ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી વાર્ષિક ટ્રેડ એક્સ્પો “GATE 2025” (GCCI ANNUAL TRADE EXPO-2025)નું આજથી એટલે કે 10 એપ્રિલ 2025થી આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે GATE 2025નું ઉદ્ઘાટન કર્યું હતું. જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વર્ચ્યુઅલ હાજર રહ્યાં હતા. વર્ષ 2047માં ભારતને વિકસિત દેશની હરોળમાં મૂકવાની નેમ સાથે આ એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. આવનાર વર્ષોમાં પણ આ ટ્રેડ એક્સ્પો ચાલુ રાખવામાં આવશે. આ એક્સ્પોમાં 300થી વધુ લોકોએ ભાગ લીધો છે અને આશાસ્પદ ગણાતા 30થી વધુ સ્ટાર્ટઅપ્સ અને બીજા મોટા ઉદ્યોગો ભાગ લેશે. તેમ જ MSME એકમો માટા પ્રમાણમાં ભાગ લઈ રહ્યા છે. અમિત શાહ ઉદ્ઘાટનમાં વર્ચુઅલ ઉપસ્થિત રહ્યાં
“GATE 2025” નો ઉદ્દેશ ઉદ્યોગોને ગ્રાઉન્ડ બ્રેકિંગ સોલ્યુશન્સ દર્શાવવા, સહયોગને પ્રોત્સાહન આપવા અને “વિકસિત ભારત” સંયુક્ત વિઝનને પરિપૂર્ણ કરવા માટે ગુજરાતની ઉદ્યોગસાહસિક ભાવનાને પ્રદર્શિત કરવા માટે એક મજબૂત પ્લેટફોર્મ પ્રદાન કરવાનો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે GATE 2025ના ઉદ્ઘાટન પ્રસંગે વર્ચુઅલ માધ્યમ થકી ઉપસ્થિત રહી સંબોધન કર્યું હતું. જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગેટ 2025નું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉપરાંત બળવંતસિંહ રાજપૂત, જગદીશ વિશ્વકર્મા અને ઝાયડસના ચેરમેન પંકજ પટેલ પણ હાજર રહ્યા હતા. GATE એક્સ્પોની થીમ પ્રધાનમંત્રીના વિઝનને અનુરૂપ
આજથી ત્રિ-દિવસીય ગુજરાતના એન્યુઅલ ટ્રેડ એક્સ્પોની શરૂઆત થઈ છે. મોટા મોટા બિઝનેસ મેન, ફિલ્મ જગતા દિગ્ગજ કલાકારો પણ આ એક્સ્પોમાં જોડાયા છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગેટ 2025ના ઉદ્ઘાટન પ્રસંગે સંબોધતા જણાવ્યું હતું કે, GCCIનું 75મુ સ્થાપના વર્ષ છે. GATE એક્સ્પોની થીમ પ્રધાનમંત્રીના વિઝનને અનુરૂપ છે. ગુજરાતના ઉદ્યોગોનો વિકાસ થાય, વિદેશની કંપનીઓની અહીંયા સ્થાપના થાય તેમના વિઝનને આગળ વધારવા માટે વાયબ્રન્ટ હોય કે કોઈ અન્ય દરેક જગ્યાએ ચેમ્બર ઓફ કોમર્સ સાથે સાથે રહ્યું છે. મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતે દેશને એક નવી ઓળખ આપી છે. સેમિકન્ડક્ટર સેકટરમાં પણ ભારત નંબર 1 બનશે. દેશના જીડીપીમાં ગુજરાતનો ફાળો અગ્રેસર છે અને 2047 સુધીમાં 3.5 ટ્રિલીયન ડોલર સુધી લઈ જવાની તૈયારી કરવામાં આવી છે. યુવા સ્ટાર્ટપ અને એન્ટરપ્રિનીયોર માટે મોટા ઉદ્યોગ કોઈ લીડ કરે તે માટે અપીલ કરું છું. ‘MSME કઈ રીતે આગળ વધે તે માટે ચેમ્બરે પ્રયાસ કરવો જોઈએ’
અમિત શાહે વર્ચ્યુઅલ ઉપસ્થિત રહી સંબોધતા જણાવ્યું હતું કે, આજે ગુજરાત ચેમ્બર એન્યુઅલ ટ્રેડ એક્સ્પો શરૂ થઇ રહ્યો છે. ચેમ્બરનું ગુજરાતના વિકાસમાં મહત્ત્વનું સ્થાન છે. યુવાનોમાં ઉદ્યોગ સાહસિકતા અને વિશ્વમાં ગમે ત્યાં વ્યાપાર કરવાની હિંમત વધે તે માટે તેમજ MSME કઈ રીતે આગળ વધે તે માટે ચેમ્બરે પ્રયાસ કરવો જોઈએ. ચેમ્બર પ્રોફેશનલ ટીમ હાયર કરે તો આગામી 25 વર્ષમાં ઉદ્યોગકારો અને સરકાર વચ્ચે મધ્યસ્થી બનવાનું માધ્યમ બનશે. ગુજરાતે અનેક વિષયમાં શરૂઆત કરી સ્માર્ટ ઇન્ફ્રા ગુજરાત શરૂ કરી. ત્રણ દિવસીય કાર્યક્રમના સત્રો ગેટ 2025 વેલેડિક્ટરી સત્ર સાથે સમાપ્ત થશે
GATE 2025ના બીજા દિવસે રાષ્ટ્ર માટે અભૂતપૂર્વ ઔદ્યોગિક અને આર્થિક વૃદ્ધિના માર્ગ પર અગ્રેસર થતા “સસ્ટેનેબિલિટી”નું શું મહત્ત્વ બની રહેશે, તે વિષય પર એક કી-નોટ સંબોધનનું આયોજન કરવામાં આવેલું છે. GATE 2025ના બીજા દિવસે “વિઝન 2047: IT પર્સ્પેક્ટિવ” વિષય પર પણ એક કી-નોટ સંબોધનનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં IT ક્ષેત્રના અગ્રગણ્ય વ્યક્તિઓ “વિઝન 2047” પરિપૂર્ણ કરવા બાબત ઇન્ફોર્મેશન ટેકનોલોજીના મહત્ત્વ વિશે વાત કરશે. ગેટ 2025નો છેલ્લો દિવસ પ્રખ્યાત બોલિવૂડ અભિનેતા સુનીલ શેટ્ટી સાથે ફાયર સાઇડ ચેટ સાથે વધુ જીવંત બનશે. ગેટ 2025 વેલેડિક્ટરી સત્ર સાથે સમાપ્ત થશે, જેમાં વેપાર અને ઉદ્યોગના અગ્રણી વ્યક્તિઓ ઉપસ્થિત રહેશે. 15,000 B2B મુલાકાતીઓ GATE 2025માં ભાગ લેશે
GATE 2025માં 300થી વધુ પ્રદર્શકો તેઓના અનેકવિધ ઉત્પાદનો પ્રસ્તુત કરશે. તેમજ વિવિધ ઉદ્યોગો અને ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કરશે અને સાથે સાથે 15,000 B2B મુલાકાતીઓ GATE 2025માં ભાગ લેશે તેવી અપેક્ષા છે. આ ઇવેન્ટ પાંચ મુખ્ય ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરશે જે ગુજરાતની આર્થિક પ્રગતિને આગળ ધપાવે છે. GATE 2025માં ભાગ લેવા જાહેર જનતાને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. ભાગ લેવા કોઈ પ્રવેશ ફી રાખેલ નથી. સૌ મુલાકાતીઓ તેઓનું “ઓન ધી સ્પોટ રજીસ્ટ્રેશન” કરાવી શકે તેવું આયોજન કાર્યક્રમના સ્થળ પર જ કરવામાં આવેલ છે.