back to top
Homeગુજરાતહથિયારોનું બોગસ લાઇસન્સ મેળનવારા 16 શખસ અરેસ્ટ:50 હજારથી 10 લાખ ચૂકવી લાઇસન્સ...

હથિયારોનું બોગસ લાઇસન્સ મેળનવારા 16 શખસ અરેસ્ટ:50 હજારથી 10 લાખ ચૂકવી લાઇસન્સ લીધા, કમર પર ફટકડી લટકાવી કસ્ટમરોને બાનમાં લેતા; કોણે કેટલો ચાર્જ ચૂકવ્યો?

ગુજરાતમાં નાગાલેન્ડના બોગસ હથિયાર લાઇસન્સ મેળવવાના મામલે ATSએ વધુ 16 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી 15 હથિયાર સાથે 489 કારતૂસ કબજે કરવામાં આવ્યા છે. જ્યારે આ પ્રકરણમાં આરોપીઓનો આંકડો વધી શકે છે તેવું ATS પાસેથી જાણવા મળી રહ્યું છે. ગુજરાત ATSએ પકડેલા આરોપીઓ હથિયારના શોખીન છે. જેમણે 50 હજારથી 10 લાખ સુધીના રૂપિયા ચૂકવી બોગસ હથિયાર લાઇસન્સ મેળવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ગુજરાત ATSએ ગત 8 એપ્રિલના રોજ બોગસ લાઇસન્સ ધરાવનાર 7 આરોપીની ધરપકડ કરી કુલ 6 હથિયાર સાથે 135 કારતૂસ કબજે કર્યા હતા. ત્યારે આ સાતેય આરોપીઓ ધાર્મિક કે લગ્ન પ્રસંગમાં કમર પર ફટકડી લટાવી કસ્ટમરને આકર્ષતા હતા. જેમના રિમાન્ડ દરમિયાન વધુ 16 આરોપીઓના નામ સામે આવતા તેમની પણ ધરપકડ કરવામાં આવી છે. હરિયાણાના બે શખસો નાગાલેન્ડ-મણિપુરના લાઇસન્સ તૈયાર કરી આપતા
16 આરોપીઓની પૂછપરછમાં ખુલાસો થયો છે કે, આ હથિયાર અને હથિયાર લાઇસન્સ અગાઉ પકડાયેલા સાત આરોપીઓ થકી મેળવ્યા હતા અને સાત આરોપીઓએ હરિયાણા ખાતે આવેલા નૂહમાં આવેલા સૌકતઅલી ફારૂકઅલી સોહિમઅલી તેમજ આસિફ નામના શખસોએ નાગાલેન્ડ અને મણિપુરના લાઇસન્સ તૈયાર કરાવી આપ્યા હતા. ત્યારે ગુજરાત ATSને શંકા છે કે નાગાલેન્ડ અને મણિપુર તંત્રના કોઈ કર્મચારી કે અધિકારી પણ આ બોગસ લાઇસન્સ કૌભાંડમાં સંડોવાયેલા હોઈ શકે છે. ગુજરાત ATSએ 23 આરોપીની ધરપકડ કરી
આ બોગસ લાઇસન્સ કૌભાંડ મામલે ગુજરાત ATS એ 108 આરોપીઓ સામે ફરિયાદ નોંધીને અત્યાર સુધીમાં 23 આરોપીની ધરપકડ કરી છે. વધુ આરોપીઓની શોધખોળ શરૂ કરી છે, ત્યારે આ બોગસ હથિયાર લાઇસન્સ કૌભાંડ પ્રકાશમાં આવતાની સાથે જ એક ચર્ચા પણ શરૂ થઈ છે કે, ગુજરાતના નામચીન લોકો અને સેલિબ્રિટીઓ પાસે પણ આવા પ્રકારના હથિયાર લાઇસન્સ હોઈ શકે છે. 16માંથી 6 આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ
હાલ 16 આરોપીઓ પૈકી 6 આરોપીઓ પર ગુનાઓ પણ નોંધાયેલા છે. જેમાં અરજણ વિહા ભરવાડ સામે 2 ગુના, જનક બલુ પટેલ સામે 1 ગુનો, જગદિશ રેવા ભુવા સામે 1 ગુનો, મનીષ રમેશ રૈયાણી સામે 4 ગુના, રમેશ ભોજા ભરવાડ સામે 2 ગુના અને વિરમ સોંડા ભરવાડ સામે 1 ગુનો નોંધાયો છે. 16 આરોપીઓએ આંગડિયા કે બેંક મારફતે પૈસા ચૂકવ્યા
આ 16 આરોપીઓ ધાર્મિક અને લગ્ન પ્રસંગમાં એકબીજાના સંપર્કમાં આવ્યા હતા, ત્યારે આ સાત આરોપીઓ પાસેથી હથિયાર જોઇને પ્રભાવિત થઈ ગયા હતા અને પોતાના માટે પણ લાઇસન્સ પરવાનો લેવા માટેની વાત કરી હતી. જેને લઈને આ 16 આરોપીઓએ ગુજરાત બહારના રાજ્યમાંથી 5 લાખથી લઇને 25 લાખની રકમ ચૂકવીને હથિયાર લાઇસન્સ અને હથિયાર મેળવ્યા હતા. ત્યારે ગુજરાત ATSની તપાસમાં સામે આવ્યું છે કે, આ 16 આરોપીઓએ આંગડિયા કે બેંક મારફતે પૈસા ચૂકવ્યા હતા. પ્રસંગોમાં કમર પર ફટકડી લટકાવી કસ્ટમર આકર્ષતા
ગુજરાત ATSની તપાસમાં એ વાત પણ સામે આવી છે કે, અગાઉ ઝડપાયેલા મુખ્ય આરોપીઓની ટોળકી પોતાના ગ્રાહકોને આકર્ષવા માટે ધાર્મિક કે સામાજિક પ્રસંગોમાં પોતાની કમર પર હથિયાર લટકાડીને દેખાઈ શકે તે રીતે શોઓફ કરતા હતા. જે જોઇને લોકો તેને પૂછતા હતા કે હથિયાર કઈ રીતે મળી શકે. ત્યારે આ ગેંગ હથિયાર આપવા માટેની પ્રક્રિયા સમજાવતા જેમાં આધાર કાર્ડ, 3 વર્ષના ઇનકમ ટેક્સ રીટર્ન સહિતના દસ્તાવેજ મેળવીને થોડા જ દિવસોમાં હથિયાર અને બોગસ હથિયાર લાઇસન્સ આપી દેતા હતા. જેના બદલામાં નક્કી કરેલી રકમ ચૂકવવામાં આવતી હતી. જેમાં આ 16 આરોપીઓએ અલગ અલગ રકમ ચૂકવી હતી. કેવી રીતે આખો ખેલ ઝડપાયો?
આ પહેલા 3 એપ્રિલે મણિપુર, નાગાલેન્ડ, મિઝોરમમાં માત્ર ભાડાકરાર પર હથિયાર લાઇસન્સ આપવાના કૌભાંડનો રેલો અમદાવાદ પહોંચ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે થોડા દિવસ પહેલાં પિસ્તોલ સાથે પકડેલા ભરત ભરવાડની તપાસમાં અમદાવાદમાં 3 વર્ષથી આ રેકેટ ચાલતું હોવાનું ખૂલ્યું હતું. નાના ચિલોડામાં રહેતો મુકેશ ભરવાડ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર છે. તેણે રૂ.7 લાખમાં ભાડાકરાર પર ભરત ભરવાડને હથિયારનું ઓલ ઇન્ડિયા પરમિટ લાઇસન્સ આપ્યું હતું. અમદાવાદનો મુકેશ ભરવાડ 10થી 15 લાખમાં બંદૂકનું લાઈસન્સ વેચતો હતો. ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં ખૂલ્યું છે કે, મુકેશ ભરવાડ હાલમાં ફરાર છે અને તે હરિયાણાના શૌકતે અત્યાર સુધીમાં અમદાવાદ સહિતના શહેરોમાં 40થી વધુ લોકોને ભાડાકરાર પર લાઇસન્સ કઢાવી આપ્યાં છે. ક્રાઇમ બ્રાન્ચે ઘાટલોડિયામાં લક્ષમણગઢના ટેકરા પાસે રહેતા ભરત ભરવાડને ગાડી સાથે પક્ડી ગાડીમાંથી પરમિટની ગેરકાયદે પિસ્તોલ મળી હતી. જેની તપાસ કરતા ક્રાઇમ બ્રાન્ચે જણાવ્યું કે, ભરત ભરવાડે 2022માં નાના ચિલોડામાં રહેતા મુકેશ ભરવાડને હથિયારનું લાઇસન્સ લેવાની વાત કરતા, તેણે રૂ.7 લાખમાં મણિપુરથી ઓલ ઇન્ડિયા પરમિટ લાઇસન્સ કઢાવી આપવાનું કહી, મણિપુરમાં રહેતા હોવાના ભાડાકરારની વાત કરી હતી. ક્યારેય મણિપુર નહીં ગયેલા આરોપી ભરત ભરવાડ મણિપુરમાં રહેતો હોવાનો ભાડાકરાર અમદાવાદમાં કરાવી પોતે મણિપુરમાં શાકભાજીની લારી ચલાવે છે. મણિપુરમાં નકસલવાદીનો ત્રાસ હોવાથી સ્વરક્ષણ માટે લાઇસન્સ કઢાવવાનું લખી આપ્યું હતું. મુકેશ ભરવાડે હરિયાણાના સાગરિત સાથે મળી હથિયારનું લાઈસન્સ કઢાવી આપ્યું હતું. ઝડપાયેલા ભરત ભરવાડે 25 હજારમાં તમંચો લીધો
ભરત ભરવાડે રૂ.25 હજારમાં રાજકોટના પેડક રોડ પરના ભરવાડ વાસમાં રહેતા સોમા ગમારા પાસેથી દેશી પિસ્તોલ ખરીદી હતી. જેની પાસેથી પિસ્તોલ ખરીદેલી તે સોમાભાઇનું મોત નીપજ્યું છે. ક્રાઇમ બ્રાન્ચે તપાસ આદરી ગેરકાયદે હથિયારના પરવાના અંગે જાણવાજોગ ફરિયાદ નોંધી છે. પરવાનાની ચકાસણી માટે મણિપુર પત્ર વ્યવહાર કર્યો છે. ભરત ભરવાડનો ગુનાઈત ઇતિહાસ
ગુનાઈત ઈતિહાસવાળા આરોપી ભરત ભરવાડ સામે નારણપુર પોલીસમાં રાયોટિંગનો ગુનો છે. 2018માં પાલડી પોલીસે પકડ્યો હતો. 2022માં સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફાયરિંગ કરી હત્યાની કોશિષના ગુનામાં પકડાયો હતો. સેટેલાઇટ પોલીસે 2024માં આર્મ્સ એક્ટના ગુનામાં, આનંદનગર પોલીસે 2024માં જીપી એક્ટના ગુનામાં પકડ્યો હતો. આરોપી પાસેના 3 વેપન પૈકી એક સરદારનગર, બીજું સેટેલાઇટ પોલીસ સ્ટેશને કબજે કર્યું છે. ઘરબેઠા જ હથિયાર લાવી આપવામાં આવતું હતું
ભાડા કરારના આધારે ગેરકાયદે મણિપુર, નાગાલેન્ડ અને મિઝોરમમાંથી ઓલ ઇન્ડિયા પરમિટવાળું હથિયારનું લાઇસન્સ મુકેશ ભરવાડ અને શૌકત રૂ.10 લાખથી 15 લાખમાં હથિયારનો પરવાનો આપતા હતા. 3 વર્ષમાં આ આરોપીઓએ 40થી વધુ લોકોને મણિપુર, નાગાલેન્ડ કે મિઝોરમમાં લઇ ગયા વગર ભાડાકરાર કરી હથિયારનો પરવાનો આપ્યો છે. 8 એપ્રિલે ATSએ 7 શખસને ઝડપી લીધા
ત્યાર બાદ 8 એપ્રિલના રોજ એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડે મૂળ અમદાવાદના અને આસામમાં સ્થાયી આરોપી મુકેશ બાંભા, વિશાલ પંડ્યા, શેલા બોળિયા, બ્રિજેશ મહેતા ઉર્ફે બિટ્ટુ નવાબ, અર્જુન અલગોતર, ધૈર્ય જરીવાલ અને સદ્દામ હુસેનની ધરપકડ કરવાની સાથે બોગસ હથિયારનો પરવાનો મેળવી હથિયાર ખરીદનાર 108 લોકો સામે ગુનો નોંધી ઇતિહાસ સર્જ્યો છે. એટીએસ આગામી દિવસોમાં સઘન તપાસ . 6 વર્ષથી હથિયારના બોગસ પરવાના આપતા
કૌભાંડમાં નૂહ, હરિયાણામાં રહેતા ગનશોપના માલિક સહિતના મળતિયાઓને ભાગેડુ બતાવ્યા છે. આર્થિક ફાયદા માટે 6 વર્ષથી ગુજરાતના લોકોને હથિયારના પરવાના બનાવી આપતા અને તેમની ગન હાઉસમાંથી હથિયારો વેચતા હતા. એટીએસે આસામમાંથી પકડેલા મુખ્ય સૂત્રધાર મુકેશ રણછોડ બાંભા પાસે જે હથિયાર લાઇસન્સ છે. તે કયા રાજ્યનું છે, તે હજુ સુધી જાણી શકાયું નથી. ATS પાસે 108ની યાદી
ATSના ડીઆઇજી સુનિલ જોશીએ બોગસ હથિયાર પરવાના અંગે જણાવ્યું કે, મુખ્ય આરોપી મુકેશ બાંભા સહિત સાગરીતોએ અમદાવાદ, સુરત, સુરેન્દ્રનગર અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં રૂ.7 લાખથી 20 લાખમાં 108 જણાંને મણિપુર-નાગાલેન્ડના બોગસ હથિયાર પરવાના આપ્યા હતા. હથિયાર પરવાનો લેનારામાં મોટાભાગે ગુનાહિત ઇતિહાસ ધરાવનાર છે. ગન લાઇસન્સ કૌભાંડમાં આરોપીઓ પાસેથી 2 પિસ્તોલ, 1 રિવોલ્વર, 3 બાર બોરની બંદૂક અને 135 કારતૂસ કબજે લીધાં હતા. એટીએસ પાસે 108 લોકોના નામની યાદી છે. પીઆઈ બી. એમ. પટેલે તમામ આરોપીને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરી 11 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આરોપી ભરત ભરવાડ હથિયારના કેસમાં જામીન પર છૂટ્યો હતો. સ્કોર્પિયો ગાડીમાં પિસ્તોલ રાખી ફરતા આરોપી ભરત ભરવાડની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કર્યા બાદ, મેટ્રો કોર્ટે રૂ.25 હજારના શરતી જામીન પર મુકત કર્યો છે. આરોપી ભરતે ભાડા કરારના આધારે મુખ્ય સૂત્રધાર મુકેશ બાંભા પાસેથી રૂ.7 લાખમાં મણિપુરમાંથી ઓલ ઇન્ડિયા ગન લાઇસન્સ મેળવ્યું હતું. સુરતમાં બોગસ લાઇસન્સથી હથિયાર ખરીદીનું કૌભાંડ
સુરત શહેરમાંથી ગુજરાત ATS અને ક્રાઈમ બ્રાન્ચે મળીને બોગસ વેપન લાઇસન્સ કૌભાંડનો મોટો ખુલાસો થયો છે. આ વચ્ચે તપાસમાં જાણવા મળ્યું છે કે, સુરતના પ્રખ્યાત ગજાનન ગન હાઉસમાંથી બોગસ લાઇસન્સના આધારે અત્યાર સુધીમાં કુલ 51 હથિયારો ઈશ્યૂ કરવામાં આવ્યાં હતાં. આ મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચે અત્યાર સુધીમાં ચાર આરોપીની ધરપકડ કરી છે અને હજુ પણ 16 જેટલા આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. પકડાયેલા આરોપીઓમાં ગજાનન ગન હાઉસના માલિક અતુલ પટેલનો પણ સમાવેશ થાય છે. સંપુર્ણ અહેવાલ વાંચો…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments