે, પરંતુ જગ્યાઓખાલી હોવાથી મોટી હોસ્પિટલોમાં સેન્ટ્રલ મેડિકલ સ્ટોર્સનું સંચાલન વ્યવસ્થિત થતું નથી. મોટી હોસ્પિટલોમાં હોસ્પિટલમાં જરૂરી દવાઓ અને સાધનો, સરકારની વિવિધ યોજનાના પ્રોગ્રામની માહિતીઓનું યોગ્ય રીતે સંકલન થઈ શકતું નથી. ચીફ ફાર્માસિસ્ટની મંજૂર 26માંથી 23 જગ્યા ખાલી મંજૂર ભરેલી ખાલી સિનિયર ફાર્માસિસ્ટ તબીબી સેવા 91 29 62 તબીબી શિક્ષણ-સંશોધન 35 19 16 કુલ 126 48 78 જુનિયર ફાર્માસિસ્ટ આરોગ્ય વિભાગ 441 270 171 તબીબી સેવા 458 179 279 તબીબી શિક્ષણ-સંશોધન 205 17 188 કુલ 1104 466 638 ચીફ ફાર્માસિસ્ટ તબીબી સેવા 19 03 16 તબીબી શિક્ષણ-સંશોધન 07 00 07 કુલ 26 03 23