back to top
Homeગુજરાતપાટણ બાદ રાજકોટ કલેક્ટર કચેરીમાં બોમ્બની ધમકી:જિલ્લા કલેક્ટરને ધમકીભર્યો ઇ-મેલ મળતાં પોલીસ...

પાટણ બાદ રાજકોટ કલેક્ટર કચેરીમાં બોમ્બની ધમકી:જિલ્લા કલેક્ટરને ધમકીભર્યો ઇ-મેલ મળતાં પોલીસ દોડતી થઈ, ડોગ અને બોમ્બ-સ્ક્વોડની મદદ લેવાઈ, કંઈ ન મળતાં ટીમો રવાના

ગુજરાતમાં અવારનવાર એરપોર્ટ, મોલ સહિતની જગ્યાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા ઇ-મેલ મળવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આજે (11 એપ્રિલ) રાજકોટ અને પાટણમાં જિલ્લા કલેકટર કચેરીને ઈ-મેલ થકી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. જેમાં બપોરે ત્રણ વાગ્યા સુધી કલેક્ટર કચેરીમાં બ્લાસ્ટ થવાની શક્યતા દર્શાવવામાં આવી હતી. જેને લઈને બંને કલેકટર કચેરીએ પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. આ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચ, SOG, ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ પણ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે અને તપાસ કરી રહી છે. દરમિયાન લાંબી તપાસ બાદ કંઈ હાથ ન લાગતા પોલીસે અને કલેક્ટર તંત્રે રાહતનો શ્વાસ લીધો હતો. દરમિયાન ત્યાં તપાસ કરતી એજન્સીઓ પરત ફરી હતી. પાટણ અને મહેસાણાની ટીમો દ્વારા સર્ચ ઓપરેશન
પાટણ જિલ્લા કલેકટર અરવિંદ વિજયને જણાવ્યું હતું કે, પાટણ કલેકટરના ઑફિશિયલ ઇ-મેલ આઇડી પર કોઈ અજાણ્યા ઇ-મેલ આઇડી દ્વારા બપોરે 2:00 વાગ્યાના આસપાસ આઈઇડી બ્લાસ્ટની ધમકી ભરેલો મેઈલ મળ્યો હતો. ત્યારબાદ તુરંત જ સુરક્ષાના ભાગરૂપે કલેકટર કચેરીની તમામ ઓફિસોના સ્ટાફને કલેક્ટર કચેરીની બહાર લાવી દેવામાં આવ્યો હતો અને પોલીસને જાણ કરી દેવામાં આવી હતી અને પોલીસની બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડની ટીમો પાટણ અને મહેસાણાની ટીમો દ્વારા સમગ્ર ઓફિસમાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું છે અને હાલમાં કોઈ વસ્તુ નથી. વધુમાં જે ઈમેલ આઇડી પરથી ઇમેલ આવ્યો હતો એ બાબતે પણ સાયબર ક્રાઇમને જાણ કરવામાં આવી છે, એ બાબતે તપાસ ચાલુ છે. બૉમ્બ સ્કવોડની તપાસ પૂર્ણ થયા બાદ 6 વાગે કલેક્ટર અને એસપી સહિતનો સ્ટાફ કલેક્ટર કચેરીની અંદર ગયો હતો . રાજકોટ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
રાજકોટ જિલ્લા કલેક્ટરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઇ-મેલ મળ્યો છે. આ મામલે જિલ્લા કલેક્ટરે પોલીસ વિભાગને જાણ કરી છે. સમગ્ર મામલે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ, SOG, ડોગ-સ્ક્વોડ, બોમ્બ-સ્ક્વોડ અને સ્થાનિક પોલીસની ટીમ તપાસ અર્થે કલેક્ટર કચેરી ખાતે પહોંચી ગઈ છે. શંકાસ્પદ વસ્તુ ન મળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો
રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીની ચેમ્બર સહિત વિવિધ વિભાગોમાં બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જોકે, તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. જ્યારે જિલ્લા કલેકટરને મળેલ ઈ-મેલને લઇ રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા ઈ-મેલ આઈડી મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. શું લખ્યું છે ધમકી ભર્યા ઇમેઇલમાં
સૌરભ પારધી નામના વ્યક્તિના ઇમેઇલ એડ્રેસ પરથી જિલ્લા કલેકટર રાજકોટને ધમકી ભર્યો ઇમેઇલ મળ્યો છે જેમાં લખવામાં આવ્યું છે કે, હું અતિ ગંભીર બાબત લખી રહ્યો છું.ઈડ્ડાપડ્ડી કે.પલાનીસામીની સુરક્ષામાં છીંડા હોવાથી તેની સલામતી જોખમમાં છે. ઇન્ટલિજન્સ વિભાગે પુષ્ટી કરી છે કે, IPS ડો.વરૂણ કુમાર અને તેની પત્ની તથા IPS વંદિતા પાંડેએ પાકિસ્તાની સંસ્થા ISIને સિક્યોરિટીની માહિતી લીક કરી દીધી છે. તેનો હેતુ સ્પષ્ટ છે. જાફર સાદિક કેસને કારણે ઉભી થયેલી પરિસ્થિતિ પરથી ધ્યાન ભટકાવવા AIADMKમાં પલાની સામીનો પ્રભાવ ખતમ કરી તમિલનાડુની શાંતિ ડહોળવા માગે છે. ગુજરાતમાં આરડીએક્સ જેવો વિસ્ફોટક પદાર્થ મૂકીને બ્લાસ્ટ કરવામાં આવશે. તમામ કર્મચારીઓ અને જોશી સાહેબને 3 વાગ્યા સુધીમાં ઓફિસ બહાર કાઢી લેવા. જો મોડું થશે તો મોટી જાનહાનિનું જોખમ છે. આ ષડયંત્ર શ્રીમતી કીરુથીગા ઉદયનિધિની જાફર સાદિક કેસની સંડોવણી દબાવી દેવા માટે રચવામાં આવ્યું છે. NIA-NSGએ પલાનીસામીની સુરક્ષા ચૂસ્ત કરવાની જરૂર છે. તેમજ IPS વરૂણ કુમાર અને વંદિતા પાંડેની નેશનલ સિક્યોરિટી એક્ટ હેઠળ ધરપકડ કરો. તમામ રાજ્યોમાં રેડ એલર્ટ આપો. કોઈમ્બતુર અને ત્રીચીમાં ISIની સ્લીપર સેલ્સ એક્ટિવ છે. તપાસમાં કોઈ થ્રેટ વાળી વસ્તુ મળી નથીઃ અધિક કલેક્ટર
આ મામલે રાજકોટ અધિક કલેક્ટર એ. કે. ગૌતમે જણાવ્યું હતું કે, આજે ઈ-મેલના માધ્યમથી એવી સૂચના આપવામાં આવી હતી કે, કલેક્ટર કચેરી અને તેના પ્રિમાઈસીસની અંદર સિક્યુરિટી થ્રેટ્સ છે. આ ઈ-મેલની જાણ પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવી હતી. જેથી કમિશનરની ટીમ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને SOG દ્વારા સમગ્ર કલેક્ટર કચેરીની તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં કોઈ ડિટોનિટર્સ કે અન્ય કોઈ થ્રેટ વાળી વસ્તુ મળી આવી નથી. આ અંગેનો ઈ-મેલ જે આઈડીથી આવ્યો હતો, તેની તપાસ ચાલુ છે. પ્રથમ ઈ-મેલ અમને જ મળ્યો હતો. હાલ આ મામલે તપાસ ચાલી રહી છે. પાટણ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
પાટણ જિલ્લાના કલેક્ટર કચેરીના મેલ આઈડી પર બોમ્બબ્લાસ્ટની ધમકીવાળો ઇ-મેલ મળતાં સમગ્ર જિલ્લામાં હડકંપ મચી ગયો છે. આ ઇ-મેલ પોણાબે વાગ્યે એક આઈડી પરથી મોકલવામાં આવ્યો હતો, જેમાં બપોરે ત્રણ વાગ્યા સુધી કલેક્ટર કચેરીમાં બ્લાસ્ટ થવાની શક્યતા દર્શાવવામાં આવી હતી. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તાત્કાલિક પગલાં લેવામાં આવ્યાં છે. ત્રણ વાગ્યા સુધી કોઈ દુર્ઘટના ન બનતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો, જોકે ધમકીને પગલે હજુ પણ કલેક્ટર કચેરીમાં બોમ્બ-સ્ક્વોડ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, જ્યારે પોલાસનાં ધાડેધાડાં કલેક્ટર કચેરી ખાતે ઉતારી દેવાયાં છે. જ્યારે હવે ડોગ-સ્ક્વોડ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. કર્મીઓને કલેક્ટર ઓફિસથી બહાર કઢાયા
જિલ્લા કલેક્ટરે સમય સૂચકતા વાપરી તાત્કાલિક તમામ કર્મચારીઓને કચેરી ખાલી કરવાની સૂચના આપી હતી. કર્મચારીઓમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો અને તેઓ તાત્કાલિક કચેરીની બહાર નીકળી ગયા હતા. આ સાથે કલેક્ટર કચેરીની આસપાસની સુરક્ષા વધારવામાં આવી છે. પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો
આ ઘટના અંગે જાણ પાટણના જિલ્લા પોલીસ અધીક્ષકને કરવામાં આવી હતી, ત્યારે તાત્કાલિક એલસીબી (લોકલ ક્રાઈમ બ્રાન્ચ), એસઓજી (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ), અને બી ડિવિઝન સહિતની પોલીસ ટીમો સ્થળ પર પહોંચી ગઈ હતી. કચેરી અને આસપાસના વિસ્તારોમાં સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ-સ્ક્વોડની મદદથી કચેરીના દરેક ખૂણાની તપાસ કરવામાં આવી રહી છે. કલેક્ટર ઓફિસ પોલીસ છાવણીમાં ફેરવાઈ
આ ધમકીના પગલે કલેક્ટર કચેરીને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવી છે. તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેતાં મોટી અનિચ્છનીય ઘટના ટળી છે. પોલીસ અને સુરક્ષા એજન્સીઓ આ ઇ-મેલના સ્ત્રોત અને તેની સત્યતા અંગે તપાસ કરી રહી છે. ગઈકાલે વડોદરાની GIPCLને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી
વડોદરાના જવાહરનગર પોલીસ હદ વિસ્તારમાં આવેલા ધનોરા ગામ પાસે આવેલી GIPCL(ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ પાવર કંપની લિ.) કંપનીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા મેલને લઈ દોડધામ મચી ગઈ હતી. આ અંગેની જાણ વડોદરા શહેર પોલીસને કરતાં ઉચ્ચ અધિકારીઓ સહિત વિવિધ તપાસ એજન્સીઓ ઘટનાસ્થળે પહોંચી ત્રણ કલાક સુધી સર્ચ કર્યું હતું. કોઈ વાંધાજનક વસ્તુ ન મળતાં પોલીસ અને કર્મચારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો, જોકે મેલ મોકલનારની તપાસ હાથ ધરવામાં આવી છે. GIPCLને બોમ્બની ધમકીનો સમગ્ર અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments