તાજેતરમાં કોમેડિયન-હોસ્ટ કપિલ શર્મા મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. તે પહેલા કરતાં ઘણો પાતળો અને ફિટ દેખાય રહ્યો હતો. તેનો નવો અવતાર દેખાતાની સાથે જ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગયો. ફેન્સ આશ્ચર્યચકિત થઈ ગયા કે કપિલે આટલું વજન કેવી રીતે ઘટાડ્યું. એક યુઝરે લખ્યું – કપિલભાઈ, તમે ખૂબ પાતળા દેખાઈ રહ્યા છો. બીજાએ પૂછ્યું – શું વજન ઘટાડવા માટે ઓઝેમ્પિક જેવી કોઈ દવા લીધી છે? કપિલ પહેલાથી જ કહી ચૂક્યો છે કે તેને કમરના દુખાવાની તકલીફ છે. ઉપરાંત, ટાઈમ ટેબલ એટલું વ્યસ્ત હોય છે કે પોતાના પર ધ્યાન આપવું મુશ્કેલ બની જાય છે. પરંતુ હવે જે તેનો લુક સામે આવ્યો છે તેના પરથી સ્પષ્ટ થાય છે કે તેણે પોતાની ફિટનેસ પર ખૂબ મહેનત કરી છે. ખરેખર, કપિલે લોકડાઉનના સમયથી જ ફિટનેસ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કરી દીધું હતું. 2020 માં, કપિલ શર્માએ કહ્યું હતું કે- તેનું 11 કિલો વજન ઘટાડ્યું છે અને 92 કિલોથી ઘટીને 81 કિલો થઈ ગયું હતું. ફેબ્રુઆરી 2025ના અહેવાલો અનુસાર, કપિલ દરરોજ લગભગ બે કલાક વર્ક આઉટ કરે છે. તેના કોચે ફિટનેસ માટે કિકબોક્સિંગનો પણ સમાવેશ કર્યો છે. તેનાથી સહનશક્તિ અને એકંદર ફિટનેસમાં ઘણો સુધારો થયો છે. હાલ કપિલ ટૂંક સમયમાં ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’ ની ત્રીજી સીઝન સાથે પરત ફરવા જઈ રહ્યો છે . આ ઉપરાંત, તે તેની ફિલ્મ ‘ કિસ કિસ કો પ્યાર કરું 2’ ના શૂટિંગમાં પણ વ્યસ્ત છે . આ અઠવાડિયે, ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝ થયો હતો. જેમાં કપિલ વરરાજા ગેટઅપમાં જોવા મળી રહ્યો છે. ઓઝેમ્પિક શું છે ?
ઓઝેમ્પિક એક પ્રકારની વજન ઘટાડવાની દવા છે, જે ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ માટે બનાવવામાં આવી હતી. પરંતુ તાજેતરમાં તે વજન ઘટાડવાનો પણ ટ્રેન્ડ બની ગયો છે. જ્યારે કરણ જોહર અને રામ કપૂરનું વજન અચાનક ઘટી ગયું, ત્યારે સોશિયલ મીડિયા પર એ જ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો કે શું તેમણે ઓઝેમ્પિકનો ઉપયોગ કર્યો હતો.