દાહોદ પોલીસે નકલી નોટોનું રેકેટ ઝડપી પાડવામા સફળતા મળી છે, LCB અને SOG ની ટીમ દ્વારા ફતેપુરા તાલુકાના લીમડીયા ગામના દંપતિ સહિત 6 આરોપી સામે ફરિયાદ દાખલ કરી દંપતિની ધરપકડ કરી છે. નકલી નોટ છાપવા માટે ઉપયોગમા લેવામા આવેલ પ્રિન્ટર-લેપટોપ તેમજ રૂ. 21,000ની કિંમતની નકલી ભારતીય ચલણની નોટો પણ જપ્ત કરી છે. પોલીસે આરોપી દંપતિને કોર્ટમા રજુ કરતા કોર્ટે 7 દિવસના રીમાન્ડ મંજૂર કર્યા છે. દાહોદ એલસીબી અને એસઓજી પોલીસે સંયુક્ત ઓપરેશનમાં ફતેપુરા તાલુકાના લીમડીયા ગામે નકલી નોટો છાપવાના રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ કેસમાં દંપતિ સહિત કુલ 6 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે લીમડીયા ગામના માંડલી ફળિયામાં રહેતા અશ્વિનાબેન કાનજીભાઈ ગરાસીયા અને કાનજીભાઈ ખુમાભાઈ ગરાસીયાના ઘરે દરોડો પાડ્યો હતો. ઘરમાંથી લેપટોપ, બે પ્રિન્ટર, સિક્યુરિટી થ્રેડ અને નકલી નોટો છાપવા માટેના કાગળો મળી આવ્યા હતા. પોલીસે રૂ. 21,000ની કિંમતની નકલી ભારતીય ચલણની નોટો પણ જપ્ત કરી છે. તપાસમાં બહાર આવ્યું કે આ રેકેટમાં મુકેશભાઈ કામોળ (છાલોર), રાકેશભાઈ પારગી (વાંગડ), હુસેન પીરા (હૈદરાબાદ) અને એક અન્ય વ્યક્તિ પણ સામેલ છે. આરોપીઓ આઠ રાજ્યોમાં નકલી નોટો ફેલાવવાનું નેટવર્ક ધરાવતા હતા. તેઓ ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં પણ આ નકલી નોટો ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પોલીસે દંપતિની ધરપકડ કરી લીધી છે, જ્યારે અન્ય ચાર આરોપીઓની શોધખોળ ચાલુ છે. દાહોદ એલસીબી પોલીસે આ કેસમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.