back to top
Homeમનોરંજનચાહત ખન્નાનો સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિશે ચોંકાવનારો ખુલાસો:કહ્યું- ત્યાં કોન્ટ્રેક્ટમાં જ 'કોમ્પ્રોમાઇઝ'ની...

ચાહત ખન્નાનો સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિશે ચોંકાવનારો ખુલાસો:કહ્યું- ત્યાં કોન્ટ્રેક્ટમાં જ ‘કોમ્પ્રોમાઇઝ’ની શરત મૂકી હોય છે; બોલિવૂડમાં પણ એવું જ છે માત્ર પદ્ધતિ જુદી

એક્ટ્રેસ ચાહત ખન્નાએ તાજેતરમાં સાઉથ ઇન્ડસ્ટ્રી વિશે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. એક્ટ્રેસે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કાળા રહસ્યોનો ખુલાસો કરતા કહ્યું કે ત્યાંના કોન્ટ્રેક્ટમાં સ્પષ્ટપણે લખ્યું છે હોય છે કે, એક્ટર, ડિરેક્ટર અને પ્રોડ્યુસર્સ સાથે સમજૂતી કરવી પડશે. ચાહત ખન્નાએ હાઉસફ્લાય સાથેની વાતચીત દરમિયાન આ વાતનો ખુલાસો કર્યો. એક્ટ્રેસે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં થતાં કાસ્ટિંગ કાઉચ વિશે ખુલાસો કર્યો અને કહ્યું કે ત્યાં કામ કરતાં પહેલા, કોમ્પ્રોમાઇઝ વિશે પૂછવામાં આવે છે. તેણે કહ્યું કે આ બધી બાબતો ત્યાં ખુલ્લેઆમ થાય છે. કરાર પર સાઇન કરતાં પહેલા આવી ચર્ચાઓ એકબીજા સાથે થાય છે. કરારમાં સ્પષ્ટપણે લખ્યું હોય છે કે તમારે કોમ્પ્રોમાઇઝ કરવું પડશે. ચાહત ખન્નાએ બોલિવૂડમાં કાસ્ટિંગ કાઉચ વિશે વાત કરી. એક્ટ્રેસે કહ્યું કે બોલિવૂડમાં પણ આવું થાય છે, પરંતુ અહીંની પદ્ધતિઓ અલગ છે. અહીં એક્ટ્રેસને અલગ રીતે પૂછવામાં આવે છે. જ્યારે પણ કોઈ નવી એક્ટ્રેસ આવે છે, ત્યારે તેને આ બધી બાબતોનો સામનો કરવો પડે છે. જોકે, ચાહત ખન્ના કહે છે કે તેની સાથે આવું ક્યારેય બન્યું નથી. ચાહત ખન્ના ઘણીવાર પોતાના અંગત જીવનને લઈને સમાચારમાં રહે છે. તાજેતરમાં, એક ઇન્ટરવ્યૂ દરમિયાન, એક્ટ્રેસે જણાવ્યું હતું કે, બાળપણમાં તેનું શોષણ થયું હતું. એક્ટ્રેસે કહ્યું હતું કે- ‘જ્યારે હું ખૂબ નાની હતી, ત્યારે એક કાકાએ મને પોતાના ખોળામાં બેસાડી અને ચોકલેટ આપી. ત્યારે મને એટલું સમજાયું નહીં; બે વર્ષ પછી, મને ખ્યાલ આવ્યો કે મારી સાથે શું થયું હતું.’ ચાહત ખન્ના હવે નાના પડદા પર ભાગ્યે જ જોવા મળે છે. એક્ટ્રેસે કહ્યું કે,- ‘કોઈ તેની સાથે કામ કરવા માગતું નથી.’ તેણે છૂટાછેડા અંગે ઉદ્યોગમાં વિકસેલી માનસિકતા વિશે વાત કરી. તેણે કહ્યું કે ‘ઘણા લોકો તેની સાથે કામ કરવા માગતા નથી.’ નોંધનીય છે કે, એક્ટ્રેસના બે વાર છૂટાછેડા થઈ ચૂક્યા છે. તેના પહેલા લગ્ન લાંબા સમય સુધી ટકી શક્યા નહીં. માત્ર 4 મહિનામાં જ તેના છૂટાછેડા થઈ ગયા. પછી તેણે પોતાનું જીવન નવેસરથી શરૂ કર્યું અને ફરીથી લગ્ન કર્યા, પરંતુ તે લગ્ન પણ લાંબો સમય ટકી શક્યા નહીં અને છૂટાછેડામાં પરિણમ્યા. ચાહત કહે છે કે, ‘છૂટાછેડા અને અલગ થવું ક્યારેય સરળ નથી હોતું, ખાસ કરીને જ્યારે બાળકો હોય.’ તેણે આગળ કહ્યું- મારા બીજા છૂટાછેડા ખૂબ જ મુશ્કેલ હતા. મારી એક દીકરી ફરહાન સાથે રહે છે અને બીજી મારી સાથે. છૂટાછેડા વિશે ઉદ્યોગમાં એક માન્યતા છે કે તમારું નામ ખરાબ રીતે ચર્ચામાં આવે છે અને ઘણા લોકો તમારી સાથે જોડાવા માગતા નથી.’

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments