back to top
Homeમનોરંજન89 વર્ષીય ધરમપાજીનો 'જાટ' અંદાજ!:દીકરાની ફિલ્મની સ્ક્રિનિંગમાં ઢોલના તાલે ભાંગડા કર્યા, તાકાત...

89 વર્ષીય ધરમપાજીનો ‘જાટ’ અંદાજ!:દીકરાની ફિલ્મની સ્ક્રિનિંગમાં ઢોલના તાલે ભાંગડા કર્યા, તાકાત જોઈ લોકોએ કહ્યું- ‘ઓલ્ડ ઈઝ ગોલ્ડ!’

સની દેઓલની ફિલ્મ ‘જાટ’ આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ પહેલા, ફિલ્મનું સ્ક્રિનિંગ યોજાયું હતું અને ઘણા ફિલ્મ સ્ટાર્સ રેડ કાર્પેટ પર જોવા મળ્યા હતા. આ પ્રસંગે દીકરાની ફિલ્મનો ઉત્સાહ પિતાની ચહેરા પર ચમકતો જોવા મળ્યો. જી હા, સની દેઓલની ફિલ્મના સ્ક્રિનિંગમાં 89 વર્ષીય ધરમપાજીએ ભાંગડા કર્યા હતા. વીડિયો સામે આવ્યા બાદ લોકો તેમની તાકાતના ખૂબ જ વખાણ કરી રહ્યા છે. ધરમપાજીનો ‘જાટ’ અંદાજ!
સાઉથ સિનેમાના પ્રખ્યાત ડિરેક્ટર ગોપીચંદ માલિનીની ‘જાટ’ એક્શન-ડ્રામા ફિલ્મ છે. તેની સ્ક્રિનિંગમાં સની દેઓલના પિતા અને દિગ્ગજ એક્ટર ધર્મેન્દ્ર પણ પહોંચ્યા હતા. જ્યાં તેમણે ભાંગડા કરી બધાને ચોંકાવી દીધા હતા. 89 વર્ષીય એક્ટરે જેવો ઢોલનો નાદ સાંભળ્યો કે તરત જ તેમના પગ ઝૂમવા લાગ્યા. આજે પણ ધરમપાજીના ચહેરાની સ્માઈલ અને સ્ટાઈલ ભલભલા એક્ટરને ઝાંખા પાડી દે છે. પાપારાઝીએ આ ખાસ મોમેન્ટને કેમેરામાં કેદ કરી હતી. વખાણ કરતા ફેન્સે કહ્યુ- ‘ઓલ્ડ ઈઝ ગોલ્ડ!’
ધરમપાજીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. લોકો તેમની તાકાત અને સ્વાસ્થ્યના વખાણ કરી રહ્યા છે. ધર્મેન્દ્રના ફેન્સ આ વીડિયો પર પ્રેમ વરસાવી રહ્યા છે. વીડિયો પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યું- ધરમપાજી આ ઉંમરે પણ એટલા જ સુંદર છે. બીજા યુઝરે લખ્યું- વાહ, અદ્ભુત અંદાજ છે. અન્ય યુઝરે લખ્યું- ‘ઓલ્ડ ઈઝ ગોલ્ડ’. આ વીડિયો પર આવી ઘણી બધી કોમેન્ટ આવી રહી છે. ફિલ્મને લઈ દર્શકોમાં જબરદસ્ત ક્રેઝ
સની દેઓલની ‘જાટ’ આજે એટલે કે 10 એપ્રિલે દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં રામ્યા કૃષ્ણન, રેજિના કેસાન્ડ્રા, ઉર્વશી રૌતેલા, વિનીત કુમાર સિંહ જેવા ઘણા મોટા સ્ટાર્સ જોવા મળશે. આ ફિલ્મમાં એક્ટર રણદીપ હુડ્ડા વિલનની ભૂમિકામાં છે. ‘જાટ’માં સની દેઓલ પોલીસ અધિકારીની ભૂમિકા ભજવી રહ્યો છે. આ ફિલ્મને લઈને દર્શકોમાં જબરદસ્ત ક્રેઝ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments