સિનેમા અને સાંસ્કૃતિક અભિવ્યક્તિનો ભવ્ય ઉત્સવ, અમદાવાદ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (AIFF), આગામી તા. 25 એપ્રિલે ટાગોર હોલ, અમદાવાદમાં યોજાશે. વર્ષોથી શરૂ થયેલો આ ફેસ્ટિવલ નવી ઉદભવતી પ્રતિભાઓને માન્યતા અને સન્માન આપવા માટે સમર્પિત છે, જેમાં યુવા દિગ્દર્શકો, સ્ક્રિપ્ટરાઇટર્સ, એડિટર્સ, સિનેમેટોગ્રાફર્સ, અભિનેતાઓ અને ટેક્નિશિયનનો સમાવેશ થાય છે. 80% શારીરિક અક્ષમતા હોવા છતાં, સંસ્કૃતિ, કલા અને સિનેમા પ્રત્યે પોતાની સમર્પિતતા બતાવનાર અને હિંમત અને જુસ્સાનું પ્રતિક એવા ધાર્મિક, આધ્યાત્મિક, સંત ઓમગુરૂ દ્વારા AIFFની પરિકલ્પના કરવામાં આવી છે, જેનાથી સાબિત થાય છે કે સન્માન, સાહિત્ય અને કલા માટેનો જુસ્સો ક્યારેય અડચણો સામે ઝુકતો નથી. તેઓ માને છે કે સાચી પ્રેરણા ધર્મ અને આસ્થાથી ઉપર છે – તે કલા, જ્ઞાન અને માનવસેવામાં છે. આ વર્ષે, AIFFને 105 દેશોમાંથી 3,600થી વધુ ફિલ્મો, ડોક્યુમેન્ટરીઝ, શોર્ટ ફિલ્મો અને મ્યુઝિક વીડિયોઝ મળ્યા છે, જેનાથી આ ફેસ્ટિવલ ભારતના સૌથી વિવિધતાપૂર્ણ અને સમાવિષ્ટ સિનેમેટિક પ્લેટફોર્મ્સમાંનો એક બની ગયો છે. છેલ્લા ઘણાં વર્ષોથી, AIFFએ આંતરરાષ્ટ્રીય સિનેમા જગતમાં પોતાની આગવી ઓળખ બનાવી છે. સંત ઓમગુરૂએ તેમના કોલેજ જીવન દરમિયાન, ત્રણ નાટકો લખ્યાં અને દિગ્દર્શન કર્યા હતાં. 2022માં, તેમણે “ગામધણી” અને “વરદાન કે શ્રાપ?” જેવી બે પ્રભાવશાળી શોર્ટ ફિલ્મો બનાવી, જેમાં તેઓ લેખક, દિગ્દર્શક અને નિર્માતા તરીકે રહ્યા. આ ફિલ્મો સમાજ માટે પ્રેરણાદાયી સંદેશો આપે છે. સંત ઓમગુરૂ AIFFના પ્લાટફોર્મ દ્વારા યુવા ફિલ્મમેકર્સ માટે નિ:શુલ્ક વર્ગો યોજવાના છે, જેમાં સ્ક્રીનપ્લે રાઇટિંગ, સિનેમેટોગ્રાફી, દિગ્દર્શન અને એડિટિંગ શીખવાશે. ઉદયમાન કલાકારો અને ટેક્નિશિયન્સને આ ફેસ્ટિવલ વ્યાવસાયિક માર્ગદર્શન અને ટેકો પૂરો પાડે છે. AIFFમાં બધા માટે ખાસ વ્યવસ્થાઓ જેવી કે નવા દિગ્દર્શકો માટે પ્રવેશ મુક્ત, જેમની ફિલ્મો નોમિનેશન પામી છે તે બધાની નિ:શુલ્ક રહેઠાણ વ્યવસ્થા, એવોર્ડ સમારંભ માટે કોઈપણ પ્રકારનો ચાર્જ રાખવામાં આવ્યો નથી, જે વિશ્વમાં પ્રથમવાર છે. તેમજ વૈશ્વિક મહેમાનો માટે, અમદાવાદના ઐતિહાસિક સ્થળોની મુલાકાતની ખાસ વ્યવસ્થા રાખવામાં આવી છે, જે ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ અને પરંપરાને રજૂ કરશે. સંત ઓમગુરૂ માત્ર એક ફિલ્મમેકર જ નહીં, પરંતુ વિખ્યાત ધાર્મિક, આધ્યાત્મિક સંત, કવિ, સામાજિક કાર્યકર, લેખક, પણ છે. તેમણે 20+ પુસ્તકો લખ્યાં છે, જેમાં સામાજિક વ્યવસ્થા, મેનેજમેન્ટ ગુરૂ મહાત્મા ગાંધી, સરદાર-એક અજ્ઞાત જીવન અને વેદાંત પર ગ્રંથો સામેલ છે. તેમની રચનાઓમાં “ઓમકાર ચાલીસા”, “નવદુર્ગા ચાલીસા”, “બારજ્યોતિર્લિંગ ચાલીસા”, “શ્રીકૃષ્ણ બાવની”, “શ્રીમદ ભાગવત ચાલીસા”, “સુન્દરકાંડ ચાલીસા” તેમજ અન્ય ધાર્મિક અને વેદાંત તત્વજ્ઞાનના વિષયો સામેલ છે. 1996થી, તેઓ દિવ્યાંગ સેવાના કાર્યમાં સક્રિય રહ્યા છે. સંત ઓમગુરૂને વર્ષ 2016માં ભારત સરકાર દ્વારા તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના વરદ હસ્તે નેશનલ એવોર્ડ અને વર્ષ 2019માં ગુજરાતના તત્કાલીન રાજ્યપાલ ઓ.પી.કોહલીના વરદ હસ્તે ગ્લોરી ઓફ ગુજરાત એવોર્ડ પ્રાપ્ત થયો છે. તેમનું માનવું છે કે માનસિક પરાજય એ સાચી અશક્તિ છે, જ્યારે અસલી શક્તિ પ્રેરણાથી આવતી હોય છે. તેઓ આર્થિક સશક્તિકરણ માટે ભારત સરકાર દ્વારા સ્થાપિત સહકારી મોડલને દેશને વિકસિત બનાવનાર મોડલ તરીકે જુએ છે. તેથી જ તેઓ “આર્થિક રીતે સ્વાવલંબન ભારત” બનાવવાનો દ્રષ્ટિકોણ પણ ધરાવે છે. તેઓ આર્થિક સ્વતંત્રતા મેળવવા માટે સહકારી મોડલ અપનાવવાની ભલામણ કરે છે, જેના માટે “કામધેનુ કો-ઓપરેટિવ ક્રેડિટ અને સપ્લાય સોસાયટી લિમિટેડ” જેવા પ્રોજેક્ટ્સ સામેલ છે. સંત ઓમગુરૂ જણાવે છે કે ભારત આધ્યાત્મિક ગુરૂ આજે પણ છે અને આવનારા હજારો વર્ષો સુધી રહેશે પરંતુ સામાજીક રીતે અને આર્થિક રીતે ભારત માત્ર વિકાસશીલ દેશ છે, હજુ ભારત વિકસિત દેશેની શ્રૃંખલામાં આવ્યો નથી, જો ભારતને વિકસિત બનાવવો હશે તો ભારતનો 18 વર્ષથી ઉપરનો દરેક નાગરિક આર્થિક રીતે સક્રીય રહે અને કોઈ ને કોઈ કાર્ય કરી આર્થિક ઉપાર્જન કરતો હશે તો જ દેશનું અર્થતંત્ર વિકસિત બનશે. આજની તારીખમાં ભારતની પરિસ્થિતિ એવી છે કે કમાનાર એક વ્યક્તિ હોય અને ખાનાર ચાર જણ છે. જેના કારણે ભારત પુષ્કળ સમૃદ્ધિ અને પુષ્કળ શક્યતાઓ હોવા છતાં ભારત આર્થિક રીતે સમૃધ્ધ થઇ શકતો નથી. તેઓ એવું પણ માને છે કે રોજગારીનો પ્રશ્ન છે જ નહીં પણ કામ ન કરવાની નિષ્ઠાનો જે પ્રશ્ન છે એ અંગે ભારતના દરેક નાગરિકે સ્વજાગૃતિ લાવવી પડશે. રોજગારીના અભાવે રોજગારીની દુહાઈ જે લોકો દે છે તે વાત સાવ ખોટી છે, કામ ન કરવાની ઇચ્છા એની પાછળ 100 ટકા જોડાયેલી છે. દેશના તમામ નાગરિકે આળશ ખંખેરીને કામ કરવાની નિષ્ઠાને પોતાની જવાબદારી સમજીને પોતાનો આત્મ વિકાસ અને રાષ્ટ્રના વિકાસ માટે આગળ વધવું જોઇએ. અમદાવાદ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ માત્ર એક ઇવેન્ટ નહીં, પરંતુ એક ક્રાંતિ છે, જે “કશું અશક્ય નથી” એવી માન્યતા ધરાવતા એક અસાધારણ વ્યક્તિ દ્વારા આગળ વધે છે.