back to top
Homeસ્પોર્ટ્સમોટા ટારગેટ સામે રાજસ્થાન રોયલ્સ ભાંગી પડ્યું:ગુજરાત ટાઇટન્સે 58 રનથી હરાવ્યું, પ્રસિદ્ધ...

મોટા ટારગેટ સામે રાજસ્થાન રોયલ્સ ભાંગી પડ્યું:ગુજરાત ટાઇટન્સે 58 રનથી હરાવ્યું, પ્રસિદ્ધ કૃષ્ણાએ 3 વિકેટ લીધી

ગુજરાત ટાઇટન્સ દ્વારા આપવામાં આવેલા 218 રનના મોટા ટારગેટ સામે રાજસ્થાન રોયલ્સ ભાંગી પડ્યું. ટીમ ફક્ત 159 રન બનાવી શકી અને 58 રનથી મેચ હારી ગઈ. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત આમાંથી સાઈ સુદર્શને 82 રન બનાવ્યા. રાજસ્થાન તરફથી શિમરોન હેટમાયરે 52 અને સંજુ સેમસનએ 41 રન બનાવ્યા. મહિષ તિક્ષણા અને તુષાર દેશપાંડેએ 2-2 વિકેટ લીધી હતી. ગુજરાત તરફથી પ્રસિદ્ધ કૃષ્ણાએ 3 વિકેટ ઝડપી હતી. સાંઈ કિશોર અને
રાશિદ ખાને 2 વિકેટ લીધી. મેચ એનાલિસિસ 5 પોઈન્ટમાં… 1. પ્લેયર ઓફ ધ મેચ ગુજરાત તરફથી ઓપનિંગ બેટ્સમેન સાઈ સુદર્શને ફિફ્ટી ફટકારી. તેણે 53 બોલમાં 82 રન બનાવ્યા. તેની ઇનિંગમાં 8 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ થતો હતો. સુદર્શનની ઇનિંગને કારણે ટીમે 200 રનનો
સ્કોર પાર કર્યો. આ પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો. 2. જીતનો હીરો 3. ફાઇટર ઓફ ધ મેચ રાજસ્થાન તરફથી શિમરોન હેટમાયરે ફિફ્ટી ફટકારી. તે એકમાત્ર એવો હતો જે ટીમ સાથે ફાઈટ કરતો જોવા મળ્યો હતો. તેણે 52 રન બનાવ્યા. તે આઉટ થતા જ ટીમનો રન ચેઝ વિખેરાઈ ગયો. ટીમમાં તેના સિવાય સંજુ સેમસન જ 41 રન બનાવી શક્યો. 4. ધ ટર્નિંગ પોઈન્ટ રાજસ્થાને 13મી ઓવરમાં કેપ્ટન સંજુ સેમસનની વિકેટ ગુમાવી દીધી. આ સમયે ટીમનો સ્કોર 116/5 થયો. અહીં સેમસન અને હેટમાયર વચ્ચેની 48 રનની ભાગીદારી તૂટી ગઈ. સેમસન આઉટ થતાં જ ટીમ વિખેરાઈ ગઈ અને તેણે છેલ્લી 5 વિકેટ 43 રનમાં ગુમાવી દીધી. 5. પોઈન્ટ ટેબલમાં ટોપ પર ટાઇટન્સ લખનૌના નિકોલસ પૂરન પાસે ઓરેન્જ કેપ અને ચેન્નાઈના નૂર અહેમદ પાસે પર્પલ કેપ છે. રાજસ્થાનને હરાવીને, ગુજરાતે IPLમાં સતત ચોથી જીત નોંધાવી. આ સાથે, ટીમ 8 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ. Topics:

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments