અધિવેશનમાં રાહુલ ગાંધીનો હુંકાર રાષ્ટ્રીય અધિવેશનમાં રાહુલ ગાંધીએ બંધારણ હાથમાં રાખી સંબોધન કર્યું. રાહુલ ગાંધીએ કોંગ્રેસના ગઠબંધનથી લઈ દેશમાં જાતિ આધારિત વસતિગણતરી કરાવવા સુધીની વાત કહી. મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ પર ચીટિંગનો આક્ષેપ કર્યો મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ પર મહારાષ્ટ્રની ચૂંટણી ચીટિંગથી જીતી હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે બેલેટ પેપરથી મતદાનની માગ કરી હતી. ધારાસભ્યોની ગ્રાન્ટમાં રૂ.1 કરોડનો વધારો ગુજરાતમાં ધારાસભ્યોને મળતી ગ્રાન્ટમાં 1 કરોડનો વધારો. વાર્ષિક દોઢ કરોડની જગ્યાએ હવે અઢી કરોડ રૂપિયા આપવામાં આવશે, જેમાથી રૂ.50 લાખ કેચ ધ રેિન અભિયાનમાં વાપરવાના રહેશે. જિગીષા પટેલે જાડેજા પરિવાર પર કર્યા પ્રહાર આંતરરાષ્ટ્રીય કુર્મી સેનાનાં પ્રમુખ જિગીષા પટેલે ગોંડલમાં જાડેજા પરિવાર પર પ્રહાર કરી કહ્યું, “ગોંડલની જનતા ભયમૂક્ત બને, રોજ મરી મરીને જીવવું એના કરતાં અવાજ ઉઠાવો. 108 દેશમાં ‘વિશ્વ નવકાર મહામંત્ર’ દિવસનું આયોજન અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ સહિત વિશ્વના 108થી વધુ દેશોમાં વિશ્વ નવકાર મહામંત્ર દિવસનું આયોજન કરાયું. GMDC ગ્રાઉન્ડમાં 25 હજારથી વધુ લોકોએ એકસાથે નવકાર મંત્રનો જાપ કર્યો હતો. દિલ્હીથી પીએમ મોદીએ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો. ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર દેશમાં ચોમાસા અંગેની પહેલી આગાહી જાહેર કરાઈ, જે રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર લઈને આવી. આ વખતે રાજ્યમાં સામાન્યથી ઓછો વરસાદ પડવાની શક્યતા છે. ફેક્ટરી બાદ ચાઈનીઝ દોરીનું ગોડાઉન ઝડપાયું સુરતમાંથી ફેક્ટરી બાદ હવે ચાઈનીઝ દોરીનું ગોડાઉન પણ મળ્યું છે, જેમાં પોણાબે કરોડ રૂપિયાની ઘાતક ચાઈનીઝ દોરી અલગ-અલગ રાજ્યોમાં સપ્લાય કરવા માટે મૂકવામાં આવી હતી. નકલી અધિકારીઓ બાદ ક્રિકેટ સિલેક્ટર પણ નકલી રાજકોટમાંથી સામે આવ્યો મેઘાલય ક્રિકેટ એસોસિયેશનનો નકલી સિલેક્ટર. સૌરાષ્ટ્ર યુનિ.માં પીએચડી કરતા પ્રજ્ઞેશ ગઢવીએ ઈન્ટરનેશનલ ક્રિકેટ રમવા લઈ જવાના નામે છેતરપિંડી કરી. આજે ગુજરાત અને રાજસ્થાન વચ્ચે ટક્કર આઈપીએલમાં આજે ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ રમાશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે 7-30 વાગ્યે મેચ શરૂ થશે. ફુલસ્પીડમાં આવતી કાર ડિવાઈડર પર ચડી ગઈ વડોદરામાં ફુલસ્પીડમાં આવતી કાર પાર્ક કારને ટક્કર મારી ડિવાઈડર પર ચડી ગઈ. સ્થાનિકોએ કારચાલક નશામાં હોવાનો આક્ષેપ કરતાં પત્નીએ પતિનો બચાવ કરતાં કહ્યું, નશામાં હતો તો શું થયું, કોઈને કશું થયું?