બોલિવૂડ એક્ટર હૃતિક રોશન હાલ તેની આગામી ફિલ્મો ‘વોર 2’ અને ‘ક્રિશ 4’ ને લઈને સમાચારમાં છે. હૃતિક રોશનની આ બંને ફિલ્મોને લગતા અપડેટ્સ એક પછી એક બહાર આવી રહ્યા છે. એવામાં એક્ટરની પર્સનલ લાઈફની ઝલક પણ ચર્ચામાં આવી છે. હૃતિક અને સબા આઝાદના રોમેન્ટિક વેકેશન પર છે. એક્ટરની ગર્લફ્રેન્ડ તેનાથી 12 વર્ષ નાની છે. હૃતિક રોશન અને સબા આઝાદ રોમેન્ટિક વેકેશન પર
હૃતિક અને સબાની તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહી છે. એક ફોટોમાં બંનેની મિરર સેલ્ફી જોવા મળી. હૃતિક રોમેન્ટિક સ્ટાઈલમાં સબાના ખભા પર હાથ મૂકીને સ્માઈલ કરી રહ્યો છે, જ્યારે સબા તેના ખભા પર માથું ઝૂકાવીને ફોટો ક્લિક કરી રહી છે. બીજા ફોટોમાં હૃતિક રોશન ફની અંદાજમાં કેમેરા તરફ જોઈ રહ્યો છે, સબાએ આ ફોટો શેર કરતાં ફની કેપ્શન પણ આપ્યું હતું- ‘Best Fool!’ ક્યૂટ કેમેસ્ટ્રીએ ફેન્સનું દિલ જીત્યું!
હૃતિક રોશન અને તેની ગર્લફ્રેન્ડ સબા આઝાદની ક્યૂટ કેમેસ્ટ્રી ફેન્સનું દિલ જીતી રહી છે. બંનેનાં વેકેશનની તસવીર સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. આ તસવીરો સામે આવતાં ફેન્સનો પ્રેમ જોવા લાયક છે. કેટલાક તેમની સાદગીના વખાણ કરી રહ્યા છે, તો કેટલાક કહી રહ્યા છે કે હૃતિક રોશન અને સબા આઝાદની જોડી બોલિવૂડના સૌથી સુંદર કપલ્સમાંથી એક છે. ત્રણ વર્ષથી લિવિનમાં રહે છે
હૃતિક અને સબા ત્રણ વર્ષથી લિવિનમાં રહે છે. 1 ઓક્ટોબર 2024ના રોજ એક્ટરે તસવીર શેર કરી લખ્યું હતું કે- હેપ્પી એનિવર્સરી, પાર્ટનર, સબાએ કેપ્શન સાથે તસવીર પોસ્ટ કરી હતી હેપ્પી 3 વર્ષ પાર્ટનર. હૃતિકની કઝીન અને એક્ટર પશ્મિના રોશને હાર્ટ ઈમોજીસ શેર કરીને લખ્યું, 2 ક્યુટીઝ. તે રોમન હોલિડે વાઇબ્સ આપે છે. કોણ છે સબા આઝાદ?
સબાએ પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત સ્કૂલનો અભ્યાસ પૂરો કર્યા પછી તરત ઈશાન નાયરની શોર્ટ ફિલ્મ ગુરુરથી કરી હતી. એ પછી સબાએ દિલ કબડ્ડી ફિલ્મથી વર્ષ 2008માં બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. ‘દિલ કબડ્ડી’માં સબા રાહુલ બોસની સાથે લીડ રોલમાં જોવા મળી હતી. ત્યાર બાદ તેને ન્યૂકમર સાકિબ સલીમની સાથે ‘મુઝસે ફ્રેન્ડશિપ કરોંગે’માં કામ કરવાની તક મળી. આ ફિલ્મ વર્ષ 2011માં રિલીઝ થઈ હતી. એક્ટિંગ ફિલ્ડ બાદ સબાએ સિગિંગ ફિલ્ડમાં કરિયર બનાવી હતી. હૃતિક રોશન પહેલાં સબા આઝાદનું નામ એક્ટર ઈમાદ શાહ સાથે જોડાઈ ચૂક્યું છે. ઈમાદ નસીરુદ્દીન શાહનો પુત્ર છે. ફિલ્મ અને ગીત ઉપરાંત સબાએ કોમર્શિયલ એડ પણ કરી છે. સબા કેડબરી, પોન્ડ્સ, મેગી, ટાટા સ્કાય, ગૂગલ, કિટ કેટ, વોડાફોન, સનસિલ્ક, નેસકેફે, એરટેલની એડમાં જોવા મળી છે. હૃતિકના 2014માં ડિવોર્સ થયા
હૃતિકે વર્ષ 2000માં સુઝાન ખાન સાથે લગ્ન કર્યાં હતાં. આ જ વર્ષે હૃતિકે ‘કહો ના પ્યાર હૈ’થી બોલિવૂડ ડેબ્યુ કર્યું હતું. 2006માં હૃતિક દીકરા રેહાન તથા 2008માં રેધાનના પેરેન્ટ્સ બન્યો હતો. જોકે 31 ઓક્ટોબર, 2014ના રોજ બંને અલગ થઈ ગયાં હતાં. ડિવોર્સ બાદ પણ હૃતિક તથા સુઝાન વચ્ચે સારું બોન્ડિંગ છે.