back to top
Homeગુજરાતરાજકોટમાં સૌપ્રથમ વખત બસ સ્ટોપમાં ઠંડક:રાજકોટ મહાનગરપાલિકાએ 19 BRTS સ્ટેન્ડમાં 38 કુલર...

રાજકોટમાં સૌપ્રથમ વખત બસ સ્ટોપમાં ઠંડક:રાજકોટ મહાનગરપાલિકાએ 19 BRTS સ્ટેન્ડમાં 38 કુલર મુક્યા, કાળઝાળ ગરમીમાં હજારો મુસાફરોને ટાઢક મળશે

રાજકોટ શહેરમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને તાપમાનનો પારો 45 ડિગ્રી સુધી પહોંચી જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે હવે BRTS બસના મુસાફરોની સુવિધા માટે મહાનગરપાલિકા દ્વારા પ્રથમ વખત નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જે અંતર્ગત રાજકોટના 19 જેટલા BRTS બસ સ્ટેન્ડમાં કુલ 38 કુલર મુકવામાં આવ્યા છે. તેમજ BRTS બસમાં તો એસી હોય જ છે. ત્યારે હવે કાળઝાળ ગરમીમાં હજારો મુસાફરોને ટાઢક મળશે. 19 BRTS બસ સ્ટેન્ડમાં 38 કુલર મુક્યા
રાજકોટનાં શહેરી વિસ્તારમાં સિટી બસ સેવા સાથે કનેક્ટિવિટીની સુવિધા પુરી પાડવા BRTS બસ સેવા અંતર્ગત રાજકોટ શહેરના મુખ્ય માર્ગો સાથે જોડાણ માટે 150 ફૂટ રિંગ રોડ પર BRTS (બસ રેપીડ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ) અંતર્ગત માધાપર ચોકડીથી લઈ ગોંડલ રોડ ચોકડી સુધી AC બસોને દોડવા માટે રોડની વચ્ચે ખાસ ટ્રેક બનવામાં આવ્યો છે. AC બસમાં મુસાફરી દરમિયાન ગરમીથી રાહત વચ્ચે BRTS ટ્રેક પર બસ આવવાની રાહ જોઇ રહેલા તમામ મુસાફરોને હીટવેવ જેવી પરિસ્થિતિમાં ગરમીથી રક્ષણ મળી રહે તે માટે તમામ 19 BRTS બસ સ્ટોપ ખાતે બે-બે મળી કુલ 38 કુલરની વ્યવસ્થા સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકર દ્વારા તાત્કાલિક કરાવવામાં આવી છે. 28 ઇલેક્ટ્રીક બસો દ્વારા દૈનિક કુલ 441 ટ્રીપ
આ ટ્રેક પર ચાલતી બસો મારફત મુસાફરી કરી દરરોજ 21,000 કરતા પણ વધારે નાગરિકો આ સેવાનો લાભ મેળવી રહ્યા છે, જેમાં વરિષ્ઠ નાગરીકો, વિદ્યાર્થીઓ, શ્રમિકો સહિતનાનો સમાવેશ થાય છે. અબાલવૃધ્ધો દ્વારા મોટી સંખ્યામાં થતા ઉપયોગને ધ્યાનમાં રાખી કુલ 28 ઇલેક્ટ્રીક બસો દ્વારા દૈનિક કુલ 441 ટ્રીપ કરવામાં આવી રહી છે. જેમાં ગોંડલ ચોકડીથી શરૂ થઇ માધાપર ચોકડી સુધીના આશરે 11 કિ.મી. લંબાઈ ધરાવતા ટ્રેક પર મુખ્ય ચોકથી નજીકમાં જુદા-જુદા કુલ 19 પીકઅપ અને ડ્રોપ પોઇન્ટ ઉભા કરવામાં આવ્યા છે. તમામ બસ સ્ટોપ પર 2-2 કુલરની વ્યવસ્થા કરાઈ
બસમાં મુસાફરી કરતા પૂર્વીબેને દિવ્ય ભાસ્કરને આ અંગે જણાવ્યું કે, હાલ BRTS બસમાં મુસાફરી કરતા નાગરિકોને બેસવા માટે વેઇટીંગ એરીયા તથા ટીકેટીંગ વિન્ડો સાથે BRTS બસ સ્ટોપ આવેલા છે. મોટાભાગે આ બસ સ્ટોપ પર પહોંચતા દસેક મિનિટમાં બસ આવી જતી હોય છે. પરંતુ હાલની ભારે ગરમીમાં 10 મિનિટ પણ બસ સ્ટોપમાં રહેવું મુશ્કેલ બની જાય છે. ત્યારે આ બાબતને ધ્યાનમાં રાખીને મનપા દ્વારા તમામ બસ સ્ટોપ ઉપર 2-2 કુલરની વ્યવસ્થા કરવામાં આવી છે. જે ખૂબ સારી બાબત છે. આ સાથે જ હજુ ઠંડા પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવે તો મુસાફરોને મોટી રાહત થશે અને હીટસ્ટ્રોક સહિતનાં બનાવો પણ બનતા અટકાવી શકાશે. ઉલ્લેખનીય છે કે રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના રાજકોટ રાજપથ લિ. સંચાલિત જાહેર પરિવહન સેવાને પ્રોત્સાહન મળી રહે અને કાર્બન ઉત્સર્જનમાં ઘટાડા થકી પર્યાવરણને ચોક્કસપણે ફાયદો થાય તેવી લોકભોગ્ય યોજનાનો લાભ બહોળી સંખ્યામાં વરિષ્ઠ નાગરીકો, વિદ્યાર્થીઓ, શ્રમિકો સહિતના નાગરિકો લઇ રહ્યા છે, જેમાં સિનિયર સિટીઝનો અને દિવ્યાંગો સહિતની જુદી-જુદી કેટેગરી માટે ગત વર્ષથી ફ્રી મુસાફરી યોજના અમલી બનાવામાં આવી છે. તેમજ હવે મુસાફરો માટે અહીં બસ સ્ટોપમાં કુલર મુકવામાં આવતા નિયમિત રીતે મુસાફરી કરનારા લોકોએ આ કામગીરીની પ્રશંસા કરી હતી. જાણો ક્યાં-ક્યાં 19 બસસ્ટોપ પર કુલર મુકાયાં

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments