પાકિસ્તાનના કરાચીમાં એક રેવ પાર્ટીમાં કંઈક એવું બન્યું જેણે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. પાર્ટીમાં કરીના કપૂરનો ક્રેઝ તો જોવા મળ્યો પણ સાથે પાકિસ્તાનીઓની હરકત પર ફેન્સને ગુસ્સો પણ આવ્યો. ઘટના એવી છે કે, પાર્ટીના વાઈરલ વીડિયોમાં કરીના કપૂરનાં એનિમેટેડ અવતારને મોટા પડદે ડાન્સ કરતો બતાવવામાં આવ્યો હતો. પરંતુ આ એનિમેશન ફની લાગી રહ્યું હતું, જેથી ફેન્સને લાગી રહ્યું છે કે એક્ટ્રેસની મજાક ઉડાવવામાં આવી છે. વીડિયોમાં શું છે?
વાઈરલ વીડિયોમાં, કરાચીની એક રેવ પાર્ટીમાં લોકો મજા કરી રહ્યા હતા. અચાનક સ્ક્રિન પર AI જનરેટેડ કરીના કપૂરનું એનિમેટેડ વર્ઝન આવ્યું, જેમાં એક્ટ્રેસ તેની ફેમસ ફિલ્મ ‘કભી ખુશી કભી ગમ’ના આઇકોનિક ડાયલોગ પર પરફોર્મ કરતી બતાવવામાં આવી છે. પાર્ટીમાં હાજર પાકિસ્તાનીઓ એક્ટ્રેસને જોઈ ઝૂમી ઊઠે છે. લગભગ 20 સેકન્ડની આ ક્લિપમાં શોરબકોર સંભળાય રહ્યો છે. પાર્ટીમાં હાજર લોકો કરીનાને મોટા પડદા પર જોઈને જોરથી ચીસો પાડવા લાગે છે. યુઝરે વીડિયોની સાથે લખ્યું છે કે, ‘તમે પાકિસ્તાનના કરાચીમાં ધૂમ મચાવી રહ્યા છો અને કરીના કપૂર તમારી સામે ડાન્સ કરી રહી છે.’ આ એનિમેશન એકદમ જ ખરાબ લાગી રહ્યું હતું. પાર્ટીમાં માહોલ બનાવવા માટે તે બતાવવામાં આવ્યું હતું, પરંતુ તે મજાકનો વિષય બની ગયો. આ વીડિયો વાઈરલ થતાં જ કરીનાનાં ફેન્સનો ગુસ્સે દેખાયો. પાકિસ્તાનીઓની હરકત જોઈ ફેન્સ ભડક્યા
એક યુઝરે લખ્યું, કરીના જુએ તે પહેલાં તેને ડિલીટ કરી દો! ઘણા ફેન્સે AI વીડિયોમાં કરીનાનાં ડાન્સ મૂવ્સની પણ ટીકા કરી અને કહ્યું કે કરીનાને તે બિલકુલ ગમશે નહીં. બીજા યુઝરે કોમેન્ટ કરી કે- શું કરાચીમાં કોઈ રેવ પાર્ટી ચાલે છે? મને લાગતું હતું કે પાકિસ્તાન પાસે તો માત્ર ક્રિકેટના જ પૈસા છે. ચોથા યુઝરે કહ્યું કે- પહેલા આ વીડિયો ડિલીટ કરી નાખો પ્લીઝ. ફિલ્મ ‘દાયરા’માં જોવા મળશે ‘બેબો’
જો આપણે કરીના કપૂરના કામ વિશે વાત કરીએ તો, તેણે ફિલ્મ ‘રેફ્યુજી’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું, આ ફિલ્મમાં તે અભિષેક બચ્ચન સાથે જોવા મળી હતી. આ જોડી ખૂબ પસંદ આવી. કરીના કપૂર તાજેતરમાં ‘ધ બકિંગહામ મર્ડર્સ’ નામની ફિલ્મમાં જોવા મળી હતી. આગામી સમયમાં કરીના કપૂર મેઘના ગુલઝારની ફિલ્મ ‘દાયરા’માં જોવા મળશે. જેમાં પૃથ્વીરાજ સુકુમારન પણ જોવા મળી શકે છે. પૃથ્વીરાજ ફિલ્મમાં પોલીસમેનની ભૂમિકા ભજવી શકે છે.