આજે રાજ્યભરમાં જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ માટેની પરીક્ષાનું આયોજન કરવાના આવ્યું છે. રાજ્યના તમામ જિલ્લાના 2553 પરીક્ષા કેન્દ્રોમાં કુલ 6 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. અમદાવાદમાં 92 કેન્દ્રોમાં 24 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. આ મેરિટ પ્રમાણે 74 આદર્શ નિવાસી શાળામાં ધો.9માં પ્રવેશ થશે
રાજ્ય સરકાર દ્વારા હવેથી મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષાના મેરિટના આધારે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષાના મેરિટના આધારે જ્ઞાન સાધના મેરિટ શિષ્યવૃત્તિ તેમજ આદિ જાતિ વિકાસ વિભાગ હેઠળની 74 આદર્શ નિવાસી શાળાઓમાં ધોરણ 9નો પ્રવેશ પણ આજ પરીક્ષાના પરિણામના મેરીટના આધારે આપવામાં આવશે. સ્કૂલમાં અભ્યાસ કરતા તેજસ્વી વિદ્યાર્થીઓને મેરીટના આધારે સ્કોલરશિપ મળે અને સારી રીતે અભ્યાસ કરી શકે તે હેતુસર પ્રતિ વર્ષ રાજ્યમાં 25 હજાર તેજસ્વી વિદ્યાર્થીઓને આ સ્કોલરશીપ આપવામાં આવે છે. આજની પરીક્ષા ગુજરાતી અને અંગ્રેજીમાં લેવાશે
સ્કોલરશીપ માટે પસંદ થયેલા ધોરણ 8ના વિદ્યાર્થીઓને ધોરણ 9 અને 10માં અભ્યાસ માટે વાર્ષિક 22 હજાર અને તેમજ ધોરણ 11-12માં અભ્યાસ માટે 25 હજારની સ્કોલરશીપ આપવામાં આવશે. આજની પરીક્ષા ગુજરાતી અને અંગ્રેજી બે ભાષામાં લેવામાં આવશે. પરીક્ષાનું પ્રશ્નપત્ર 120 માર્કસનું રહેશે જે લખવા માટે 150 મિનિટનો સમય આપવામાં આવશે. પરીક્ષા બહુ વિકલ્પ સ્વરૂપની રહેશે, જેમાં વિદ્યાર્થીઓ હેતુલક્ષી પ્રશ્નો પણ પૂછવામાં આવશે. ખાનગી સ્કૂલમાં પ્રવેશ મેળવનાર 25000 સ્કોલરશીપ મળશેઃ DEO
અમદાવાદ શહેર DEO રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, અમદાવાદની 92 કેન્દ્રો પર 24 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. પરીક્ષામાં ધોરણ 8ના વિદ્યાર્થીઓ છે જે ખાનગી સ્કૂલમાં RTE હેઠળ અભ્યાસ કરે છે. આ ઉપરાંત ગ્રાન્ટેડ સ્કૂલના વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે. પરીક્ષામાં પાસ થઈને ખાનગી સ્કૂલમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીને 25000 સ્કોલરશીપ, જ્યારે ગ્રાન્ટ સ્કૂલમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીને 7,000 સુધીની સ્કોલરશીપ મળશે.