તાજેતરમાં સાંસદ અને એક્ટ્રેસ જયા બચ્ચને અક્ષય કુમારની ફિલ્મ ‘ટોઇલેટ એક પ્રેમ કથા’ પર કૉમેન્ટ કરી હતી. હવે એક્ટરે તેમની કૉમેન્ટ પર પ્રતિક્રિયા આપી છે. મીડિયા સાથે વાતચીત કરતા અક્ષયને આ અંગે પ્રશ્ન કર્યો ત્યારે તેણે કહ્યું- ‘હવે જો તેમણે કહ્યું છે, તો તે સાચું જ હશે.’ મને નથી લાગતું કે મેં ‘ટોઇલેટ એક પ્રેમ કથા’ જેવી ફિલ્મ બનાવીને કંઈ ખોટું કર્યું છે. જો તેઓ એવું માને છે તો તે સાચું હોવું જોઈએ. એટલું જ નહીં એક્ટરે ટોણો મારતા એમ પણ કહ્યુ- ‘કોઈ બેવકૂફ જ આવું વિચારી શકે છે. ‘ટોયલેટ એક પ્રેમ કથા’ને ટ્રોલ કરવા પર એક્ટરનો જવાબ
પ્રેસ મીટ દરમિયાન, અક્ષયને પૂછવામાં આવ્યું કે જ્યારે તેમના સાથી કલાકારો તેમની ફિલ્મોની ટીકા કરે છે ત્યારે કેવું લાગે છે? અક્ષયે કહ્યું- મેં જે પ્રકારની ફિલ્મો બનાવી છે તેની ટીકા ફક્ત કોઈ બેવકૂફ (મૂર્ખ) જ કરી શકે છે. મેં ‘પેડમેન’, ‘ટોઇલેટ એક પ્રેમ કથા’, ‘એરલિફ્ટ’, ‘કેસરી 1’ અને ‘કેસરી 2’ ફિલ્મો બનાવી. તમે જ કહો આમાં મેં શું ખોટું કર્યું છે. આવી ઘણી ફિલ્મો છે, જે સમાજને જાણકારી આપે છે. તેથી ફક્ત કોઈ મૂર્ખ જ આ ફિલ્મોની ટીકા કરશે. ‘ટોયલેટ- એક પ્રેમ કથા’ વાહિયાત ફિલ્મ છે’
થોડા દિવસો પહેલા જયા બચ્ચન ઈન્ડિયા ટીવીના કોન્ક્લેવમાં ગયાં હતાં. ત્યાં તેમણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ક્રિએટિવિટી વિશે વાત કરી હતી. આ કાર્યક્રમમાં, જ્યારે તેમને સરકારી અને સામાજિક મુદ્દાઓને પ્રોત્સાહન આપવા માટે બનાવવામાં આવતી ફિલ્મો વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે કહ્યું- ‘તમે ટાઈટલ (ટોયલેટ- એક પ્રેમ કથા) તો જુઓ, હું આવી ફિલ્મો ક્યારેય જોવા નહીં જાઉં. ‘ટોયલેટ- એક પ્રેમ કથા’, શું આ કોઈ નામ કહેવાય? મને કહો કે તમારામાંથી કેટલા લોકો આવા ટાઈટલવાળી ફિલ્મ જોવા જશે? જયા બચ્ચનના પ્રશ્ન પર કેટલાક લોકોએ હાથ ઊંચા કર્યા. જે પછી એક્ટ્રેસે કહ્યું, જો આટલા બધા લોકોમાંથી ફક્ત ચાર-પાંચ લોકો જ ફિલ્મ જોવા જઈ રહ્યા હોય, તો ફિલ્મ ફ્લોપ છે. આ ફિલ્મ યુપીની પ્રિયંકા ભારતીની વાર્તા છે.
અક્ષય કુમારની આ ફિલ્મ 2017 માં મોટા પડદા પર આવી હતી. આમાં અક્ષયની સાથે ભૂમિ પેડનેકર પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી. આ ફિલ્મમાં ભૂમિએ યુપીની પ્રિયંકા ભારતીનો રોલ ભજવ્યો હતો. આ ફિલ્મનું દિગ્દર્શન શ્રી નારાયણ સિંહ દ્વારા કરવામાં આવ્યું હતું. ૭૫ કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મે વિશ્વભરમાં લગભગ ૩૦૦ કરોડ રૂપિયાનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું હતું. આ કમાણી સાથે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ. વર્કફ્રન્ટની વાત કરીએ તો, અક્ષય ટૂંક સમયમાં ‘કેસરી-2’માં જોવા મળશે. આ ફિલ્મ જલિયાંવાલા બાગ હત્યાકાંડ પર આધારિત છે. આ ફિલ્મમાં તેમણે વકીલ સી. શંકર નાયરની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં તેમની સાથે અનન્યા પાંડે અને આર માધવન પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. કેસરી-2 ૧૮ એપ્રિલે રિલીઝ થવા જઈ રહી છે.