back to top
Homeભારતદિલ્હી એરપોર્ટ પર અફરાતફરી:ધૂળની ડમરી ઊડતાં 200થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી, 50ના...

દિલ્હી એરપોર્ટ પર અફરાતફરી:ધૂળની ડમરી ઊડતાં 200થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી, 50ના રૂટ ડાઇવર્ટ કરાયા; મુસાફરો કલાકો સુધી ફસાયા

શુક્રવારે મોડીસાંજે દિલ્હીમાં આવેલા ધૂળની આંધીને કારણે ઇન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ફ્લાઇટ્સ કામગીરીમાં વિલંબ થયો હતો. શનિવારે સવારે લગભગ 7 વાગ્યા સુધી આ સ્થિતિ રહી. અહેવાલો અનુસાર, શુક્રવાર મોડી સાંજથી શનિવાર સવાર સુધી 205થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી હતી અને 50થી વધુ ફ્લાઇટ્સને ડાઇવર્ટ કરવી પડી હતી. એરપોર્ટ સૂત્રોના જણાવ્યા અનુસાર, મોટા ભાગની ફ્લાઇટ્સ સરેરાશ એક કલાક મોડી પડી હતી. ફ્લાઇટ કામગીરીને અસર થવાને કારણે એરપોર્ટ પર મોટી સંખ્યામાં મુસાફરો ભેગા થયા હતા અને અંધાધૂંધી સર્જાઈ હતી. મુસાફરોને કલાકો સુધી રાહ જોવી પડી અને વારંવાર ચેકિંગ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. આ પછી એર ઇન્ડિયા અને ઇન્ડિગો જેવી મોટી એરલાઇન્સે X પર મુસાફરો માટે એડવાઈઝરી જાહેર કરી. દિલ્હી એરપોર્ટ પ્રશાસને જણાવ્યું હતું કે “ખરાબ હવામાનને કારણે કેટલીક ફ્લાઇટ્સને અસર થઈ છે. મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ તેમની સંબંધિત એરલાઇન્સ સાથે ફ્લાઇટ્સની સ્થિતિ તપાસે. તમને પડેલી અસુવિધા બદલ અમે દિલગીર છીએ.” દિલ્હી એરપોર્ટ પર ભીડના ફોટા… મુસાફરોએ કહ્યું – જનાવર જેવો વ્યવહાર કરવામાં આવ્યો એક મુસાફરે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું, “દિલ્હી એરપોર્ટ પર ભારે ભીડ થઈ છે. મુસાફરો સાથે જનાવર જેવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે.” બીજા એક મુસાફરે પોસ્ટ કરી, “અમારી શ્રીનગરથી મુંબઈની કનેક્ટિંગ ફ્લાઇટ હતી, જે સાંજે 6 વાગ્યે દિલ્હી ઊતરવાની હતી. તેને ચંદીગઢ તરફ ડાઇવર્ટ કરવામાં આવી. અમને મુંબઈની ફ્લાઇટમાં બેસાડવામાં આવ્યા, જે મધ્યરાત્રે 12 વાગ્યે હતી. સવારના 8 વાગ્યા છે. અમે હજુ પણ એરપોર્ટ પર ફસાયેલા છીએ.” વ્હીલચેર પર મુસાફરી કરતી 75 વર્ષીય મહિલાએ કહ્યું, “અમે 12 કલાકથી વધુ સમયથી ફસાયેલા છીએ. અમે રાત્રે 11 વાગ્યાથી એરપોર્ટ પર રાહ જોઈ રહ્યા છીએ, પણ કોઈ ઉકેલ નથી.” દિલ્હીમાં ભારે વાવાઝોડાથી જનજીવન અસ્તવ્યસ્ત શુક્રવારે દિલ્હી અને એની આસપાસના વિસ્તારોમાં અચાનક વાવાઝોડું આવ્યું, જેના કારણે ઝાડની ડાળીઓ તૂટી ગઈ અને રસ્તાઓ તથા વાહનો પર પડી ગઈ. ઘણા વિસ્તારોમાં ખાસ કરીને નરેલા, બાવાના, બાદલી અને માંગોલપુરી જેવા વિસ્તારોમાં વીજપુરવઠો પણ ખોરવાઈ ગયો હતો. ભારતીય હવામાન વિભાગ (IMD)એ પણ દિલ્હીમાં શનિવારે ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કર્યું છે અને વીજળી-વાવાઝોડાની ચેતવણી આપી છે. ફ્લાઇટ વિલંબ વિશેના આ સમાચાર પણ વાંચો…
ખરાબ હવામાનને કારણે જયપુર એરપોર્ટ પર ફ્લાઇટ શિડ્યૂલ ખોરવાઈ ગયું: દિલ્હીથી 5 ફ્લાઇટ્સ જયપુર ડાઇવર્ટ કરવામાં આવી રાજસ્થાન સહિત દેશભરમાં એક્ટિવ થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સૌથી વધુ અસર હવાઈસેવા પર પડી છે. શુક્રવારે જયપુરમાં ધૂળની આંધી પછી વિઝિબિલિટીમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો, જેના કારણે જયપુર એરપોર્ટ પર છેલ્લી ઘડીએ 4 ફ્લાઇટ્સ લેન્ડ થઈ શકી નહીં, જેને મધ્યપ્રદેશ અને રાજસ્થાનનાં અન્ય શહેરો તરફ ડાઇવર્ટ કરવામાં આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments