અમદાવાદમાં GCCIના સાયન્સ સિટી ખાતેના GATE એક્સપોનો ત્રીદિવસીય કાર્યક્રમનુ આજે(12 એપ્રિલે) સમાપન થયું હતું. ત્રણ દિવસીય આ કાર્યક્રમમાં વિવિધ રાજ્યોમાંથી 16,000 થી વધુ મુલાકાતીઓએ ભાગ લીધો હતો અને 300 થી વધુ પ્રદર્શકોએ વિવિધ ઉદ્યોગોમાં પ્રદર્શન કર્યું હતું. આજે છેલ્લા દિવસે આ એક્સપોમાં એક્ટર અને ઉધોગ સાહસિક સુનિલ શેટ્ટી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સંબોધન દરમિયાન સુનિલ શેટ્ટીએ વ્યસનને લઈ પોતાની વાત કરતા કહ્યું હતું કે, ભૂતકાળમાં સ્મોકીંગની એડ માટે તેને કરોડો રૂપિયાની ઓફર હતી પરંતુ, યુવાનો વ્યસનના રવાડે ન ચડે તે માટે તેને ઓફર ઠુકરાવી દીધી હતી. હીરો બન્યા બાદ મેં સ્મોક કે ડ્રીંક નથી કર્યું- સુનિલ શેટ્ટી
સુનીલે શેટ્ટીએ જણાવ્યું હતું કે, તેમના ફેન્સ ખોટા રવાડે ના ચઢે, તેના માટે હીરો બન્યા બાદ તેઓએ સ્મોકિંગ કે ડ્રિંકિંગ નથી કર્યું. વ્યસનની જાહેરાત કરવા તેમને એક દિવસના શૂટના 30 કરોડ થી 40 કરોડ મળે તેમ હતા. પરંતુ તેઓએ હાનિકારક વ્યસનની જાહેરાતને ના પાડી દીધી હતી. તેઓ પોતે સ્પોર્ટ્સમાં માનનારા વ્યક્તિ છે. તેઓ આજે 63 વર્ષના હોવા છત્તા ફિટ છે. સુનિલ શેટ્ટીએ જણાવ્યું હતું કે નોકરી કમ્ફર્ટ ઝોનમાં રહેવા બરાબર છે. નાનો બિઝનેસ હોય પણ તે પોતાનો હોવો જોઈએ. દરેક કામમાં ટાઇમ મેનેજમેન્ટ જરૂરી છે. ઘર અને કામ બંનેનેન યોગ્ય સમય ફાળવવો જરૂરી છે. પોતાની જાતને પર્સનલ સ્પેસ આપવો જરૂરી છે. જે જિન્સ તેમને 18 વર્ષની ઉંમરે થતા હતા તે આજે પણ થાય છે. સુનિલ શેટ્ટીએ 40 વર્ષના કેરિયરમાં 135 ફિલ્મોમાં કામ કર્યું
સુનિલ શેટ્ટીએ જણાવ્યું હતું કે તેમને સાહસ વૃતિ તેમના પિતાથી મળી છે. તેઓએ સૌ પ્રથમ રેસ્ટોરન્ટ શરૂ કરી હતી. સુનિલ શેટ્ટીએ પોતે B.COM નો અભ્યાસ કરેલ છે. તેઓ 18 વર્ષનો હતા ત્યારે તેમની પહેલી કપડાની બ્રાન્ડ હતી. તેઓ સ્પોર્ટ્સ અને માર્શલ આર્ટ્સ ઉપર દેશનું ધ્યાન ખેંચવા માંગે છે. તેમના આશરે 35 થી 40 વર્ષના ફિલ્મી કેરિયરમાં તેઓએ 135 જેટલી ફિલ્મો કરી છે. MSME અને સાહસવૃતિમાં રસ
સુનિલ શેટ્ટીએ વધુમાં જણાવ્યું હતું કે, જો લોકોના રાજકારણીઓ સાથે સંબંધ અને પૈસા હોય તો તેઓ જમીન ખરીદે છે, પરંતુ તેમને છે MSME અને સાહસવૃત્તિમાં રસ છે. જીમ ગયા વગર તેમનો દિવસ શરૂ નથી થતો. તેમની પહેલી ફિલ્મ બલવાન હતી. તેઓ દક્ષિણ ભારતના હોવાથી બોલિવૂડમાં કામ કરવા હિન્દી ભાષાને ઇમ્પ્રુવ કરવા પ્રયત્ન કર્યો હતો. એક પ્રશ્નના જવાબમાં તેઓએ જણાવ્યું હતું કે દાદા બન્યા પછી આ ક્ષણો અહીં રોકાઇ જાય તેવું તેઓ ઇચ્છે છે.