તાપી જિલ્લાના નિઝર તાલુકામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક દુકાનદારે 7 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચર્યું છે. પોલીસે આરોપીની તાત્કાલિક ધરપકડ કરી લીધી છે. આ ઘટના નિઝર તાલુકાના એક ગામમાં બની હતી. બાળકી દુકાનમાં કંઈક ખરીદવા ગઈ હતી. દુકાન ચલાવતા 60 વર્ષીય દશરથ પાડવીએ બાળકીને પેપ્સી આપવાની લાલચ આપી. ત્યાર બાદ તેને પોતાના ઘરના માળ પર લઈ જઈને દુષ્કર્મ આચર્યું. બાળકી રડતી રડતી ઘરે પહોંચી અને તેણે માતા-પિતાને આખી ઘટના જણાવી. પરિવારજનોએ તરત જ નિઝર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપી દશરથ પાડવીની ધરપકડ કરી લીધી છે. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.