સાળંગપુરમાં આવેલા કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરના પ્રાંગણમાં શુક્રવારે ભવ્ય કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હનુમાનજીને શ્રીલંકાથી મગાવેલા 700 પીસના ફૂલો, સેવંતીના મિક્સ ફૂલ અને થાઈલેન્ડથી મગાવેલા હારનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. સાંજે 4.30 વાગ્યે નારાયણ કુંડથી નીકળી મંદિરના પ્રાંગણ સુધી કળશ યાત્રા કાઢવામાં આવી હતી. શુક્રવારે અંદાજે ત્રણ લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યાં હતાં. કળશ યાત્રામાં ગજરાજ, ઘોડા અને બળદ ગાડા જોડાયા હતા. યાત્રા દરમિયાન સીદી નૃત્યુ પણ રજૂ કરવામાં આવ્યું હતું.