આરોગ્ય વિભાગની મુખ્ય ત્રણ સ્તંભ ગણાતી પબ્લિક હેલ્થ, મેડિકલ એજ્યુકેશન અને મેડિકલ સર્વિસ જેવા વિભાગમાં 100થી વધુ અત્યંત મહત્ત્વની પોસ્ટ ઈન્ચાર્જ અધિકારીઓને હવાલે છે. ઉચ્ચ અધિકારીઓની સમયસર બદલી-બઢતી ન થતાં નિયમિત પોસ્ટિંગ થતું નથી અને ઈન્ચાર્જ મહત્ત્વનો નિર્ણય લેતા નથી. આ કારણે ભ્રષ્ટાચારને મોકળું મેદાન મળે છે અને ખ્યાતિ તેમજ લાંચકાંડ જેવી ઘટનાઓ બને છે. હેલ્થ વિભાગમાં પોલિસી અને પ્લાનિંગના ડેપ્યુટી ડાયરેક્ટર, જોઈન્ટ ડાયરેક્ટર, 6 સરકારી હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં સુપરિન્ટેન્ડેન્ટ, સિવિસ સર્જન, ડીન, ચીફ ડિસ્ટ્રિક્ટ મેડિકલ ઓફિસર સહિતની મહત્ત્વની પોસ્ટ ઈન્ચાર્જ અધિકારીથી ચલાવાય છે. રાજ્યના 23 જિલ્લામાંથી 22 જિલ્લામાં ઈન્ચાર્જ સિવિલ સર્જન છે. 10 ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર ડેપ્યુટી ડાયરેક્ટરની અને 17 મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ સિવિલ સર્જન તરીકે લાયકાત ધરાવે છે પણ તેમને પ્રમોશન અપાતું નથી. ઈન્ચાર્જ નિર્ણયો લેવા માટે સરકાર પર નિર્ભર હોય છે. રાજ્યના 23 જિલ્લામાંથી 22માં ઈન્ચાર્જ સિવિલ સર્જન ફરજ બજાવે છે 6 રિજનલ ડે. ડાયરેક્ટરમાંથી 5 ચાર્જ સંભાળે છે 13 મેડિકલ કોલેજમાં ડીન-સુપરિન્ટેન્ડેન્ટ કાયમી નથી નિયમિત સ્ટાફ ન મળે ત્યાં સુધી ઈન્ચાર્જ અધિકારીએ જ જવાબદારી નિભાવવાની હોય છે રાજ્યમાં ઇન્ચાર્જ અધિકારીઓ હોવાનું અમારા ધ્યાને છે, અને જે તે જગ્યાએ નીચેની કેડરમાં યોગ્ય લાયકાત અને અનુભવ ધરાવતાં લોકોને પ્રમોશન આપીને આ જગ્યા ભરવા સૂચના આપેલી છે. એક સાથે વધુ ચાર્જ ધરાવાતાં અધિકારીને પોસ્ટ સાથે જોડાયેલી કામગીરીનો વધારાનો ચાર્જ અપાય છે, રેગ્યુલર સ્ટાફ ઉપલબ્ધ થાય ત્યાં સુધી તેમણે આ કામ કરવાનું હોય છે.-હર્ષદ પટેલ, આરોગ્ય કમિશનર આ સિનિયર અધિકારીઓ નિવૃત્ત થઈ ગયા આ અધિકારીઓ નિવૃત્તિની આરે આવીને ઊભા છે