આજે, અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે શુક્રવાર (11 એપ્રિલ)ના રોજ, સેન્સેક્સ લગભગ 1400 પોઈન્ટના વધારા સાથે 75200ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટીમાં પણ 450પોઈન્ટથી વધુની તેજી છે, તે 22,850ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે. ફાર્મા અને મેટલ શેરોમાં સૌથી વધુ ખરીદી જોવા મળી રહી છે. NSE પર 50 શેરોમાંથી 46 શેરોમાં તેજી જોવા મળી રહી છે. નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ 3.02%, મેટલ 2.71%, હેલ્થકેર 2.33%, ઓટો 1.78% અને રિયલ્ટી 1.37% વધ્યા છે. બજારમાં તેજીનું કારણ 9 એપ્રિલના રોજ, ચીન સિવાયના તમામ દેશો પર પારસ્પરિક ટેરિફ 90 દિવસ માટે મુલતવી રાખવાના યુએસ રાષ્ટ્રપતિના નિર્ણય પછી બજાર 12%ના વધારા સાથે બંધ થયું. બીજા દિવસે સવારે, એટલે કે 10 એપ્રિલના રોજ, એશિયન બજારોમાં પણ 10% સુધીનો ઉછાળો જોવા મળ્યો. ગઈકાલે એટલે કે ગુરુવારે મહાવીર જયંતિને કારણે બજાર બંધ હતું. એટલા માટે આજે અમેરિકન અને અન્ય એશિયન બજારોમાં ઘટાડા છતાં ભારતીય બજાર ઉપર છે. યુએસ માર્કેટમાં 4%થી વધુનો ઘટાડો થયો બુધવારે શેરબજાર ઘટાડા સાથે બંધ થયું હતું ગુરુવારે મહાવીર જયંતિ નિમિત્તે શેરબજાર બંધ હતું. પાછલા ટ્રેડિંગ દિવસે એટલે કે 9 એપ્રિલે, સેન્સેક્સ 380 પોઈન્ટ ઘટીને 73,847 પર બંધ થયો હતો. નિફ્ટી પણ 137 પોઈન્ટ ઘટીને 22,399 પર બંધ થયો. આઇટી, મેટલ, બેંકિંગ અને ફાર્મા શેરોમાં સૌથી વધુ ઘટાડો થયો છે. NSEના નિફ્ટી PSU એટલે કે સરકારી બેંકોમાં 2.52%નો ઘટાડો જોવા મળ્યો છે. બીજી તરફ, નિફ્ટી આઈટી 2.19%, નિફ્ટી ફાર્મા 1.97%, નિફ્ટી રિયલ્ટી 1.90% અને નિફ્ટી મેટલ 1.48% ઘટીને બંધ થયા.