તાજેતરમાં સિંગર શાને રિયાલિટી શોની ‘રિયાલિટી’ વિશે વાત કરી હતી. તેમણે દરેક શોની પોલ ખોલતા કહ્યું- શોમાં અડધાથી વધુ વસ્તુઓ સ્ક્રિપ્ટેડ છે અને ઘણી બધી વસ્તુઓ એડિટ પણ કરવામાં આવી છે. ઉપરાંત સિંગરે કન્ટેસ્ટન્ટ વિશે પણ વાત કરી હતી. ‘રિયાલિટી શોમાં ‘રિયાલિટી’ નથી હોતી’
શાને વિકી લાલવાણીના પોડકાસ્ટમાં સિંગિંગ શો વિશે વાત કરી. તેમણે જણાવ્યું કે- 2018 પછીથી રિયાલિટી શોની મેકિંગ પ્રોસેસમાં બદલાવ આવ્યો છે. શોમાં, કન્ટેસ્ટન્ટ ફક્ત એક જ વાર સ્ટેજ પર લાઈવ પરફોર્મ કરે છે અને તેમના ગીતો પછીથી ડબ કરવામાં આવે છે. ‘એડિટ કરી બધું જ બદલી નાખવામાં આવે છે’
શાને કહ્યું- જે કન્ટેસ્ટન્ટ ત્યાં ગીતો ગાય છે, તેઓ ફક્ત એક જ વાર ગાય છે. પણ પછી તે ઓડિયો રૂમમાં જાય છે અને તેને ડબ કરવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોથી આવું થઈ રહ્યું છે. આગળ શાને એમ પણ કહ્યું કે- આવા રિયાલિટી શોના જ્જ પણ એપિસોડના અંતે એડિટને ધ્યાનમાં રાખીને પોતાની પ્રતિક્રિયા આપે છે. તેમણે એમ પણ કહ્યું કે- પહેલાના શોની TRP ઘણી સારી હતી કારણ કે ત્યારે રિયાલિટી શોમાં કન્ટેન્ટ રિયલ દેખાડવામાં આવતું. શાન ઘણા સિંગિંગ રિયાલિટી શોમાં જજ રહી ચૂક્યો છે
શાન છેલ્લા કેટલાક વર્ષોથી કોઈ રિયાલિટી શોને જજ કરી રહ્યો નથી. આ પહેલા શાન ‘ધ વોઈસ ઈન્ડિયા’ અને ‘સા રે ગા મા પા લિટલ ચેમ્પ્સ’ સહિત ઘણા સિંગિંગ રિયાલિટી શોમાં જજ તરીકે દેખાયા છે. શોના સેટ પરથી હેમા માલિનીનો એક ફોટો વાઈરલ થયો
થોડા દિવસો પહેલા, સિંગિંગ શો ‘ઇન્ડિયન આઇડલ 15’ ના સેટ પરથી હેમા માલિનીનો એક ફોટો સામે આવ્યો હતો. ફોટામાં, એક્ટ્રેસ શોની આખી સ્ક્રિપ્ટ પકડીને જોવા મળી હતી. હેમા માલિનીનો આ ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. આ પછી, લોકોએ કહ્યું કે- શોમાં એક્ટ્રેસ દ્વારા બોલાયેલા ડાયલોગ સ્ક્રિપ્ટનો ભાગ હતા. જોકે, શોના નિર્માતાઓએ હજુ સુધી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. ટેરેન્સે પણ શોને સ્ક્રિપ્ટેડ કહ્યા હતા
શાન પહેલા, ટેરેન્સ લુઈસે પિંકવિલા સાથેની વાતચીતમાં રિયાલિટી શોને સ્ક્રિપ્ટેડ ગણાવ્યા હતા. ટેરેન્સે કહ્યું હતું કે- ઘણા લોકો વિચારે છે કે આપણે ડાન્સ કરવા માગીએ છીએ. પરંતુ સત્ય એ છે કે અમને આવી પળ બનાવવા માટે કહેવામાં આવે છે. તો જ્યારે તમે પૂછો કે શું બધું સ્ક્રિપ્ટેડ છે, તો હું કહીશ કે હા, શોના ગેસ્ટ અને કન્ટેસ્ટન્ટ વચ્ચેની બધી વાતચીત અગાઉથી નક્કી હોય છે. જોકે, અમારો ડાન્સ, લોકોનો ટેલ્ન્ટ, અમારા નિર્ણયો અને કોમેન્ટ બધું જ નેચરલ હોય છે.