back to top
Homeગુજરાતઆજે PSIની 472 જગ્યા માટે લેખિત પરીક્ષા:વડોદરા અને સુરતમાં ઉમેદવારો શનિવારે રાત્રે...

આજે PSIની 472 જગ્યા માટે લેખિત પરીક્ષા:વડોદરા અને સુરતમાં ઉમેદવારો શનિવારે રાત્રે જ પહોંચ્યા, સામાજિક સંસ્થાઓએ રહેવા-જમવાની વ્યવસ્થા કરી

ગુજરાત પોલીસ ભરતી માટે જાન્યુઆરી-ફેબ્રુઆરી 2025માં લેવામાં આવેલી શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારો પૈકી બિનહથિયારી પોલીસ સબ-ઇન્સ્પેકટરની 472 જગ્યા માટે કુલ 1,02,935 ઉમેદવારની લેખિત પરીક્ષા આજે 13 એપ્રિલ અમદાવાદ, વડોદરા અને સુરતની કુલ 340 સ્કૂલમાં યોજાશે. જેમાં 3-3 કલાકનાં બે પેપર હશે. તથા રાજકોટના 3 કેન્દ્ર પર 800થી વધુ ઉમેદવાર નેશનલ ડિફેન્સ એકેડમી અને કમ્બાઇન ડિફેન્સની પરીક્ષા આપશે. જોકે, વહેલી સવારે પરીક્ષાના કેન્દ્ર સ્થળે પહોંચવું શક્ય ન હોવાથી પરીક્ષાર્થીઓએ પોતાના કેન્દ્ર જે શહેરોમાં આવેલા છે ત્યા જ રાત્રિના ધામા નાખી દીધા છે. સુરતમાં 1300થી વધુ તો વડોદરામાં 300થી વધુ પરીક્ષાર્થીઓ પહોંચી ગયા છે અને આ પરીક્ષાર્થીઓને રહેવા-જમવાની કોઈ અસુવિધા ન પહોંચે તે માટે આયોજકોએ પણ પૂરતી વ્યવસ્થાઓ કરી છે. આ પરીક્ષા પારદર્શક રીતે કોઇપણ ગેરરીતિ વગર યોજાય એ માટે 8000થી વધુ પોલીસ અને શિક્ષણ વિભાગના અધિકારી-કર્મચારીઓ પરીક્ષાલક્ષી કામગીરી કરશે. દરેક પરીક્ષા કેન્દ્ર પર એક PI/PSIને ભરતી બોર્ડના પ્રતિનિધિ તરીકે નિમણૂક આપવામાં આવી છે. આ પરીક્ષાને લઈને વડોદરા એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા 30 બસ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે શહેર પોલીસ દ્વારા રિક્ષા યુનિયનને સૂચના અપાઈ છે કે, પરીક્ષા કેન્દ્રો સુધી કોઈ પણ પરીક્ષાર્થીને મુશ્કેલી ન સર્જાય એ રીતે સ્ટેન્ડબાય રહી કામગીરી કરવી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments