દેશની સૌથી મોટી સરકારી બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ તેના ગ્રાહકો માટે ATM ટ્રાન્ઝેક્શન ચાર્જ અને ફ્રી ATM ઉપયોગ લિમિટમાં વધારો કર્યો છે. બેંકના આ નવા નિયમો 1 ફેબ્રુઆરી, 2025થી અમલી ગણાશે. ફી માળખાને સુવ્યવસ્થિત કરવા અને ડિજિટલ બેંકિંગને પ્રોત્સાહન આપવા માટે બેંકે આ નિર્ણય લીધો છે. જેના કારણે SBI અને અન્ય બેંકના ATM પર નાણાકીય અને બિન-નાણાકીય બંને વ્યવહારો પ્રભાવિત થશે. ₹1 લાખનું બેલેન્સ ધરાવતા ગ્રાહકોને અનલિમિટેડ મફત વ્યવહારોની સુવિધા મળશે. માસિક ફ્રી ATM ટ્રાન્ઝેક્શન લિમિટ પછી, ₹15 + GST વસૂલવામાં આવશે માસિક ફ્રી ATM ટ્રાન્ઝેક્શન લિમિટ પુરી થયા પછી, SBI ATM પર દરેક ટ્રાન્ઝેક્શન માટે 15 રૂપિયા + GST (મેટ્રો અથવા નોન-મેટ્રો) નો ચાર્જ વસૂલવામાં આવશે. અન્ય બેંકોની માસિક ફ્રી ATM ટ્રાન્ઝેક્શન મર્યાદા પુરી થયા પછી, ATM પર દરેક ટ્રાન્ઝેક્શન માટે 21 રૂપિયા + GST (મેટ્રો કે નોન-મેટ્રો)નો ચાર્જ ચૂકવવો પડશે. ફ્રી લિમિટ પુર્ણ થયા પછી પણ SBI ATM પર બેલેન્સ અને મિની સ્ટેટમેન્ટ માટે કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં. જો કે, અન્ય બેંકના ATM પર બેલેન્સ પૂછપરછ અને મિની સ્ટેટમેન્ટ માટે, ફ્રી લિમિટ પછી 10 રૂપિયા + GSTનો ચાર્જ લાગુ થશે. RBIએ વિડ્રોલ ફીમાં ₹ 2 નો વધારો કર્યો, 1 મેથી અમલમાં આવશે બે અઠવાડિયા પહેલા RBI એ ATM વિડ્રોલ ફીમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. RBIએ નોટિફિકેશનમાં કહ્યું હતું કે 1 મેથી, ગ્રાહકોએ માસિક ફ્રી ટ્રાન્ઝેક્શન લિમિટ પાર કર્યા પછી દરેક ટ્રાન્ઝેક્શન માટે વધારાના 2 રૂપિયા ચૂકવવા પડશે. હાલમાં, બેંકો ફ્રી ટ્રાન્ઝેક્શન લિમિટ પાર કરવા પર 21 રૂપિયા વસૂલ કરે છે. હવે તેઓ 23 રૂપિયા લેશે. આ પહેલા RBI એ ATM ઇન્ટરચેન્જ ફી વધારવાની પણ જાહેરાત કરી હતી. RBIએ ઇન્ટરચેન્જ ફીમાં પણ 2 રૂપિયાનો વધારો કર્યો છે. આનો અર્થ એ થયો કે હવે દરેક વ્યવહાર પર 19 રૂપિયાનો ઇન્ટરચેન્જ ચાર્જ ચૂકવવો પડશે, જે પહેલા 17 રૂપિયા હતો. ATM ઇન્ટરચેન્જ ફી શું છે? ATM ઇન્ટરચેન્જ ફી એ એક બેંક દ્વારા બીજી બેંકને એટીએમ સેવાઓ પૂરી પાડવા માટે ચૂકવવામાં આવતો ચાર્જ છે. આ ફી સામાન્ય રીતે દરેક ટ્રાન્ઝેક્શન પર વસૂલવામાં આવતી એક નિશ્ચિત રકમ હોય છે, જે ઘણીવાર ગ્રાહકોના બેંકિંગ ખર્ચના ભાગ રૂપે ઉમેરવામાં આવે છે.