back to top
Homeગુજરાતબિન હથિયારી PSIની 472 જગ્યા માટે 13 એપ્રિલે લેખિત પરીક્ષા:અમદાવાદ, વડોદરા અને...

બિન હથિયારી PSIની 472 જગ્યા માટે 13 એપ્રિલે લેખિત પરીક્ષા:અમદાવાદ, વડોદરા અને સુરતનાં 340 કેન્દ્રમાં 1.02 લાખ ઉમેદવારની કસોટી, 3-3 કલાકના બે પેપર હશે

ગુજરાત પોલીસ ભરતી માટે જાન્યુઆરી-ફેબ્રુઆરી-2025માં લેવામાં આવેલી શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારો પૈકી, બિન હથિયારી પોલીસ સબ ઇન્સપેકટરની 472 જગ્યા માટે કુલ 1,02,935 ઉમેદવારોની લેખિત પરીક્ષા આવતી કાલે (13 એપ્રિલ) અમદાવાદ, વડોદરા અને સુરતની કુલ 340 સ્કૂલમાં યોજવામાં આવશે. જે માટેના કોલલેટર ડાઉનલોડ કરવાની પ્રક્રિયા ૧૩ એપ્રિલ સુધી ચાલુ રહેશે. એક લાખ જેટલા ઉમેદવારોએ પોતાના કોલલેટર ડાઉનલોડ કર્યા છે. આ પરીક્ષામાં 3-3 કલાકના બે પેપર હશે. આ પરીક્ષા પારદર્શક રીતે કોઇપણ ગેરરિતી વગર યોજાય તે માટે 8000થી વધુ પોલીસ અને શિક્ષણ વિભાગના અધિકારી-કર્મચારીઓ પરીક્ષાલક્ષી કામગીરી કરશે. દરેક પરીક્ષા કેન્દ્ર ઉપર એક PI/PSIને ભરતી બોર્ડના પ્રતિનિધી તરીકે નિમણૂક આપવામાં આવી છે. વર્ગખંડમાં CCTV કેમેરાથી લાઇવ મોનિટરિંગ કરાશે
લેખિત પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા વિવિધ પગલાઓ લેવામાં આવ્યા છે. તમામ પરીક્ષા કેન્દ્રો તથા વર્ગખંડમાં CCTV કેમેરાથી લાઇવ મોનિટરિંગ કરવામાં આવનાર છે. શારીરિક કસોટી દરમિયાન ઉમેદવારોના મેળવવામાં આવેલ બાયોમેટ્રીક-ફોટોગ્રાફને લેખિત પરીક્ષાના બન્ને પેપર પહેલા વેરિફિકેશન કરવામાં આવશે. તેમજ પરીક્ષા સાહિત્ય માટે ઉપયોગમાં લેવાનાર તમામ વાહનોને GPS મારફતે મોનિટરિંગ કરવામાં આવશે. ગેરરિતી કરનારા સામે કડક પગલા લેવાશે
અમદાવાદ શહેર, સુરત શહેર અને વડોદરા શહેર ખાતેની આ લેખિત પરીક્ષા પોલીસ કમિશનરના જનરલ સુપરવિઝન હેઠળ તેમજ IGP/DIGP કક્ષાના સિનીયર પોલીસ અધિકારીઓની અધ્યક્ષતામાં પરીક્ષા સમિતીના સુપરવિઝન હેઠળ યોજવામાં આવનાર છે. 13/04/2025ના રોજ યોજાનાર આ લેખિત પરીક્ષા કોઇપણ જાતની ગેરરિતી વગર યોજાય તે માટેની તમામ તૈયારીઓ ભરતી બોર્ડ દ્વારા પૂર્ણ કરવામાં આવી છે. આ પરીક્ષામાં ગેરરિતી કરનાર કે ગેરરિતીમાં મદદ કરનાર વિરુદ્ધ સખ્ત પગલાઓ ભરવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments