2008ના મુંબઈ આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ 64 વર્ષીય તહવ્વુર રાણાને 10 એપ્રિલના રોજ એક સ્પેશિયલ વિમાનમાં અમેરિકાથી ભારત લાવવામાં આવ્યો હતો. રાણાનું પ્રત્યાર્પણ ટોપ-સિક્રેટ મિશન “ઓપરેશન રાણા” હેઠળ થયું હતું. ઓપરેશન દરમિયાન, જ્યારે રાણાને અમેરિકાથી ફ્લાઇટમાંભારત લાવવામાં આવી રહ્યો હતો, ત્યારે NIAના એક અધિકારી ફ્લાઇટમાં તેનો હાથ પકડીને બેઠા હતા. આ એટલા માટે હતું કે તેહવુર રાણા પોતાને નુકસાન ન પહોંચાડી શકે. રાણા હાલમાં 18 દિવસની NIA કસ્ટડીમાં છે, જ્યાં તેની પૂછપરછ કરવામાં આવશે. ભારત લાવ્યા બાદ, તેને દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં હાજર કરવામાં આવ્યો. જ્યાં NIAએ તેની કસ્ટડી માંગી હતી. રાણાએ મુંબઈ 26/11 હુમલાના મુખ્ય આરોપી ડેવિડ કોલમેન હેડલીને મદદ કરી હતી. 26 નવેમ્બર 2008ના રોજ, આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના 10 આતંકવાદીઓએ મુંબઈ પર હુમલો કર્યો. આ હુમલાઓ ચાર દિવસ સુધી ચાલુ રહ્યા. આ હુમલામાં કુલ 175 લોકો માર્યા ગયા હતા, જેમાં નવ હુમલાખોરોનો પણ સમાવેશ થાય છે, અને 300થી વધુ લોકો ઘાયલ થયા હતા. NIA કસ્ટડીમાં રાણાનો પહેલો ફોટો ટોપ-સિક્રેટ મિશન ઓપરેશન રાણા, 4 પોઈન્ટ 1. ફ્લાઇટ્સનું રીયલ ટાઇમ મોનિટરિંગ પ્રત્યાર્પણમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) સામે બીજો મોટો પડકાર પાકિસ્તાન ખાતેના આતંકવાદી જૂથોને ઓપરેશન રાણા વિશેની કોઈ ગંધ ન આવે તે હતો. આ મિશન માટે, ભારતીય-અમેરિકન ગુપ્તચર એજન્સીઓ અને એર ટ્રાફિક કંટ્રોલ યુનિટ્સે ફ્લાઇટ પર રિયલ ટાઈમની નજર રાખી હતી જેથી કોઈપણ હિલચાલને સરળતાથી ટ્રેક કરી શકાય. 2. પાલમ એરબેઝ પર મેડિકલ તપાસ કરવામાં આવી તપાસ એજન્સી NIA અને ગુપ્તચર એજન્સી RAWની સંયુક્ત ટીમ 9 એપ્રિલના રોજ રાણા સાથે અમેરિકાથી રવાના થઈ ગઈ. 9 એપ્રિલના રોજ સાંજે લગભગ 6:30 વાગ્યે, રાણાને લઈને અમેરિકન ગલ્ફસ્ટ્રીમ G550 વિમાન દિલ્હીના પાલમ ટેકનિકલ એરપોર્ટ પર ઉતર્યું. જ્યાં તેનું મેડિકલ ચેકઅપ થયું, ત્યારબાદ તેને સીધા NIA હેડક્વાર્ટર લઈ જવામાં આવ્યો હતો. 3. બધા સુરક્ષા કર્મચારીઓના મોબાઈલ ફોન જમા કરાવવામાં આવ્યા હતા દિલ્હીમાં કડક સુરક્ષા પ્રોટોકોલ લાગુ કરવામાં આવ્યા હતા. રાણાને લાવતા પહેલા, બધા કર્મચારીઓના મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા હતા. જેથી કોઈ માહિતી બહાર ન જઈ શકે. મીડિયાથી બચવા માટે, રાણાને બીજા ગેટથી એરપોર્ટની બહાર લાવવામાં આવ્યો. તેને જેલ વાનમાં લઈ જવામાં આવ્યો હતો. રાણાને બાદમાં પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો, જ્યાં કેમેરા અને મોબાઇલ ફોન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. 4. કોર્ટે સવારે 2 વાગ્યે કસ્ટડીનો ચુકાદો આપ્યો દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે તહવ્વુર રાણાને 18 દિવસની NIA કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. આતંકવાદી હુમલાઓને અંજામ આપવામાં રાણાની ભૂમિકાની તપાસ કરવા માટે એજન્સીએ કોર્ટ પાસેથી 20 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. સ્પેશિયલ NIA જજ ચંદ્રજીત સિંહે બંધ રૂમમાં કેસની સુનાવણી કરી અને 10 એપ્રિલના રોજ સવારે 2 વાગ્યે ચુકાદો સંભળાવ્યો. NIAએ કહ્યું- મુંબઈ હુમલાનો પર્દાફાશ કરવા માટે પૂછપરછ જરૂરી છે જ્યારે NIAએ પટિયાલા હાઉસ કોર્ટમાં તહવ્વુર રાણાની કસ્ટડી માંગી ત્યારે તેણે કહ્યું કે તેની પૂછપરછ કરવી જરૂરી છે. NIA એ કહ્યું કે મુંબઈ હુમલાના કાવતરાનો પર્દાફાશ કરવા માટે કસ્ટડીમાં પૂછપરછની જરૂર પડશે. આતંકવાદી હુમલાઓને અંજામ આપવામાં રાણાની ભૂમિકાની પણ તપાસ કરવામાં આવશે. મુંબઈ હુમલાના બીજા આરોપી ડેવિડ કોલમેન હેડલીએ ભારત આવતા પહેલા તહવ્વુર રાણા સાથે સમગ્ર ઓપરેશનની ચર્ચા કરી હતી. મુંબઈ હુમલામાં 166 નાગરિકો માર્યા ગયા હતા Topics: