back to top
Homeમનોરંજનરેઈડ 2'માં અજય દેવગનની પત્ની વાણી કપૂર હશે:ઇલિયાના ડી'ક્રુઝની ગેરહાજરીએ ચર્ચા જગાવી;...

રેઈડ 2’માં અજય દેવગનની પત્ની વાણી કપૂર હશે:ઇલિયાના ડી’ક્રુઝની ગેરહાજરીએ ચર્ચા જગાવી; અજયે કહ્યું- હોલિવૂડની ફિલ્મોમાં પણ એક પાત્ર માટે લોકો બદલાતા રહે છે

‘રેડ 2′ માં, અજય દેવગન ફરી એકવાર એક પ્રામાણિક ઇન્કમટેક્સ ઓફિસર’ અમય પટનાયક ‘ તરીકે મોટા પડદા પર પરત ફરી રહ્યો છે. તાજેતરમાં જ ફિલ્મનું ટ્રેલર લોન્ચ થયું અને તે જ સમયે સૌથી વધુ પ્રશ્ન એ ચર્ચાયો હતો કે આ વખતે ઇલિયાના ડી’ક્રુઝ અજયની પત્નીની ભૂમિકા કેમ નથી ભજવી રહી ? અને તેના બદલે વાણી કપૂર શા માટે ? આ પ્રશ્નનો જવાબ અજય અને વાણીએ ટ્રેલર લોન્ચ ઇવેન્ટ દરમિયાન આપ્યો હતો. અજયે કહ્યું , ‘ તમે આવું હોલિવૂડની ફિલ્મોમાં પણ જુઓ છો.’ શોન કોનરી પછી પણ ઘણા લોકો જેમ્સ બોન્ડ બન્યા છે. ખરેખર લોકો પાત્રને અનુસરે છે, નવા લોકો તેમાં આવતા રહે છે. તે જ સમયે, વાણી કપૂરે સ્પષ્ટતા કરી કે તેના અને ઇલિયાના વચ્ચે કોઈ પણ પ્રકારનો તણાવ નથી. વાણીએ કહ્યું , ‘ મને ઇલિયાની કોઈ ઈર્ષ્યા નથી.’ અમારું ઑફ-સ્ક્રીન બોન્ડિંગ ખૂબ સારું છે. એક એક્ટર કે એક્ટ્રેસ તરીકે, તમારે ફક્ત ડિરેક્ટર અને રાઇટર કહે તે મુજબ તમારી ભૂમિકા પ્રામાણિકપણે ભજવવી પડે છે’ તેણે વધુમાં ઉમેર્યું કે ‘ આ ફિલ્મમાં મને મારી અલગ શૈલી દર્શાવવાની તક મળી. આ એક નવો અનુભવ હતો. ફિલ્મ વિશે વાત કરીએ તો, ‘ રેડ 2’ નું ડિરેક્શન રાજ કુમાર ગુપ્તા કરી રહ્યા છે. આ 2018 ની હિટ ફિલ્મ ‘ રેઇડ ‘ ની સિક્વલ છે . આ વખતે પણ વાર્તા એક મોટા વ્હાઇટ કોલર ક્રાઇમ પર આધારિત છે , જેમાં IRS અધિકારી અમય પટનાયકનો પ્રવેશ થાય છે. અજય દેવગન અને સૌરભ શુક્લા ફરીથી તેમના જૂના પાત્રોમાં જોવા મળશે. જ્યારે વાણી કપૂર અને રિતેશ દેશમુખ આ વખતે ફિલ્મમાં નવા ચહેરા તરીકે જોડાઈ રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments