શહેરમાં નશાની હાલતમાં થતાં અકસ્માતો હવે જાણે પોલીસને કોઠે પડી ગયા છે. વાહન ચાલકો દારૂ પીધેલા અને દારૂ સાથે રાખતા હોવાનું બહાર આવ્યું છે. જોકે પોલીસ ગુનાના મૂળ સુધી પહોંચી નથી. નશેડી-બૂટલેગરોમાં પોલીસનો ડર નથી ત્યારે લોકોના માથે રોજ ઝળુંબતું વણથંભ્યા અકસ્માતોનું જોખમ કોણ નિવારશે તે યક્ષ પ્રશ્ન બન્યો છે. એક અંદાજ મુજબ શહેરમાં રોજ 1 કરોડથી વધુનો દારૂ વેચાતો હોવાનું બહાર આવ્યું છે. રોજ મોટા 12 બૂટલેગરો 55 સ્ટેન્ડ પર 1500 પેટી એટલે દારૂની 18 હજાર બોટલ ઠાલવે છે. જે હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગોવા, દમણ, સેલવાસથી લવાય છે. જેનું વેચાણ મહિલાઓ સહિત બૂટલેગરો કરે છે. દારૂ ઠાલવનાર મુખ્ય 8 મોટા બૂટલેગર ગ્રામ્ય વિસ્તારોમાં દારૂ લાવી કાર, રિક્ષા અને એક્ટિવાથી શહેરમાં દારૂ ઘૂસાડે છે. નિર્દોષ લોકોને મોત-ઇજાથી બચાવવા પોલીસ બૂટલેગરો સામે કડક કાર્યવાહી ક્યારે કરશે તે પ્રશ્ન છે. બૂટલેગરો સામે પણ ડ્રાઇવ કરીને કાર્યવાહી કરાશે
અકસ્માતોની ઘટનામાં દારૂ પીધેલાનું પ્રમાણ વધુ હોવાનું બહાર આવ્યું હતું. પરિણામે પોલીસ રાતે ડ્રિંક એન્ડ ડ્રાઈવની ઝુંબેશ ચલાવી રહી છે. જેમાં મોટી સંખ્યામાં પીધેલા ઝડપાય છે. હવે દારૂ વેચનારાની તપાસ કરાશે. બૂટલેગરો વિરુદ્ધ ખાસ ડ્રાઈવ રખાશે. પોલીસે અગાઉ બૂટલેગરોને ઝડપ્યા છે, જે પૈકી કેટલાક પાસા હેઠળ જેલમાં છે. – નરસિમ્હા કોમાર, પોલીસ કમિશનર વિવિધ વિસ્તારોમાં કીડીપગે દારૂ રેલાવતી 85 લોકોની બૂટલેગર સેનામાં બાઈક રેસર ખેપિયાને પ્રાથમિકતા 1 કપુરાઇ : પ્રેમિલા ભાભી અને વિશાલ કટીંગ અને છૂટક વેચાણ. શ્રમજીવી સોસાયટીમાં લાલો ઉર્ફે જયેશ ઠાકોર, ડભોઇ રોડ વિસ્તારના મહાનગરમાં આતિશ ઠાકોર,ભાવેશ રાજપૂત કટીંગ-છૂટક દારૂ વેચે છે. 2 વાડી : નીરવ પટેલ અને વિરલ મિસ્ત્રી, મજનુ ઉર્ફે કૌશિક કેથવાસ 3 મકરપુરા-તરસાલી : શંભુ, બંટી મંદિર સામે, સાગર દેવરે, સોમનાથ નગરમાં લાલો પંચાલ 4 ખિસકોલી સર્કલ : દેવો દારૂનો ધંધો કરે છે. 5 મકરપુરા : અજીત સરદાર, અજય જગતાપ,અતુલ શિવો, સન્ની, ગુડ્ડુ ઉર્ફે વિકી 6 કોતર તલાવડી : લલિતા અને વનિતા, રાજ વાર્કે 7 વડસર-તરસાલી : અજય ભાલિયા, સલીમ, રવી ધોબી, વિજય ઉર્ફે બોડો 8 સોમા તળાવ-દંતેશ્વર : અમન, ગણપત, દુર્ગેશ, બોવો 9 સયાજીગંજ : જીવો રાજપુત, બેલકિયો 10 કારેલીબાગ : સંતોષ, પ્રીતિ, નિખિલ કહાર 11 સલાટવાડા – અકોટા : પ્રજુ સુર્વે, ફેનિલ, વિજય, યોગેશ 12 લક્ષ્મીપુરા : રોહિત, દરબાર રિક્ષાવાળો, કાબો, મુન્નો, રવી ચીરકુટ, અમિત મકવાણા 13 ગોરવા : પરેશ બામણીયા, હિતેશ, રોહિત, પ્રહલાદ, નાનીયો, કાંચા સમતા, વિજય કારગિલ હાઉસિંગ બોર્ડ 14 બાપોદ : રિતેશ ધોબી, રામદેવનગરમાં ગોપાલ, ધનલક્ષ્મીમાં યોગેશ, બળિયાદેવ નગરમાં અન્ના 15 ફતેગંજ : બબલુ ઇમરાન પોપટ, સાહિલ 16 સંજયનગર : સમા મહેશ, દીપો, લાલો, રમેશ 17 નિઝામપુરા : દિલાવર, ચંબો, પુષ્પા, સમીમ, નરેશ, સંજુ, રોશન 18 પાણીગેટ : રવિ માછી, ચામડીયો, મુકેશ સરજ્હોન, કેતન મંજરી, સતીષ, સંદીપ રાજપૂત, રાજેન્દ્ર ઉર્ફે લોખંડ, લાલો પપૈયું 19 આજવા રોડ-વાઘોડિયા : ફતિયો, ભલો,વરણામા રણજીત 20 ગોત્રી : લખન, ગજેન્દ્ર ઊર્ફે ટેણી 21 રતનપુર-સિકંદરપુરા : લાલો, સચિન કલાલ, રમણ માતાજી, સંજય કોશ શહેરમાં દારૂ માટે મોટી બે ગેંગ સક્રિય 1. સુનિલઅદો : SMCના ચોપડે ચઢેલો છે 2. મનોજ પાપડ : SMCની રેડમાં વોન્ટેડ છે 3. નરેશ ઉર્ફે પલ્લી કિશનચંદ્ર ઉદાસી : ધંધાનું સંચાલન કરે છે 4. હેમંત ઉર્ફે બાબુ 5. ગિરીશ ઉર્ફે ગીરી 6. પ્રેમ સિંધી 7. મુકેશ ઉર્ફે મુકુ માખીજાની 1. સુંદરદાસ તોલવાની ઉર્ફે કાલુ ટોપી 2. સંદીપ રાજપૂત 3. અલ્પુ સિંધી, ઉર્ફે અલ્પેશ વાધવાણી 4. માધવનગરનો નિલેશ ઉર્ફે નીલુ સિંધી 5. રિયાઝ અને અનવર, સયાજીગંજ 6. મુકેશ ધોબી, સાર્દુલ ભરવાડ 7. ભાવેશ રાજપૂત સોમાતળાવ 8. વિપુલ પંચાલ ઘાઘરેટિયા 9. અજય આહુજા ઉર્ફે પાણી, વારસીયા 10.લાલચંદ ઉર્ફે લાલુ સિંધી, વારસિયા 11. અનિલ પાંડે, મકરપુરા 12. મુન્નો કલાલ, જવાહર નગર 13. અનિલ માળી, સેવાસી, વિદેશી દારૂનો કટીંગનો અને મોટો જથ્થો શહેરમાં લાવે છે. પીધેલાઓએ કરેલા વણથંભ્યા અકસ્માતો 4 એપ્રિલ : વડસર બ્રિજ પાસે દારૂ પી પૂરપાટ કાર ચલાવી ગોરવાના ગૌરાંગ પટેલે એક્ટિવા ચાલક દંપતીને અડફેટે લીધું હતું. 3 એપ્રિલ : રેસકૉર્સ સર્કલ નજીક કારમાં દારૂની મહેફિલ માણતા આણંદના ભાજપના નેતાના પુત્ર સહિત ત્રણ દારૂ સાથે પીધેલા પકડાયા 6 એપ્રિલ : કાલાઘોડા નજીક ફોર્ચુનર કારમાં 3 ઇસમો પીધેલી હાલતમાં દારૂની બોટલો સાથે ઝડપાયા 7 એપ્રિલ : ખોડિયાર નગર ચાર રસ્તા પાસે ડોકટરની કાર લઈ ચિક્કાર પીધેલા ડ્રાઇવરે 8થી વધુ વાહન અડફેટે લીધા હતા. 8 એપ્રિલ : ગોત્રીમાં રણજીત હરિસિંહ ચૌધરીએ દારૂ પીને કાર ડીવાઈડર પર ચઢાવતા કાર ઊંધી વળી હતી. 8 એપ્રિલ : ગોરવામાં અંકિત ઘનશ્યામભાઈ પટેલ સામે ડ્રીંક-ડ્રાઈવનો ગુનો નોંધાયો હતો.