રાજકોટ શહેરના આજી ડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક દિવસ પૂર્વે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દારૂના મોટા જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી હતી, જેના બીજા જ દિવસે આજે સવારના સમયે રાજકોટ અમદાવાદ હાઈવે પર બામણબોર ચેકપોસ્ટ નજીક રાજકોટ ક્રાઈમ બ્રાંચની ટિમ વારા બાતમીના આધારે ટ્રકને ઝડપી પાડી 16,728 બોટલ વિદેશી દારૂનો જથ્થા સાથે રાજસ્થાની ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી કુલ રૂ.69,37,050નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. બામણબોર ચેકપોસ્ટ નજીક બાતમીવાળો ટ્રક પસાર થતા અટકાવી ટ્રકમાં તલાશી લેતા અંદરથી 16,728 બોટલ અલગ-અલગ બ્રાન્ડનો વિદેશી દારૂનો જથ્થો મળી આવતા ટ્રકના ડ્રાઇવર પુરખસિંહ સુજાનસિંહ રાજપુરોહિત (ઉ.વ.34)ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઝડપાયેલા ટ્રક ડ્રાઈવરની પૂછપરછ દરમિયાન તેના વોટ્સએપ કોલમાં એક નંબર મળી આવ્યો હતો અને આ દારૂનો જથ્થો કર્ણાટકમાંથી સપ્લાય કર્યાનું અને ટંકારા તરફ લઇ જવાની સૂચના મળી હતી. પરંતુ બામણબોર ચેકપોસ્ટ પહોંચતા જ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ટ્રક ઝડપી લીધો હતો. પોલીસે આપઘાતનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરી
આરટીઓ ઓફિસ પાછળ મંછાનગર શેરી નંબર 4માં 17 વર્ષીય ધારા ધનાભાઈ ખીંટ નામની સગીરાએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. ધારા ગઈકાલે સાંજે 7 વાગ્યાં આસપાસ ઘરે હતી અને ત્યારે ઘરનું કોઈ સભ્ય હાજર ન હતું. આ દરમિયાન રૂમની છતના હુકમાં દોરડું બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. પરિવારના સભ્યોને જાણ થતા 108માં ફોન કરતા 108ના ઇએમટી રમેશભાઈએ ધારાને જોઈ તપાસી મૃત જાહેર કરી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે જરૂરી કાગળો કરી મૃતદેહ પોસમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. ધારાએ આપઘાત શા માટે કર્યો એ અંગે પરિવારજનો અજાણ હોવાથી પોલીસે આપઘાતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. 1.04 લાખની કિંમતનો વાયર ચોરી થઇ ગયો હતો
મોરબી રોડ પર સેટેલાઈટ ચોક પાસે શિવ આસ્થા રેસિડેન્સી શેરી નંબર 2માં રહેતા વેપારી મહેશ અકબરીએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ રાજકોટના યુનિવર્સિટી રોડ પર જલારામ શેરી નંબર 2માં વ્રજ ઇલેક્ટ્રો ટ્રેડ નામે દુકાન ચલાવે છે. ગત તા.30.03.2025ના બપોરના 1 વાગ્યા આસપાસ દુકાનનો અંદરનો દરવાજો લોક કરી બહારના દરવાજાને આગળીઓ મારી તેઓ ઘરે જતા રહ્યા હતા. બીજા દિવસે સવારના 8 વાગ્યે દુકાને આવી જોતા બહારનો દરવાજો ખુલ્લો હતો અને દુકાનનો બીજો અંદરનો દરવાજો લોક હતો દુકાનના ફળિયામાં રહેલ બધો સામાન અસ્તવ્યસ્ત હતો. બાદમાં તપાસ કરતા માલુમ પડ્યું હતું કે, દુકાનના ફળિયામાંથી કુલ રૂપિયા 1.04 લાખની કિંમતનો વાયર ચોરી થઇ ગયો હતો. સીસીટીવી ચેક કરતા આરોપીની ઓળખ થઈ
આ અંગે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી. દુકાન આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરતા એક શંકાસ્પદ મહિલા નજરે પડી હતી. આ મહિલા અગાઉ આ પ્રકારે વાયર ચોરીમાં પકડાઈ ચુકી હોય અને તેનું નામ લક્ષ્મી હોવાનું સામે આવ્યું હતું. દરમિયાન મળેલી બાતમીના આધારે જામનગર રોડ પર એઇમ્સ હોસ્પિટલ પાસે આવવારૂ જગ્યાએ મહિલા આ કેબલ વાયર સાથે ઉભી હોય અને તેણે વાયર બાળીને તેમાંથી કોપર કાઢી તે કોપર વેચી દેવાની ફિરાકમાં હતી દરમિયાન પોલીસની ટીમે અહીં પહોંચી મહિલા આરોપી લક્ષ્મી વિજયભાઈ સોલંકી (ઉ.વ.25) ને ઝડપી લઇ તેની પાસેથી રૂપિયા 11,500 ની કિંમતનો કોપર વાયર કબજે કર્યો હતો. આરોપી મહિલા કેબલ વાયરની ચોરીની ટેવ ધરાવે છે
રવિવારે મહિલા આરોપી લક્ષ્મી અહીં વેપારીની દુકાને પાણી પીવા માટે આવી હતી. આ સમયે તેણે અહીં દુકાનના ફળિયામાં કેબલ વાયર પડ્યા હોવા અંગેની રેકી કરી લીધી હતી. બપોર બાદ વેપારીએ દુકાન બંધ કરી દેતા તે ફરી અહીં પહોંચી હતી અને દુકાનના ફળિયામાંથી કેબલ વાયરની ચોરી કરી હતી. તેમજ મહિલા કેબલ વાયરની ચોરીની ટેવ ધરાવે છે અગાઉ તેની સામે રાજકોટના એ ડિવિઝન, બી ડિવિઝન, તાલુકા સહિતના પોલીસ સ્ટેશનમાં મળી આ પ્રકારની ચોરીના ચાર ગુના નોંધાય ચૂક્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. મને 7 લાખ આપી દે એટલે તારો બધો હિસાબ પુરો થઈ જશે
વિંછીયાના મોટા હડમતીયા ગામે રહેતાં વિરજીભાઈ લખમણભાઈ ઉપદળા (ઉ.વ.36)એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે નાગજી સંઘા સાંબડનું નામ આપતાં વિંછીયા પોલીસે મનીલેન્ડ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ફરીયાદીએ જણાવ્યું હતું કે, પોતે ખેતીકામ કરી પરીવારનું ગુજરાન ચલાવે છે. જમીનમાં જીરૂનું વાવેતર કરવું હોય જેથી રૂપીયાની જરૂરીયાત પડતાં નાગજી સાંબડ ગોરૈયા ગામે બસ સ્ટેન્ડ પાસે ભેગા થયેલ ત્યારે તેની પાસેથી ઉછીના રૂપીયાની માંગણી કરતા નાગજીએ વાત કરેલ કે, હું તમને 10% લેખે વ્યાજે રૂપીયા આપીશ. જે બાદ નગજીએ રૂ.3 લાખ વ્યાજે આપ્યા હતા અને દર મહિને તે વ્યાજના રૂ 30 હજાર માંગણી કરતા પરંતુ વ્યાજના પૈસા ન હતા અને એક વર્ષ પહેલા 1 લાખ નાગજીને ચુકવી આપ્યા હતા. ફરીયાદીએ નડાળા ગામના ભુપતભાઈ દરબારનું પણ ભાગ્યું રાખેલ હોય જેથી તેઓ ત્યાં વાડીએ જાવ ત્યારે નાગજી ભેગો થાય ત્યારે તેને આપેલા વ્યાજના રૂપીયાની માંગણી કરી તેમજ ફોન કરી કહેતા હતા કે, હવે વ્યાજના રૂપીયા નહીં આપે તો વ્યાજ વધતું જશે અને મેં તને આપેલા રૂપીયા વ્યાજ સહીત 17 લાખ થાય છે. પરંતુ તું મને 7 લાખ આપી દે એટલે તારો બધો હિસાબ પુરો થઈ જશે. નાગજી અવાર-નવાર તું મને રૂ.7 લાખ આપી દેજે અને જો નહીં આપ તો તને અને તારા પરીવારને જાનથી મારી નાખીશ તેમ કહી વ્યાજની પઠાણી ઉઘરાણી કરતો હતો. બનાવ અંગેની ફરીયાદ પરથી વિંછીયા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.