વૈશ્વિક અને સ્થાનિક પરિબળોના પગલે ભારતીય શેરબજાર ભારે વોલેટાઈલ બન્યું છે. અમેરિકાએ ચાઈના પર વધુ ટેરિફ લાદતાં અને હજુ વધુ ટેરિફ લાદવાની ચેતવણી આપતાં વૈશ્વિક સ્તરે ટ્રેડવૉરની ભીતિ અને અમેરિકામાં ફુગાવો વધવાની શક્યતાએ વૈશ્વિક બજારોમાં કડાકાની સ્થિતિ સાથે ગત સપ્તાહની શરૂઆતમાં ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો, જો કે ટ્રમ્પનું વર્લ્ડ ટ્રેડ વોર હવે વિશ્વ સામે નહીં, પરંતુ ચાઈના વિરૂધ્ધ પરિણમતા ટ્રમ્પે ટેરિફ મુદ્દે ચીન સિવાય અન્ય દેશો પર પોતાનું વલણ હળવું કરતા વૈશ્વિક શેરબજારોમાં મજબૂતાઈ સાથે ભારતીય શેરબજારમાં પણ સપ્તાહના અંતે તેજી જોવા મળી હતી. સ્થાનિક બજારની વાત કરીએ તો આરબીઆઈ દ્વારા વ્યાજના દરોમાં 25 બેઝિસ પોઈન્ટનો ઘટાડો જાહેર કરાતા ફુગાવામાં ઘટાડો અને વપરાશ માંગ વધવાના અંદાજ સાથે આગામી સમયમાં કોર્પોરેટ ત્રિમાસિક પરિણામો જાહેર થવાના પગલે ગત સપ્તાહે ભારતીય શેરબજારમાં સ્ટોક સ્પેસિફિક સુધારો જોવા મળ્યો હતો. બજારની ભાવી દિશા…
મિત્રો, એક તરફ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ વચ્ચે ભયાનક ટ્રેડ વૉર ચાલી રહ્યો છે. બંને દેશો એકબીજા પર ટેરિફ બોંબ ઝીકી ખળભળાટ મચાવી રહ્યા છે, તો બીજી તરફ સાઉદી અરેબિયાએ મોટી જાહેરાત કરીને વિશ્વભરનું ટેન્શન વધારી દીધું છે. વાસ્તવમાં સાઉદી અરેબિયાએ ક્રૂડ તેલની કિંમતમાં એક ઝાટકે ઘટાડો કરતાં તેની કિંમતોમાં જોરદાર ઘટાડો નોંધાયો છે. આ નિર્ણયના કારણે બ્રેન્ટ ક્રૂડની કિંમતો ચાર વર્ષના નીચલા સ્તરે પહોંચી ગઈ છે, જેના કારણે વૈશ્વિક મંદીનો ખતરો વધી ગયો છે. મીડિયા રિપોર્ટ મુજબ અમેરિકા-ચીન વચ્ચે ચાલી રહેલા ઉગ્ર ટેરિફ વૉરથી વૈશ્વિક માંગને ગંભીર અસર થઈ રહી છે. બીજી તરફ સાઉદી અરેબિયાએ ક્રૂડ ઓઇલનું ઉત્પાદન વધારવાની અને કિંમતો ઘટાડવાની જાહેરાત કરતાં માર્કેટમાં વધુ ઉથલપાથલ થવાની સંભાવનાઓ વધી ગઈ છે. ટેરિફને કારણે ઊભી થયેલી અનિશ્ચિતતાઓને કારણે રિઝર્વ બેન્કે પણ વર્તમાન નાણાં વર્ષ માટેના આર્થિક વિકાસ દરના અંદાજમાં ઘટાડો કર્યો છે. વર્તમાન નાણાં વર્ષ માટે દેશના આર્થિક વિકાસ દરના અંદાજને 6.70% પરથી ઘટાડી 6.50% કર્યો છે. ફુગાવાની ધારણાં પણ 4.20% પરથી ઘટાડી 4% કરાઈ છે. ટેરિફમાં કરાયેલા વધારાથી ભારત પર તેની અસર અન્ય દેશોની સરખામણીએ ઘણી ઓછી છે, જો કે ટેરિફ વધવાથી વેપાર ગૃહો તથા વપરાશકારો દ્વારા ઈન્વેસ્ટમેન્ટ અને ખર્ચના નિર્ણયોને અસર થશે જેનું પરિણામ આર્થિક વિકાસ પર પડશે. વેપારમાં નરમાઈને કારણે વૈશ્વિક વિકાસ પર સૂચિત અસર સ્થાનિક વિકાસ પર જોવા મળશે એટલું જ નહીં દેશની નિકાસ પર પણ નકારાત્મક અસર જોવા મળશે. ત્યારે આ પરિસ્થિતિ અને અસાધારણ અનિશ્ચિતતાના વર્તમાન સમયમાં દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે, ઉપરાંત ચાઈનાના આકરાં તેવર સામે ટ્રમ્પ ભારત માટે કોઈ સમજૂતી કરવા કે ભારત યુરોપીયન યુનિયન સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટમાં ઝડપ કરે છે કે શું તેના પર ભારતીય શેરબજારની નજર રહેશે. બાકી મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર… કેમ ખરું ને. રાઈટ્સ લિ.
( BSE CODE – 541556 )
રાઈટ્સ લિમિટેડ એ મિનિરત્ન (કેટેગરી-I) શેડ્યૂલ ‘A’ કેન્દ્રીય જાહેર ક્ષેત્રની એન્ટરપ્રાઇઝ છે જેની સ્થાપના 26 એપ્રિલ 1974માં ભારત સરકારના રેલવે મંત્રાલય હેઠળ કરવામાં આવી હતી. કંપની એક અગ્રણી મલ્ટિડિસિપ્લિનરી એન્જિનિયરિંગ અને કન્સલ્ટન્સી સંસ્થા છે જે ભારત અને વિદેશમાં ટ્રાન્સપોર્ટ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં કમિશનિંગ સેવાઓ અને સંકલિત સોલ્યુશન્સ માટે કસ્ટમાઇઝ્ડ સ્પર્ધાત્મક વૈવિધ્યસભર અને વ્યાપક ખ્યાલ પ્રદાન કરે છે. રાઈટ્સ દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓ પરિવહન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રોને આવરી લે છે જેમ કે રેલ્વે, હાઈવે, એરપોર્ટ, રોપવે, શહેરી પરિવહન આંતરદેશીય જળમાર્ગો અને નવીનીકરણીય ઉર્જા વગેરે. રાઈટ્સ એ ભારતીય રેલ્વે મંત્રાલયની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે. રાઈટ્સ લિમિટેડને ભારત સરકારના રેલ્વે મંત્રાલય (MoR) દ્વારા સામેલ કરવામાં આવ્યું હતું અને તેને ભારતીય રેલ્વે સાથે સંકળાયેલા હોવાનો લાભ મળે છે જે વિશ્વનું ચોથું સૌથી લાંબુ રેલ નેટવર્ક છે. રાઈટ્સ લિ. સિવિલ કન્સ્ટ્રક્શન સેકટરની A/T+1 ગ્રુપની અગ્રણી કંપની છે. આ કંપનીની ફેસવેલ્યુ રૂ.10 છે. વર્તમાન ભાવે આ કંપનીની માર્કેટકેપ વેલ્યૂ અંદાજીત રૂ.10,715.06 કરોડ છે. આ કંપનીનું કુલ ટર્નઓવર અંદાજીત રૂ.1.82 કરોડ છે. આ કંપનીનો શેર બાવન સપ્તાહ દરમિયાન વધીને રૂ.398.50 અને ઘટીને રૂ.192.30 થયો છે. શેર હોલ્ડિંગ પેટર્ન : ડિસેમ્બર – 2024 કવાર્ટરમાં પ્રમોટર્સનું હોલ્ડીંગ 72.20% અને પબ્લિકનું હોલ્ડીંગ 27.80% આવેલ. બોનસ શેર : વર્ષ 2024 માં 1:1 શેર બોનસ આપેલ છે. ડિવિડન્ડ : કંપની દ્વારા વર્ષ 2021માં શેરદીઠ રૂ.15.00, વર્ષ 2022માં શેરદીઠ રૂ.19.50, વર્ષ 2023માં શેરદીઠ રૂ.20.25, વર્ષ 2024માં શેરદીઠ રૂ.14.00 અને વર્ષ 2025માં શેરદીઠ રૂ.1.90 ડિવિડન્ડ ચૂક્વવામાં આવેલ. નાણાકીય પરિણામ :
(1) પૂર્ણ નાણાકીય વર્ષ એપ્રિલ 2023 થી માર્ચ 2024 : ચોખ્ખું વેચાણ રૂ.2519.62 કરોડની તુલનાએ ઘટીને રૂ.2312.00 કરોડ મેળવીને એનપીએમ 19.64% થકી ચોખ્ખો નફો રૂ.530.54 કરોડની તુલનાએ ઘટીને રૂ.454.11 કરોડનો નફો હાંસલ કરી શેર દીઠ આવક રૂ.18.90 નોંધાવી છે.
(2) બીજું ત્રિમાસિક જુલાઈ 2024 થી સપ્ટેમ્બર 2024 : ચોખ્ખું વેચાણ રૂ.453.78 કરોડથી વધીને રૂ.510.39 કરોડ મેળવીને એનપીએમ 16.84% થકી ચોખ્ખો નફો રૂ.64.86 કરોડની તુલનાએ વધીને રૂ.85.96 કરોડનો નફો હાંસલ કરી શેર દીઠ આવક રૂ.1.79 નોંધાવી છે.
(3) ત્રીજું ત્રિમાસિક ઓકટોબર 2024 થી ડિસેમ્બર 2024 : ચોખ્ખું વેચાણ રૂ.510.39 કરોડથી વધીને રૂ.544.53 કરોડ મેળવીને એનપીએમ 17.44% થકી ચોખ્ખો નફો રૂ.85.96 કરોડની તુલનાએ વધીને રૂ.94.99 કરોડનો નફો હાંસલ કરી શેર દીઠ આવક રૂ.1.98 નોંધાવી છે.
ઝીરો પ્રમોટર પ્લેજ સાથેની આ કંપની કોઈ દેવું ધરાવતી નથી. વધતા નફા માર્જિન (QoQ) સાથે ચોખ્ખા નફામાં વૃદ્ધિ કરીને છેલ્લા 2 ક્વાર્ટરમાં દર ક્વાર્ટરમાં આવકમાં વધારો નોંધાવ્યો છે તેમજ FII તેમના શેરહોલ્ડિંગમાં વધારો કરી રહ્યા છે. સિવિલ કન્સ્ટ્રક્શન સેક્ટરની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.222 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.202 ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.237 થી રૂ.245 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! એસજેવીએન લિ.
( BSE CODE – 533206 )
SJVN લિમિટેડની સ્થાપના 24 મે 1988 ના રોજ નાથપા ઝાકરી પાવર કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ તરીકે કરવામાં આવી હતી. SJVN લિમિટેડ એ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર જનરેશન કંપની છે. આ કંપનીની સ્થાપના ભારત સરકાર અને હિમાચલ પ્રદેશની રાજ્ય સરકાર વચ્ચેના સંયુક્ત સાહસ તરીકે કરવામાં આવી હતી. કંપની પાવર ટ્રાન્સમિશનની સાથે તમામ પ્રકારની પરંપરાગત અને બિન-પરંપરાગત ઉર્જામાં પોતાને સંપૂર્ણ વૈવિધ્યસભર ટ્રાન્સનેશનલ પાવર સેક્ટર કંપની તરીકે 1912 મેગાવોટની એકંદર ઉત્પાદન ક્ષમતા સાથે સ્થાપિત ક્ષમતા પર આધારિત ભારતની સૌથી મોટી ઓપરેશનલ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર ઉત્પાદન કંપની છે. કંપની કન્સલ્ટન્સી પ્રદાન કરવાના વ્યવસાય સાથે પણ સંકળાયેલી છે. એસજેવીએન લિ. પાવર જનરેશન સેકટરની A/T+1 ગ્રુપની અગ્રણી કંપની છે. આ કંપનીની ફેસવેલ્યુ રૂ.10 છે. વર્તમાન ભાવે આ કંપનીની માર્કેટકેપ વેલ્યૂ અંદાજીત રૂ.35,926.19 કરોડ છે. આ કંપનીનું કુલ ટર્નઓવર અંદાજીત રૂ.4.04 કરોડ છે. આ કંપનીનો શેર બાવન સપ્તાહ દરમિયાન વધીને રૂ.159.60 અને ઘટીને રૂ.80.50 થયો છે. શેર હોલ્ડિંગ પેટર્ન : માર્ચ – 2025 કવાર્ટરમાં પ્રમોટર્સનું હોલ્ડીંગ 81.85% અને પબ્લિકનું હોલ્ડીંગ 18.15% આવેલ. ડિવિડન્ડ : કંપની દ્વારા વર્ષ 2021માં શેરદીઠ રૂ.2.20, વર્ષ 2022માં શેરદીઠ રૂ.1.70, વર્ષ 2023માં શેરદીઠ રૂ.1.77, વર્ષ 2024માં શેરદીઠ રૂ.1.80 અને વર્ષ 2025માં શેરદીઠ રૂ.1.15 ડિવિડન્ડ ચૂક્વવામાં આવેલ. નાણાકીય પરિણામ :
(1) પૂર્ણ નાણાકીય વર્ષ એપ્રિલ 2023 થી માર્ચ 2024 : ચોખ્ખું વેચાણ રૂ.2935.41 કરોડની તુલનાએ ઘટીને રૂ.2,533.59 કરોડ મેળવીને એનપીએમ 35.85% થકી ચોખ્ખો નફો રૂ.1363.45 કરોડની તુલનાએ ઘટીને રૂ.908.40 કરોડનો નફો હાંસલ કરી શેર દીઠ આવક રૂ.2.31 નોંધાવી છે.
(2) બીજું ત્રિમાસિક જુલાઈ 2024 થી સપ્ટેમ્બર 2024 : ચોખ્ખું વેચાણ રૂ.831.73 કરોડથી વધીને રૂ.994.51 કરોડ મેળવીને એનપીએમ 47.57% થકી ચોખ્ખો નફો રૂ.327.15 કરોડની તુલનાએ વધીને રૂ.473.06 કરોડનો નફો હાંસલ કરી શેર દીઠ આવક રૂ.1.21 નોંધાવી છે.
(3) ત્રીજું ત્રિમાસિક ઓકટોબર 2024 થી ડિસેમ્બર 2024 : ચોખ્ખું વેચાણ રૂ.994.51 કરોડથી ઘટીને રૂ.625.02 કરોડ મેળવીને એનપીએમ 22.28% થકી ચોખ્ખો નફો રૂ.473.06 કરોડની તુલનાએ ઘટીને રૂ.139.25 કરોડનો નફો હાંસલ કરી શેર દીઠ આવક રૂ.0.35 નોંધાવી છે.
52 અઠવાડિયાના ઉચ્ચતમ સ્તરથી 42.73% દૂર 52 અઠવાડિયાના નીચા સ્તરથી 13.52% દૂર આ કંપની છેલ્લા 2 વર્ષથી બુક વેલ્યુમાં સુધારો કરી રહી છે. ઝીરો પ્રમોટર પ્રતિજ્ઞા સાથેના આ સ્ટોકમાં FII તેમના શેરહોલ્ડિંગમાં વધારો કરી રહ્યા છે. પાવર જનરેશન સેક્ટરની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.90 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.83 ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.103 થી રૂ.112 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!!