સુરતના વેસુમાં લક્ઝુરિયસ ફ્લેટમાં આગ લાગી છે. હેપ્પી એક્સલેન્સિયા બિલ્ડિંગના સાતમાં માળે અચાનક આગ લાગી હતી અને તે પ્રસરીને ઉપરના અન્ય બે માળમાં પણ ફેલાઈ ગઈ હતી. આગે વિકરાળ રૂપ ધારણ કરતા બિલ્ડિંગમાં રહેતા લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા 5 ફાયર સ્ટેશનની ટીમને ઘટનાસ્થળે રવાના કરાઈ હતી. હાલમાં ફાયર વિભાગની ટીમો દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયાસ થઈ રહ્યા છે. આગને બુઝાવવાની કામગીરી સમયે એક ફાયર જવાનનો હાથ દાઝ્યો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ઘર પણ આ બિલ્ડિંગની સામે જ આવેલું હોવાથી તેઓને જાણ થતાં ઘટનાસ્થળે દોડી આવ્યાં હતાં. હાજર અધિકારીઓ પાસેથી માહિતી મેળવી તેમની નજર હેઠળ હાલ આગને કાબુમાં લેવાની કામગીરી ચાલી રહી છે. બિલ્ડિંગમાં રહેતાં લોકોને તાત્કાલિક સહી સલામત બહાર કાઢી લેવામાં આવ્યાં હતાં. 5 ફાયર સ્ટેશનની 10 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે
ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે, વેસુ વિસ્તારમાં આવેલી હેપ્પી એક્સલેન્સિયા નામની રેસિડેન્સીમાં આગ લાગવાનો ફાયર વિભાગને કોલ મળ્યો હતો. રેસિડેન્સીમાં આગ લાગી હોવાને પગલે ગંભીરતાથી પાંચ ફાયર સ્ટેશનની 10 જેટલી ગાડીઓ મોકલવામાં આવી છે. હાલ ફાયર વિભાગના જવાનો દ્વારા પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અગાઉ 14 માર્ચે ધુળેટીના દિવેસ રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર આવેલ લક્ઝુરિયસ એટ્લાન્ટિસ બિલ્ડિંગના પાંચમાં અને છઠ્ઠા માળે આગ લાગી હતી. જેમાં બે પિતરાઈ ભાઈ સહિત ત્રણ લોકોના મોત થયા હતા. વાંચો સંપૂ્ર્ણ સમાચાર આ સમાચાર અમે સતત અપડેટ કરી રહ્યા છીએ