ગુજરાતના આંગણે 64 વર્ષના લાંબા ગાળા બાદ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળી રહ્યું છે. મંગળવારે સરદાર સ્મારકમાં CWCની બેઠક અને ગાંધી આશ્રમમાં પ્રાર્થના સભા યોજાયા બાદ આજે સાબરમતીના તટે દેશભરના કોંગ્રેસીઓ પાર્ટીના એજન્ડા પર ચર્ચા કરશે. રાષ્ટ્રીય અધિવેશનમાં એક બાદ એક ઠરાવ પર ચર્ચા કરાશે. રાહુલ ગાંધીએ 2027માં ગુજરાતમાં ભાજપને હરાવવાની ચેલેન્જ આપી છે ત્યારે આજના અધિવેશનમાં ગુજરાત કોંગ્રેસને લઈ મહત્વનો નિર્ણય થઈ શકે છે. સવારે 9-30 કલાકે અધિવેશનની બેઠકનો પ્રારંભ થશે
સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાઈ રહેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનની બેઠકનો સવારે 9-30 કલાકે પ્રારંભ થશે. સૌપ્રથમ ફ્લેગ હોસ્ટિંગ થશે, ત્યારબાદ એજન્ડા પર ચર્ચા થશે. એક બાદ એક ઠરાવ પર ચર્ચા થશે. જે નેતાને વિષય પર અભિપ્રાય આપવો હોય તે ચિઠ્ઠી મોકલીને મોકલશે તો તેને તક આપવામાં આવશે. 43 ડિગ્રી તાપમાન વચ્ચે કોંગ્રેસ નેતાઓ મંથન કરશે
અમદાવાદમાં છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો 43 ડિગ્રીએ પહોંચી રહ્યો છે. આજે પણ તાપમાન 42-43 ડિગ્રી રહેવાની સંભાવના છે. જો કે, ઉનાળો અને તાપમાનને જોતા કાર્યક્રમ સ્થળ પર પહેલા જ ગરમીને પહોંચી વળવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. ડોમમાં 300 જેટલા પોર્ટેબલ એસીની વ્યવસ્થા કરવામાં આવી છે. કોંગ્રેસનું આ પહેલા 2018માં દિલ્હીમાં અધિવેશન મળ્યું હતું ગુજરાતમાં યોજાયેલા 5 અધિવેશનમાં કરાયેલા ઠરાવ ગ્રાફિક્સથી સમજીએ અધિવેશનના પ્રથમ દિવસે ત્રણ કાર્યક્રમ યોજાયા હતા
બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશનના કાર્યક્રમમાં પ્રથમ દિવસે મંગળવારે સવારે સરદાર સ્મારક ખાતે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાઈ હતી. ત્યારબાદ સાંજના સમયે સાબરમતી આશ્રમ પ્રાર્થના સભા અને મોડી સાંજે રિવરફ્રન્ટ પર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. (સંપૂર્ણ સમાચાર વાંચો)