બોલિવૂડના પાવર કપલ કાજોલ અને અજય દેવગનની દીકરી ન્યાસા દેવગન ઘણીવાર સમાચારમાં રહે છે. ક્યારેક તે ફેશન ઇવેન્ટમાં ભાગ લે છે, તો ક્યારેક તે સ્ટાર કિડ પાર્ટીમાં તેના મિત્રો સાથે મસ્તી કરતી જોવા મળે છે. તેના ફોટા સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં રહે છે. એવામાં અનેક વખત લોકોના મોઢે સાંભળવા મળ્યું છે – શું ન્યાસા ફિલ્મોમાં એન્ટ્રી કરશે? સુહાના ખાન, ખુશી કપૂર અને શનયા કપૂર જેવા સ્ટાર કિડ્સ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી ચૂક્યા છે, પરંતુ ન્યાસા દેવગન વિશે હજુ સુધી કોઈ પુષ્ટિ થઈ નથી. તાજેતરમાં આ પ્રશ્ન તેની માતા કાજોલને પૂછવામાં આવ્યો હતો. કાજોલે ન્યાસાના બોલિવૂડ ડેબ્યૂ પર પોતાનું મૌન તોડ્યું
તાજેતરમાં એક મીડિયા ઇવેન્ટમાં કાજોલે ન્યાસાના બોલિવૂડ ડેબ્યૂ પર પોતાનું મૌન તોડ્યું. તેણે સ્પષ્ટપણે કહ્યું કે- ન્યાસાનો હાલમાં આવો કોઈ વિચાર નથી. મને નથી લાગતું કે તે બોલિવૂડમાં ડેબ્યૂ કરશે. હમણાં તે 22 વર્ષની થશે અને તેણે નક્કી કર્યું છે કે હાલ તે એક્ટિંગની દુનિયામાં એન્ટ્રી કરશે નહીં. ‘નાક બદલો, વાળનો રંગ બદલો…’
આ ઇવેન્ટમાં કાજોલને પૂછવામાં આવ્યું કે- જો કોઈ નવો છોકરો કે છોકરી ફિલ્મ લાઇનમાં આવવા માગે છે, તો તેમને શું સલાહ આપશો? આ અંગે કાજોલે કહ્યું, સૌ પ્રથમ, બધાને ધ્યાને લેવાનું બંધ કરી દો. કારણ કે જો તમે પૂછશો કે શું કરવું જોઈએ, તો લોકો તમને વધારે મૂંઝવણમાં મૂકી દેશે અને કહેશે – નાક બરોબર નથી, હાથ બરોબર નથી આ કરો, તે કરો… અને આ રીતે વ્યક્તિ વધારે કન્ફ્યૂઝ થવા લાગે છે. કાજોલ ફિલ્મ ‘મા’માં જોવા મળશે
કાજોલના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, તેની આગામી ફિલ્મનું નામ ‘મા’ છે, જે એક ઐતિહાસિક હોરર ડ્રામા છે. આ ફિલ્મનું ડિરેક્શન વિશાલ ફુરિયા કર્યુ છે. ફિલ્મનો પહેલો લુક માર્ચમાં રિલીઝ થયો હતો, જેમાં કાજોલ એક હિંમતવાન માતાની ભૂમિકામાં જોવા મળી હતી જે પોતાની પુત્રીને બચાવવા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે. આ ફિલ્મમાં તેની સાથે રોનિત રોય, ઇન્દ્રનીલ સેનગુપ્તા અને ખેરિન શર્મા જોવા મળશે. ‘મા’ 27 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થશે.