ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના અધ્યક્ષ જય શાહે ભારતની મુલાકાત દરમિયાન દુબઈના ક્રાઉન પ્રિન્સ હમદાન બિન મોહમ્મદ અલ મક્તૂમને મળ્યા હતા. આ મુલાકાત દરમિયાન, જય શાહે ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓનો પણ ક્રાઉન પ્રિન્સ સાથે પરિચય કરાવ્યો હતો. ICCના અધ્યક્ષ જય શાહે સોશિયલ મીડિયા પર માહિતા આપતા લખ્યું કે ‘મુંબઈમાં ક્રિકેટને દૂરંદેશી નેતૃત્વ સાથે જોડવામાં મદદ કરવાનો આનંદ થયો, જ્યાં ક્રિકેટના દિગ્ગજ રોહિત શર્મા, હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવ સાથે હિઝ હાઇનેસ શેખ હમદાન બિન મોહમ્મદ અલ મક્તૂમને મળવાનો ખરેખર સન્માનજનક રહ્યું.’