ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના સોજા ગામમાં એક દુર્ઘટના સામે આવી છે. સોજા ગામના રહેવાસી મેલાજી ચંદુજી ઠાકોરનું અકસ્માતમાં મોત નિપજ્યું છે. ગઈકાલે રાત્રે 8:30 વાગ્યે મેલાજી સોજા ગામ હાઈવે પરથી રસ્તો ક્રોસ કરી રહ્યા હતા. તે દરમિયાન પૂરપાટ ઝડપે આવેલા અજાણ્યા વાહને તેમને ટક્કર મારી હતી. અકસ્માતમાં મેલાજીને માથાના પાછળના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી. ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પહેલા કલોલ સરકારી હોસ્પિટલ ખાતે લાવામાં આવ્યો હતો તે પછી માણસા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં પીએમ કરવામાં આવ્યું હતું કલોલ તાલુકા પોલીસે શકરાજી મંગાજી ઠાકોરે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ કલોલ તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુધ અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ વાહન ચાલકની શોધખોળ કરી રહી છે.