back to top
Homeગુજરાતફૂડ વિભાગની કામગીરીથી કમિશનર અકળાયા:શહેરમાં લારી-ગલ્લા અને શેરડીના રસના ખુમચાઓ પર ચેકિંગ...

ફૂડ વિભાગની કામગીરીથી કમિશનર અકળાયા:શહેરમાં લારી-ગલ્લા અને શેરડીના રસના ખુમચાઓ પર ચેકિંગ અંગે સંતોષકારક જવાબ ન મળ્યો

શહેરના વિવિધ વિસ્તારોમાં જાહેર રોડ ઉપર લારી-ગલ્લા અને નાના વાહનોમાં ખાદ્ય પદાર્થના વેચાણ તેમજ ઉનાળાના સમયગાળા દરમિયાન સિકંજી અને શેરડીનો રસ વગેરેના વેચાણના ચેકીંગ કરવાને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગના અધિકારીને કમિશનરને ખખડાવ્યા હતા. રીવ્યુ મીટીંગ દરમિયાન કમિશનર બંછાનિધિ પાનીએ શેરડીના રસના ખુમચા, મંડપો તેમજ જાહેર રોડ પર વેચાણ કરતી આવા કેટલા વેપારીઓ હશે તે અંગેની સંખ્યા પૂછતા અંદાજે 2 લાખ જેટલા હોવાનું કહ્યું હતું. આવી જગ્યા ઉપર પર ચેકિંગ કરવાને લઈને શું પ્રક્રિયા છે અને કેવી રીતે કામગીરી થાય છે તેનો સવાલ પૂછતા કુલ વિભાગના અધિકારી જવાબ આપી શક્યા ન હતા. હિટ એક્શન પ્લાનના પ્રેઝન્ટેશન દરમિયાન ગરબડ સર્જાઈ હતી
શહેરમાં રખરતા ઢોરથી લઈને ગેરકાયદેસર દબાણો અને અન્ય પ્રવૃત્તિ પર નજર રાખી શકાય તેના માટે કોર્પોરેશનનું ડેશ કેમની કામગીરીને કમિશનર ફરીથી અકળાયા હતા અને હવે જો સંતોષકારક કામગીરી ન હોય તો તેમને પેમેન્ટ કરવા અંગેની ફાઈલ મારી સુધી ન લાવવા માટે વિભાગના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને કહી દીધું હતું. હિટ એક્શન પ્લાનના પ્રેઝન્ટેશન દરમિયાન ક્યાંક ગરબડ સર્જાઈ હતી, જેને લઈને કમિશનરે તમામ ડેપ્યુટી કમિશનરોને પોતપોતાનાં ઝોન અને વિભાગને લગતાં પ્રેઝન્ટેશન પહેલાં પોતે બરોબર જોઇ લેવા અને પછી જ રીવ્યુ મિટીંગમાં રજૂ કરાવવા સૂચના આપી હતી. શહેરમાં ટી.પી. સ્કીમ અંતર્ગત રોડ ખોલવાની અને રિઝર્વ કરાયેલાં પ્લોટનાં કબજા લેવાની કામગીરી ઝડપભેર કરવાની સૂચના પણ એસ્ટેટ વિભાગને આપવામાં આવી હતી. આ સાથે AMCના જ જુદા-જુદા વિભાગો તરફથી પ્લોટ ફાળવવા કરવામાં આવેલી માંગણી સંદર્ભે 25 જેટલા કિસ્સામાં નેગેટિવ અભિપ્રાય આપવાનાં મુદ્દે પણ કમિશનરે એસ્ટેટ ખાતાનાં અધિકારીને બોલ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments