ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ શોને લઈને હાલમાં અનેક વિવાદ ચાલી રહ્યા છે. મહારાષ્ટ્ર સાયબર સેલે ફરી એકવાર શોના તમામ પેનલિસ્ટ હોસ્ટ સમય રૈનાને પૂછપરછ માટે બોલાવ્યા છે. તેવામાં ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટમાં ઇન્ફ્લૂએન્સર અપૂર્વા માખીજા વિશે અપમાનજનક ટિપ્પણી કરનારા યુટ્યુબર અને મ્યૂઝિક આર્ટિસ્ટ એમી વર્માએ અપૂર્વા માખીજાની માફી માંગી છે. એમી (પ્રભાત) એ પોતાની ભૂલ સ્વીકાર કરતા કહ્યું, ‘મારા શબ્દો ખોટા હતા, પણ હું કોઈને દુઃખ પહોંચાડવા માંગતો નહતો. હું તે સમયે રમુજી બનવાનો પ્રયાસ કરી રહ્યો હતો. મારો કોઈને પણ અંગત વાત કહેવાનો કોઈ ઈરાદો નહોતો. પણ હવે મને લાગે છે કે તમારો ઈરાદો ગમે તે હોય, તમારા શબ્દો જ દેખાય છે. લેટેન્ટ વિવાદના કારણે જિંદગી બદલાઈ ગઈઃ અપૂર્વા આ પહેલા અપૂર્વા માખીજાએ ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ વિવાદ પછી 9 એપ્રિલે પોતાનો પહેલો વ્લોગ (યુટ્યુબ પર વીડિયો અપલોડ કરવો) શેર કર્યો હતો. આ વ્લોગ દ્વારા તેણે જણાવ્યું કે, સમય રૈનાના શોમાં જે કંઈ બન્યું, તે પછી તેના જીવનમાં ઘણા ફેરફારો આવ્યા છે. તેણે એમીનો પણ ઉલ્લેખ કર્યો. અપૂર્વાએ કહ્યું કે, વાંધાજનક વાત પહેલા એમીએ કહી હતી, ત્યારબાદ તે ગુસ્સે થઈ ગઈ અને તેણે પણ ખોટા શબ્દોનો ઉપયોગ કર્યો. જણાવી દઈએ કે, અપૂર્વાનો વીડિયો જોયા પછી, લોકોએ એમીને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કર્યો, જેથી તેણી અપૂર્વાની માફી માંગી. લેટેન્ટ વિવાદનો પૂરો કિસ્સો શેર કર્યો અપૂર્વ માખીજા સોશિયલ મીડિયા પર ‘ધ રેબેલ કિડ’ના નામથી પ્રખ્યાત છે. અપૂર્વાએ તેના વ્લોગમાં જણાવ્યું હતું કે, તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આ બધાને કારણે, તેણે પોતાનું સોશિયલ મીડિયા પણ બંધ કરવું પડ્યું. એમી દ્વારા કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણી વિશે વાત કરતાં અપૂર્વાએ કહ્યું, મારો ક્યારેય કોઈને દુઃખ પહોંચાડવાનો કે ખોટા શબ્દોનો ઉપયોગ કરવાનો કોઈ ઈરાદો નહતો. પરંતુ, જ્યારે ત્યાં મારી મજાક ઉડાવવામાં આવી અને અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો, ત્યારે હું મારા બચાવમાં ઊભી રહી. જોકે, મારી મજાક પણ યોગ્ય ન હતી. હું તેના માટે બધાની માફી માંગુ છું. લેટેન્ટમાં જવું અપૂર્વાનું સપનું હતું સમય રૈનાને મળવા અને શોમાં જોડાવા વિશેની વાતથી તેણે પોતાનો યુટ્યુબ વિડિયો શરૂ કર્યો. અપૂર્વાએ કહ્યું કે, ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ શોમાં જવું તેનું સ્વપ્ન હતું પરંતુ લાંબા સમય સુધી સમય રૈનાનો ફોન ન આવ્યો, પછી અપૂર્વાએ વિચાર્યું કે, તે જે કરવા માંગતી હતી, તે કરી શકશે નહીં. માતા-પિતા વિશે વાત કરતા સમયે રડવા લાગી આ વીડિયોમાં અપૂર્વાએ તેના માતા-પિતાનો પણ ઉલ્લેખ કર્યો અને રડતા રડતા કહ્યું, જ્યારે મારા માતા-પિતા વિશે ખરાબ બોલવામાં આવતું હતું, ત્યારે મને સૌથી વધુ દુઃખ થતું હતું. શોમાં માતા-પિતા અને મહિલાઓ પર અભદ્ર ટિપ્પણીઓનો મામલો સ્ટેન્ડ-અપ કોમેડિયન સમય રૈનાના શો ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ પર વિવાદ થયો હતો. સમયે 8 ફેબ્રુઆરીના રોજ તેની યુટ્યુબ ચેનલ પર શોનો એક એપિસોડ અપલોડ કર્યો. આ એપિસોડમાં અપૂર્વાએ જજ તરીકે ભાગ લીધો હતો. જેમાં યુટ્યુબર રણવીર અલાહાબાદિયાએ માતા-પિતા વિશે અભદ્ર વાતો કહી હતી અને અપૂર્વાએ સ્ત્રીઓ વિશે અભદ્ર વાતો કહી હતી. શોમાં એટલી અભદ્ર વાતો કરવામાં આવી હતી કે, જેના વિશે અમે અહિંયા લખી પણ નથી શકતા.