મહેસાણા જિલ્લાના પવિત્ર યાત્રાધામ બહુચરાજી શક્તિપીઠમાં આજથી ચૈત્રી પૂનમનો ત્રિદિવસીય મેળો શરૂ થયો છે. આ મેળો 10 એપ્રિલથી 12 એપ્રિલ સુધી યોજાશે. વહીવટી તંત્ર દ્વારા દૂરદૂરથી આવતા ભાવિક ભક્તો અને શ્રદ્ધાળુઓ માટે દર્શનની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વહીવટી તંત્રે તમામ શ્રદ્ધાળુઓને આ કાર્યક્રમોનો લાભ લેવા અનુરોધ કર્યો છે. ચૈત્રી પૂનમના દિવસે માં બહુચરના દર્શને આવનાર તમામ શ્રદ્ધાળુઓને વિનામૂલ્યે ભોજન પ્રસાદ આપવામાં આવશે. વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ, માં બહુચરની સવારી બહુચરાજીથી શંખલપુર સુધી નીકળશે. આ સવારીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાય છે. મેળા દરમિયાન શ્રદ્ધાળુઓના સ્વાસ્થ્ય અને આરોગ્યની કાળજી માટે વિશેષ આરોગ્યલક્ષી સેવાઓની વ્યવસ્થા કરવામાં આવી છે.